ભાગવત-વ્યાસ વિચાર -page -10








ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી


3:-સ્થાનમ :-સ્થાનમ એટલે શું ? કોઈપણ ગ્રંથ નું અધ્યયન કરવું હોય તો તેની શાસ્ત્રીય પરિભાષા (Terminology )  ની જાણ હોવી જોઈએ ,તે જાણ ના હોય તો તેનું વિપરીત ભાષાંતર થઇ જાય ,


ઉદાહરણ તરીકે વ્યાકરણશાસ્ત્ર માં गुण "શબ્દ છે ,તેનો અર્થ શો ? વ્યવહાર માં ગુણ એટલે સારું લક્ષણ થાય છે ,પરંતુ વ્યાકરણશાસ્ત્ર માં સ્વરો માં જે ફેરફાર થાય છે તેને ગુણ કહેછે ,

ઉદાહરણ તરીકે अदेन्गण: નો અથવા થાય તેને ગુણ કહેછે ,સામાન્ય સંસ્ક્રુત આવડતું હોય તેને પણ તેમને પણ આની ખબર હોતી નથી ,તેથી તરજુમો ગેરસમજ ઉભી કરેછે ,

કેવળ ભાષા આવડે એટલે ચાલતું નથી ,તે ગ્રન્થ ની શાસ્ત્રીય પરિભાષા પણ આવડવી જોઈએ ,

સ્થાનમ નો અર્થ શો? भगवताः लोकमर्यदा पालनेन प्रकर्षः स्थानम् --स्थानम्  એટલે સ્થિતિ ,,કઈ સ્થિતિ ?

સૃષ્ટિ ની ઉત્પત્તિ બાદ એક અનુલ્લંઘનીય ઇશસત્તાત્મક કાયદા ની સૃષ્ટિ નો ઉત્કર્ષ થયો છે ,તે ઉત્કર્ષ કેવી
રીતે થયો તે બતાવ્યું છે ,તેને સ્થાનમ કહ્યું છે

उत्कर्षः नाम  स्थानम् --उत्कर्षः नाम परमेश्वर: --स्थितिवैकुण्ठविजयः I
ઉત્પત્તિ ની બાબત માં પરમેશ્વર નું જે
ચાતુર્ય છે ,,વિજય છે ,,તેનું વર્ણન ભાગવત માં છે

પરમેશ્વરે જે કાયદો નિયમ બનાવ્યો છે તેનાથીજ સૃષ્ટિ ચાલે છે ,તમે નિયમ નો ભંગ નથી કરી શકતા ,એવો નિયમ બનાવવાળો કેવો છે ? ઉદાહરણ તરીકે શરીર લો ,પ્રકૃતિ લો ,,પશુસૃષ્ટિ લો ,,તે નિયમ મુજબ ચાલે છે ,

પરમેશ્વર ના નિશ્ચિત નિયમ છે ,તેજ તેનો ઉત્કર્ષ ,,તે તેનો વિજય છે

કેટલાક લોકો કહે છે કે ભગવાન છે તો પછી આટલી અવ્યવસ્થા જગત માં કેમ છે ? અરે ક્યાં અવ્યવસ્થા
છે ? સૃષ્ટિ માં ક્યાંય પણ અવ્યવસ્થા નથી ,સૃષ્ટિ વ્યવસ્થિત ચાલે છે


તમે પ્રકૃતિ જુઓ ,પશુસૃષ્ટિ જુઓ મનુષ્યસૃષ્ટિ જુઓ ,,તમારું શરીર જુઓ આ બધું નિયમબધ્ધ ચાલતું જોવા મળશે ,તમે વિચાર કરીને નિયમ જાણી શકો છો આવું આવું હોવું જોઈએ ,,તેમાં ફેરફાર કરશો તો તકલીફ ઉભી થશે ,

તમારું લોહી નું દબાણ અમુક મર્યાદા માં હોવું જોઈએ ,શરીર માં અમુક ટકા જ સર્કરા હોવી જોઈએ ,,પરંતુ આ બધા સંકેત કોણે નિર્માણ કર્યાં ?એ વિજય કોનો છે ? આ ઉત્કર્ષ કોનો છે ? તે માનવ નિર્મિત નથી ભગવાને પ્રેમ થી બુદ્ધિ આપી છે તે જ વિશેષ છે ,

આ સૃષ્ટિ નિયમબદ્ધ ચાલે છે આ નિયમ નિશ્ચત કરવાવાળા ને સ્થાનમ  કહે છે ,