ભાગવત -વ્યાસ વિચાર-Page-1

નારાયણ પર  ગ્રંથ -----ભાગવત

માનવને નારાયણ પર (ઈશ્વરાભિમુખ ) બનાવવાનો પ્રયત્ન ઋષિઓએ અને શાસ્ત્રકારોએ કર્યો છે
પરંતુ ફક્ત તેમના પ્રયત્ન થી નહિ ચાલે,નારાયણ પર થવા માટે માણસે પોતે પણ પ્રયત્ન કરવો પડશે

આ જગતમાં એકના પ્રયત્નથી બીજાને ફાયદો થતો નથી જેનો પ્રયત્ન હશે તેને જ ફાયદો થશે,
માનવને નારાયણ પર બનાવવો છે, પરંતુ માનવ એટલો દુર્બળ,લાચાર,અગતિક,અસહાય,અને નિષ્તેજ છે,
કે તેને કોઈકની લાકડીનો આધાર લેવો પડે છે, 
તો પછી નારાયણ નો આધાર શા માટે ના લેવો ?

જીવન માં નારાયણપરતા આવવી જોઈએ,પણ તે લાચારી કે અગતિકતાથી નહિ પણ ભાવથી આવવી જોઈએ,અથવા તો સંબંધથી આવવી જોઈએ
આ જગતમાં આપણે નિર્બળ તો છીએ જ,તેથી બધાને તેના શરણે જવું પડશે 
જેની લીટી લીટીમાં નારાયણપરતા છે એવો એક ગ્રંથ છે જે વેદવ્યાસે લખ્યો છે તેનું નામ છે શ્રીમદ્ભાગવત

જીવન નારાયણપર હોવું જોઈએ પરંતુ નારાયણપરતા ભાવથી અથવા સંબંધ થી હોવી જોઈએ,
જે નારાયણપરતા સંબંધ અથવા ભાવ થી આવશે તે જ વિકાસને માટે ઉપયોગી થશે 
આવશ્યકતા ને લીધે સ્વીકારેલી નારાયણપરતા,આવશ્યકતા પુરી થયા બાદ ઢીલી પડી જશે 

બાળક ને શરુ શરુ માં માં ની આવશ્યકતા ને લીધે મા પર પ્રેમ હોય છે પણ 
જયારે મા ની આવશ્યકતા પુરી થાય છે ત્યારે પ્રેમ ઓછો થાય છે અને ફરજ તરીકે મા ની સેવા કરે છે

નારાયણપરતા ભાવથી પ્રેમથી,અથવા સંબંધથી હોવી જોઈએ,એવું કહેવાવાળો ગ્રંથ છે શ્રીમદ્ભાગવત

ભાગવત એક પ્રાસાદિક,પ્રસન્નતાથી ભરેલો ગ્રંથ છે 
ભાગવત વિષે વિચારવું હશે તો પહેલા વેદવ્યાસ ને નમસ્કાર કરવા પડશે,
તેઓ લોકોત્તર તત્વજ્ઞાની હતા તે છતાં તેમણે જુદા જુદા રૂપે પુરાણોમાં વાર્તાઓ કહી છે,
તેમના બ્ર્હ્મસૂત્રો તત્વજ્ઞાનથી એટલા તો સમૃદ્ધ છે કે વલ્લભાચાર્ય,રામાનુજાચાર્ય,શંકરાચાર્યને પણ
બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખવું પડ્યું .
આટલા મહાન તત્વજ્ઞાની વાર્તા શા માટે કહે ?
વાર્તાઓ કહેવા પાછળ,માનવ જાતિને માટે તેમના અંતઃકરણ માં પ્રેમ છે,
તેમને વ્યક્તિને માનવજીવનને ઉભું કરવું હતું

એક માનસશાત્રીય સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો છે 
જે ગોખવામાં અથવા ગોખાવામાં આવે છે,જે શીખવવામાં આવે છે તેને શિક્ષણ કહે છે 
અને જે ઉપાડવામાં આવે છે તેને સંસ્કાર કહે છે શિક્ષણથી વધારે કિંમત સંસ્કારની છે

   INDEX                                                                                                       NEXT