ભાગવત -વ્યાસવિચાર-Page-2


સંસ્કાર અને શિક્ષણ -એ બંનેમાં બહુ મોટું માનસશાસ્ત્રીય અંતર છે,
છોકરાઓને એવું ચરિત્ર દેખાડવાનું કે જેથી તેમને લાગે મારે પણ તેવા બનવું છે.

"તું એવો થા" એવી આજ્ઞા કોઈ પણ વ્યક્તિ માનતી નથી,
વ્યક્તિ અંદર ની આત્મશક્તિ ની આજ્ઞા માને છે

એક દ્રષ્ટાંત આપું,
રામપુરના નવાબ બીમાર પડ્યા અને તેમની વાણી બંધ થઇ ગઈ.તે બોલી શકતા ના હતા,
બધાને લાગ્યું કે નવાબ ની ઘડીઓ ગણાય છે.
એક તરફ હકીમ અને ડૉક્ટર બેઠા હતા બધા ને લાગતું હતું કે આ માંદગીમાંથી નવાબને ઉભા કરવા મુશ્કેલ છે,કારણ ,નવાબ ની વાણી જ બંધ થઇ ગઈ હતી.

એટલા માં લીલાધર વૈદ આવ્યા ,તેમણે નવાબ ને તપાસ્યા અને કહ્યું -
એમાં શું છે ?કઈ ગંભીર બીમારી નથી નવાબ સારા થઇ જશે ,,હું તેમને સારા કરીશ,
પરંતુ કહો નવાબને દવા પાઇ ને સારા કરું કે દવા દેખાડી ને સારા કરું ?
આ સાંભળી ને બધા અચરજ માં પડી ગયા,
તેમને લાગ્યું કે લીલાધર વૈદ્ય ઘમંડી થયા લાગે છે દવા પાઇ ને દર્દી ને સારા કરી શકાય તે સમજી શકાય તેવી વાત છે પણ આ તો દવા દેખાડી ને સારા કરવા ની વાત કરે છે 
તેમણે કહ્યું દવા દેખાડી ને જ નવાબ ને સારા કરો.

લીલાધર વૈદ્યે કહ્યું-ઠીક છે હું તેમને દવા દેખાડીનેજ સારા કરું છું.
વૈદ્યે એક છોકરાને બોલાવી પચાસ લીંબુ મંગાવ્યા અને સાથે એક ચપ્પુ પણ મંગાવ્યું ,
છોકરો લીંબુ લઇ આવ્યો એટલે વૈદ્યરાજ નવાબ ના મોઢા પાસે એક પછી એક લીંબુ કાપવા લાગ્યા,
તે જોઈ ને નવાબ ના મોઢા માં પાણી છૂટ્યું 
અને અંદર નો જામેલો કફ છૂટો પડી ગયો નવાબ ની વાણી છૂટી થઇ ગઈ.

આવી રીતે ચરિત્ર નું વર્ણન કરી સામે વાળાના મોઢામાં પાણી છૂટવું જોઈએ 
ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં આજ રસ્તો અપનાવ્યો છે 
તેમણે ગીતામાં સ્થિતપ્રજ્ઞનું વર્ણન ,ગુણાતીતનું વર્ણન ,ભક્તનું વર્ણન એટલું સુંદર કર્યું છે કે 
જે સાંભળી ને આપણને તેવા થવાનું મન થાય.

ભાગવત માં વેદવ્યાસે ધ્રુવ,પ્રહલાદ ઇત્યાદિનું ચરિત્ર એટલું સુંદર કર્યું છે કે 
તે વાંચી સાંભળીને આપણી અંદર એક અભિલાષા નિર્માણ થાય છે ,તે પાકી થાય છે 
બીજાએ આપેલી અભિલાષા ફેંકી દઈ શકાય પરંતુ અંદર નિર્માણ થયેલી અભિલાષા સુદ્રઢ થઇ જાય છે 
તે ફેંકી શકાતી નથી.તેથી જ સંસ્કાર જુદી વાત છે 

ગુરુ પાસે જઈએ,ગુરુમુખે સ્વૈર કથાઓ સાંભળીને તેવા બનવાની અભિલાષા આપ મેળે જ નિર્માણ થાય છે અને પોતે જે નિશ્ચય કરે છે તેને જ સંસ્કાર કહે છે

   INDEX