ભાગવત -વ્યાસ વિચાર-PAGE-5

ભાગવતમાં ક્યા વિષય વર્ણવ્યા છે ? 
દ્વિતીય સ્કંધ ના દસમા અધ્યાય માં પ્રથમ શ્લોક માં તેનું વર્ણન છે

अत्र सर्गो विसर्गस्च स्थानं पोषन भूतयः I मन्वन्तरे शनुकथा निरोधो मुक्तिरश्राय II

હું આ વિષય ખાસ કહું છું ,કારણ ,પંડિતો ભાગવતને નિમ્નસ્તરની સંહિતા માને છે-શા માટે ?

તો કહે છે કે તેમાં વિકસન પરંપરાનો  (ORDER OF EVOLUTION ) યોગ્ય ક્રમ આપેલો નથી
તેમનું કહેવું છે ભાગવતમાં પેહલા સર્ગ પછી વિસર્ગ કહેવામો આવ્યો છે પરંતુ સર્ગનો અર્થ શો ?


भूतमतरेन्द्रियधियां जन्मसर्ग उदरुतःI

पञ्च तन्मात्रा ,पञ्च ज्ञानेन्द्रिय ,,पञ्च कर्मेन्द्रिय ,पञ्च महाभूत ,,अहङ्कार ,,बुधि આને સર્ગ કહે છે.

આની ઉત્પત્તિ પહેલા થઇ અને તેને પ્રાકૃતિક સર્ગ કહે છે.

સર્ગ ની પછી વિસર્ગ કહ્યો છે ,વિસર્ગ એટલે પશુ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ ,અને મનુષ્ય સૃષ્ટિ.
પંડિતો નું શંકા સ્થાન અહીં છે.
ભાગવત જ્ઞાનપૂર્ણ ,જ્ઞાનપ્રધાન ગ્રંથ છે 
કે પછી તે આબાલ -વૃદ્ધ -સ્ત્રી પુરુષો ને સમજાવવા માટે લખેલો ગ્રંથ છે ?
એવું હોય તો તેમાં સર્ગ પછી વિસર્ગ કેમ કહ્યું છે ?

જેઓ ભાગવત ના હિમાયતી છે તે કહે છે કે છંદાનુક્રમ હોવાને કારણે એવું લખ્યું છે પરંતુ આ ખરું નથી.
સર્ગ એટલે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય ,પંચ મહાભૂત ,પંચ તન્માત્રા ,અહંકાર અને બુદ્ધિ --એવો અર્થ સ્પષ્ટ ભાષા માં ભાગવત માં લખેલો છે.
કેટલાક ભણેલા લોકો ને લાગે છે જ્યાં શરીર સૃષ્ટિ નિર્માણ થઇ નથી ત્યાં ઇન્દ્રિયો ,મન ,બુદ્ધિ ,નિર્માણ થયા એમ કહેવું અશાસ્ત્રીય છે આ બધી પ્રાણી સૃષ્ટિ નિર્માણ થવા પહેલા ઇન્દ્રિયો કેમ નિર્માણ થઇ ?
તે વાત તત્વજ્ઞાનમાં બેસતી નથી 
સામાન્ય લોકો ને પણ એવી શંકા છે કે પહેલા સર્ગ પછી વિસર્ગ કેમ થાય ?

પચાસ સો વર્ષ પહેલા શિક્ષિત લોકો પશ્ચિમ ના લામાર્ક ,ડાર્વિન ,હેગેલ ના ગ્રંથો વાંચ્યા પછી 

ભાગવત જેવા પૌર્વાત્ય ગ્રંથો પણ વાંચતા હતા.
આજે તો એ બધું ચાલી ગયું છે આજે તો માહિતી આવી ગઈ છે 
ભણવાની શક્તિ અને વૃત્તિ ઓછી થઇ ગઈ છે પરંતુ તે કાળમાં એવું નહોતું.

વિકાસવાદ વાંચ્યા પછી એક શંકા નિર્માણ થાય કે ઇન્દ્રિયો બુદ્ધિ ,અહંકાર નિર્માણ થયા બાદ પશુ અને માનવ સૃષ્ટિ નિર્માણ થઇ તે અશાસ્ત્રીય છે.
અહીં પ્રશ્ન છે કે વિકાસવાદ ની સહાયતા થી શું જગત નું ગુઢ રહસ્ય ખોલી શકાય છે ?
વિકાસવાદે જગત ના ગૂઢ રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે