ભાગવત -વ્યાસ વિચાર -page -9




ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી


1 ,સર્ગ :- भूतमात्रेन्द्रियधियां जन्म सर्ग उदारुतः I

પહેલા ઇન્દ્રિયો અને બુદ્ધિ નિર્માણ થયા ,અને ત્યરબાદ શરીર નિર્માણ થયું એવું કહેનાર પુરાણ કેટલું બુદ્ધિનિષ્ઠ હશે એવું કેટલાક પૂછે છે ,પરંતુ આપણે જોયું કે સૃષ્ટિ ની નિર્મિતિ ઈચ્છાપૂર્વક છે ,જડપૂર્વક નથી ,તેથી ઇન્દ્રિયો અને બુદ્ધિજ પહેલા નિર્માણ થયા છે

લિંગદેહ -સુક્ષ્મદેહ જ પહેલા નિર્માણ થાય અને તે સ્થૂલદેહ નિર્માણ કરી શકે છે ,ઊંઘ માં-સ્વપ્ન માં આપણે તેવો અનુભવ કરી શકીએ છીએ ,તેમાં સ્થૂલદેહ વગર પણ આપણે કઈંક ક્રિયા પણ કરીએ છીએ ,સ્થૂલદેહ ,સ્થૂલદેહ વગર પણ કામ કરી શકે છે ,

ભાગવત એમ નથી કહેતું કે પહેલા હાથ ,પગ ઇત્યાદિ નિર્માણ થયા ,તે કહે છે કે પહેલા જ્ઞાનેન્દ્રિય અને પછી કર્મેન્દ્રિય નિર્માણ થઈ તેને જ સર્ગ કહે છે ,

2 :- વિસર્ગ :-સત્વ ,રજસ ,તમ ઇત્યાદિ ગુણો ના ન્યૂનાધિક્ય જેથી જે એક સર્જન થાય છે તેને વિસર્ગ કહે છે

,સાંખ્ય શાસ્ત્ર ની દ્રષ્ટિએ પણ સત્વ ,રજસ ,તમ, ની સામ્યાવસ્થા એટલે પ્રકૃતિ છે ,તેમાં જયારે વિષમાવસ્થા થાય ન્યૂનાધિક્ય થાય ત્યારે સૃષ્ટિ નો વિરાટ પુરુષ નિર્માણ થાય છે

,તે સૃષ્ટિ નું વર્ણન વિસર્ગ ના રૂપ માં આવે છે ,તેને વૈયક્તિક સૃષ્ટિ કહે છે ,તે સૃષ્ટિ માં વનસ્પતિ ,પશુ ,પંખી ,પેટે ચાલવાવાળા પ્રાણી ,માનવ ,રાક્ષસ ,ગંધર્વ ,પિશાચ ઇત્યાદિ થાય છે

પહેલા પ્રાકૃતિક સૃષ્ટિ અને પછી વૈયક્તિક સૃષ્ટિ થાય છે એમ કહેવું શાસ્ત્રીય છે ,

જે સર્ગ છે તેને તત્વજ્ઞાન ની ભાષા માં કહેવું હોય તો અભેદકર સર્જન (undifferentiated creation )કહે છે

વિસર્ગ ને ભેદકર સર્જન (differentiated creation } કહે છે ,

સૃષ્ટિને નિર્માણ કરી મનુષ્ય નિર્માણ કર્યો --આ બધું વિસર્ગ માં આવે છે ,કેવળ મનુષ્ય નું ખોખું નિર્માણ ના કર્યું પણ તેમાં કઈંક --સજ્ઞાનમ ,વિજ્ઞાનમ , આજ્ઞાનામ પ્રજ્ઞાનમ વિગેરે ભર્યું તેને કહે છે વિસર્ગ ,