ભાગવત વ્યાસ વિચાર-Page-3

મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફકત અર્જુનને ગીતા કહી,
જયારે સૃષ્ટ્રિ છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે ઉદ્ધવને ઉપદેશ આપ્યો.

વેદવ્યાસ ને લાગ્યું કે ભગવાને રણાંગણમાં જે તેજસ્વી તત્વજ્ઞાન કહ્યું છે તે મારે સમાજ ને કહેવું જોઈએ 
તેવી રીતે જયારે સૃષ્ટ્રિ છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને ભક્ત ઉદ્ધવ ને જે ઉપદેશ આપ્યો છે 
તે હું જ્યાં સુધી સમાજને ના કહું ત્યાં સુધી મારુ કામ પૂરું થતું નથી તેથી હું શોક કરું છું.
આનો અર્થ એ નથી કે વેદવ્યાસ વ્યથિત -દુઃખી હતા,
પરંતુ તેમને લાગ્યું કે જ્યાં સુધી તે હું સમાજને ના કહું ત્યાં સુધી મારુ કાર્ય અધૂરું રહેશે 
તેથી ભાગવતની નિર્મિતિ થઇ 

ભાગવતની મહત્તા ક્યા શબ્દો માં કહું ?
ગીતા અને ભાગવત -બન્ને ભાગવત ધર્મના પ્રમાણભૂત ગ્રંથ છે
જેમ ભાગવત ગ્રંથ છે તેમ ભાગવત ધર્મ છે ભાગવત વિચારધારા છે,જ્ઞાન અને ભક્તિનો સુમેળ ભાગવતમાં જોવા મળે છે,તેથી પરમજ્ઞાની અને પરમભક્ત બંનેને આ ગ્રંથ પોતાનો લાગે છે

કૃષ્ણભક્તિના અલગ અલગ સંપ્રદાયો ભારત માં છે,
આ બધા સંપ્રદાયોની આદ્યસંહિતા કોઈ હશે તો તે ભાગવત છે,તે જ્ઞાન પૂર્ણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.
ભાગવત ન રાસક્રીડા એ મધુરા ભક્તિનું અંતિમ દર્શન છે 
ભાગવત એ જ્ઞાની ભક્ત ની સ્થિતિં સુધી લઇ જવા વાળી સંહિતા છે

એક અચરજ ની વાત છે,
ઘણા સમય સુધી લોકોને લાગતું હતું કે સંસ્કૃત-ભાષાના સાહિત્યનું અંગ્રેજી-કરણ થયું,
તેમાં સૌ પેહલા ગેટે એ શાકુન્તલ નું ભાષાંતર કર્યું 
આજે પણ ઘણા વિદ્વાનો માને છે પરંતુ ભારતના પહેલા ગવર્નર જનરલ વૉરેન હેસ્ટિંગ્સે,મહેનત કરીને ભાગવત નું અંગ્રેજી માં ભાષન્તર કર્યું હતું 
તેનો સ્પષ્ટ ઉલ્લેખ એમરસનના લિટરેચર નામના નિબંધ માં જોવા મળે છે 
વૉરન હેસ્ટિંગ્સને ભાષાંતર કરવાની ઈચ્છા થઇ,એટલો સુંદર ભાગવત ગ્રંથ છે.

ભાગવત ની મહત્તા ભાગવતકારે પોતેજ લખી છે કેટલાક ગ્રંથ એવા હોય છે કે 
તેની મહત્તા ગ્રન્થકારે પોતેજ લખવી પડી છે 
ભાગવત ની મહત્તા પદ્મપુરાણ માં જોવા મલે છે

   INDEX