ભાગવત -વ્યાસ વિચાર -page -11





ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી


4-પોષણમ -पोषणं तद् अनुग्रहः --    તેમાંથીજ સૃષ્ટિ નિર્માણ થઇ ,

પ્રભુ પર પ્રેમ કરવાવાળા અને પ્રભુ નું કામ કરવાવાળા નું કૃપા થી રક્ષણ કરવું એવી પ્રભુ ની પ્રતિજ્ઞા છે ,યોગ્ય રસ્તે ચાલવા વાળા ને સંભાળવાની પ્રભુ ની પ્રતિજ્ઞા છે ,તેને પોષણમ કહે છે ,

એનું કારણ જે અદ્રષ્ટ શક્તિ પર વિશ્વાસ રાખીં ને ચાલવા લાગે તેને તકલીફ અને કઠણાઈ આવેજ ,

અદ્રષ્ટ ભગવાન પર પ્રેમ કરવો બહુ કઠણ છે ,જે દેખાય છે તેના પર પ્રેમ થઇ શકે છે ,પરંતુ જે અદૃષ્ટ છે તેના પર પ્રેમ કેવી રીતે થાય ?

ભગવાને બધાના શરીર પ્રમાણબધ્ધ અને નિયમબધ્ધ બનાવ્યા છે ,ભગવાનજ તેને ચલાવે છે ,સંભાળે છે પરંતુ કોઈને તેની કદર છે ? તેનો પ્રેમ સમજવો તો દૂર ,ઉલટું માણસ સિગારેટ નો ધુમાડો કાઢતા પૂછે છે કે ,"ક્યાં છે ભગવાન ?"અરે ,તું જે શક્તિ થી આ શબ્દ ઉચ્ચારે છે તે જ ભગવાન છે ,

આવું બેધડક કહેનારા ની પાછળ લોકો દોડે છે ,એનું કારણ ભગવાને તેને બુદ્ધિ આપી છે ,

માનવ પોતાની બુદ્ધિ- જીવન માં ,ધર્મ માં ,અધ્યાત્મ માં , તત્વજ્ઞાન માં,  કોઈ પણ ઠેકાણે ચલાવતો નથી ,

ભગવાને ગીતા માં કહ્યું છે ,योग क्षेम वहाम्यहम् ....જે અનન્ય ચિત્ત હશે તેનો યોગક્ષેમ હું ચલાવીશ ,

યોગક્ષેમ નો અર્થ ફક્ત દળ રોટલી નથી अप्राप्तस्य प्रापणं नाम योग ,लब्धस्य परि रक्षनम् नाम क्षेम् --



જે મળ્યું નથી તે મેળવવું તેનું નામ યોગ અને જે મેળવ્યું છે તેનું સંરક્ષણ કરવું તેનું નામ ક્ષેમ ,ભગવાન કહે છે કે જો તું યોગ્ય રસ્તે ચાલતો હોઈશ ,તું અનન્ય ચિત્ત હોઈશ તો તારા યોગ ક્ષેમ ની જવાબદારી મારી છે