માનવ જીવનના પાંચ ઓરડા છે.
માનસશાસ્ત્ર ,સમા જશાસ્ર ,અર્થશાસ્ત્ર ,રાજનીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાન.
આ પાંચે ઓરડા પ્રકાશિત થવા જોઈએ.
રાજનીતિ માં ફરવાવાળા માટે જ રાજનીતિ છે એવું નથી.
તમારી પત્ની પણ રાજનીતિનો ઉપયોગ કરે છે
ઉદાહરણ તરીકે એન્જીનીઅર પતિ તડકા માં કામ કરીને આવ્યો છે,
માટે હમણાં અમુક વાત ના કરું બે કલાક બાદ વાત કરીશ
આવી સમજ માં રાજનીતિ આવી ગઈ.
જેમ માનવ જીવન ના પાંચ ઓરડા પ્રકાશિત થવા જોઈએ,તેમ માનવ ને જીવન નું ધ્યેય આપવું જોઈએ.
તે માટે વેદવ્યાસે મહાભારત ગ્રંથ લખ્યો.
મહાભારત માં જીવનનું ધ્યેય છે ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ છે એટલું જ નહિ,તેજસ્વિતા છે નીતિ મત્તા છે બધું છે પણ તેની બેઠકમાં ઇતિહાસ છે.
જ્ઞાનેશ્વર તરફ આપણું ખેંચાણ વધારે છે,કારણ તેમના જીવન માં ભક્તિ ની બેઠક છે.
માટે નીતિ ,જોશ ,તત્વજ્ઞાન વગેરેની બેઠકમાં ભક્તિ હોવી જોઈએ એમ વ્યાસજીને લાગ્યું
તેથી તેમણે ભાગવત ગ્રંથ ની રચના કરી ,,,
આ જગત માં વાંચવા જેવા ઘણા ગ્રંથો છે.માયા નું વર્ણન કરવાવાળા ગ્રંથ છે,કેટલાક આત્મજ્ઞાન સમજાવવાળા ગ્રંથ છે,નીતિ નું પ્રતિપાદન કરવાવાળા ગ્રંથ છે પરંતુ બધા વિચાર વાર્તા રૂપે કહી ને ,
સહજ સુલભ બનાવી ને સામાન્ય જન ના હાથ માં આપવાનું કામ કોઈએ કર્યું હોય તો તે ભાગવતે કર્યું છે.
તેમાં તેમણે આત્મજ્ઞાન ,નીતિ વગેરે બધું વાર્તામાં બેસાડીને કહ્યું છે ,એટલું જ નહિ ,વેદાંતનું તત્વજ્ઞાન આચાર માં કેવી રીતે લાવવું ? તે કહેવાનો આગ્રહ ભાગવતમાં છે તે જ ભાગવતની મહત્તા છે
ભાગવતનું તત્વજ્ઞાન -ભાગવતની ઉપાસના પદ્ધતિ અને ભાગવતના કથા સંગ્રહ,
બાબત માં બે પરંપરા દેખાય છે જેમને ભાગવત નો અભ્યાસ કર્યો હશે તેમના માટે આ કહું છું.
એક વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ-વિશિષ્ટ વિચારધારા-વિશિષ્ટ તત્વજ્ઞાન-વિશિષ્ટ કથા સંગ્રહ નિશ્ચિત થયા પછી તે પરંપરા સમાજના અંતિમ માનવ સુધી લઇ જવા જે પ્રયત્ન કરવા માં આવ્યો છે તેના બે પ્રકાર છે.
એક પરંપરા વિષ્ણુ થી શરુ થઇ છે.વિષ્ણુ એ બ્રહ્મદેવ ને ભાગવત આપ્યું ,
બ્રહ્મદેવે નારદ ને અને નારદે વેદવ્યાસ ને વેદવ્યાસે શુકદેવને.
શુકદેવે સુત નેઆપ્યું સુતે શૌનક ને ભાગવત આપ્યું
આ પરંપરા નું વર્ણન ભાગવત ના પહેલા ,બીજા અને બારમા સ્કંધ માં છે
બીજી પરંપરા માં વિષ્ણુએ શેષ ને આપ્યું ,શેષે સનતકુમાર ને,સનતકુમારે સંખ્યાયન ને,
સંખ્યાયને પરાશરને ,પરાશરે મૈત્રેયને અને મૈત્રેયે વિદુરજીને કહ્યું-આ બે પરંપરા છે