ભાગવત -વ્યાસ વિચાર -page -14





ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી





8- निरोध --निरोध अर्थात -निरोधोस्यानुशयनामात्मनः सः शक्तिभिः ---


પરમેશ્વર પોતાની યોગનિદ્રા માં શાંત થયા બાદ ,સકળ સૃષ્ટિ તેના માં લીન થઇ જાય છે

પરમેશ્વર ની જાગૃતિ એટલે સૃષ્ટિ ની ઉત્પત્તિ ,

પરમેશ્વર ની નિદ્રા એટલે સૃષ્ટિ નો લય ,

તેના માટે ભાગવતકારે નિરોધ ની ચર્ચા કરી છે

પહેલા સ્કંધ ના પહેલા શ્લોક માં જ जन्माद्यस्य यतः .......

આજ સમજણ આપી છે, તે સમજ્યા બાદ

अत्र सर्गोविसर्गश्च ......આ સમજવાનું છે ,

આજ ભાવના અપરોક્ષ જ્ઞાન થી દ્રઢ થાય છે




9-मुक्ति --જ્યાં ભેદ નીતિ ખતમ થાય છે ,

વ્યક્તિ ની બાબત માં ભેદ ,ભગવાન ની બાબત માં ભેદ ,અને પોતાના અને ભગવાન માં ભેદ ,

આ ભેદ પ્રતીતિ ખલાસ થાય તેનેજ અપરોક્ષાનુભૂતિ કહે છે

ભાગવત માં જે સામાન્ય કથા ના રૂપે જે કહ્યું છે

તેજ તત્વજ્ઞાન ના ગ્રંથ માં અપરોક્ષાનુભૂતિ કહીને લખ્યું છે ,

વાસના હોવી તે જીવન છે ,અને વાસના ના હોવી તે મુક્તિ છે ,

ભગવાન પરોક્ષ નથી અને પ્રત્યક્ષ પણ નથી

જો પ્રત્યક્ષ હોય તો દેખાડો ,જો ના દેખાડી શકો તો પરોક્ષ છે

ભગવાન પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ પણ નથી

તેથીજ અપરોક્ષાનુભૂતિ શબ્દ આવ્યો ,

સંક્ષિપ્ત માં કહેવું હોય તો

ભગવાન દૂર નથી ,તેને આવવામાં વાર નથી ,અને તે બીજો નથી

તેનેજ મુક્તિ કહે છે

10--आश्रय --આગળ સમજાવ્યા તે નવ વિષય નો આશ્રય છે "પરબ્રહ્મ "

આ દસ વિષયો ભાગવત માં વાંચવા મળશે ,તેના કરતા અગિયારમો વિષય

વિષય ભાગવત માં નથી ,કોઈ પણ શ્લોક માં કોઈ પણ ચર્ચા હશે તે આ દસ વિષયો

ની આસપાસ ફરતી હશે ,,