ભાગવત -વ્યાસ વિચાર-Page-6

ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી 

વિકાસવાદ અને પુનર્જન્મવાદ ,બન્નેનો સંબંધ બહુ મનોરંજક છે,

પુનર્જન્મ નો વિચાર હમણાં આઘો રાખીએ,
તો પણ મૃત્યુ બાદ જીવનનું અસ્તિત્વ રહે છે ,એ પ્રત્યક્ષ સિદ્ધ થયેલી વાત છે

મૃત્યુ બાદના જીવનની વિકાસવાદની સાથે સંગતિ કેવી રીતે થશે ? 

આ એક બોધપ્રદ વિષય છે સેમેટિક લોકો પુનર્જન્મ માનતા નથી ,
તો પણ મૃત્યુ બાદ જીવતત્વ રહે છે તે સિદ્ધ થયેલી વાત છે ,,

બાહ્ય સ્થૂલ દેહના મૃત્યુથી,સૂક્ષ્મદેહ --લિંગ દેહનો નાશ થઇ શકતો નથી,બાહ્ય સ્થૂલ દેહ વગર પણ લિંગ દેહ રહી શકે છે એટલું જ નહિ ,બાહ્ય દેહ ઉપર સુક્ષ્મ દેહ સત્તા પણ ચલાવે છે,

દેહIપાત બાદ જો સૂક્ષ્મ દેહ જીવતો રહે છે તો ,સ્થૂલ દેહના અસ્તિત્વની પહેલા પણ સુક્ષ્મ દેહનું અસ્તિત્વ રહી શકે છે ,એ તર્ક સંગત વાત છે ,

સુક્ષ્મ દેહ એટલો શક્તિશાળી છે કે તેની સત્તા સ્થૂલ દેહ પર ચાલે છે ,

એક સ્થૂલ દેહ છોડીને તે બીજો સ્થૂલ દેહ બનાવી લે છે 
આમ સ્થૂલદેહની પહેલા ઇન્દ્રિયોનું અસ્તિત્વ હોઈ શકે છે (અહીં ઇન્દ્રિય એટલે સુક્ષ્મ ઇન્દ્રિય)

કેટલાક કહે છે કે સુક્ષ્મ દેહ -લિંગ દેહ વગેરેની વાતો કરીને તત્વજ્ઞાને
આ શા માટે ગોટાળો ઉભો કર્યો છે ?

શંકા ની વાત એ છે કે જ્યાં સુધી પ્રાણી સૃષ્ટિ નિર્માણ ના થઇ 
ત્યાં સુધી ઇન્દ્રિયો અને બુદ્ધિ નું નિર્માણ કેવી રીતે થઇ શકે ?

ભણેલા ગણેલા લોકો તો આ સુક્ષ્મ દેહ સાથે વાત વહેવાર પણ કરે છે
છતાં સુક્ષ્મ દેહ વિષે શંકા પ્રદર્શિત કરે છે એજ આશ્ચર્ય ની વાત નથી ?
સુક્ષ્મ દેહ -લિંગ દેહ એ તત્વજ્ઞાનીઓએ ઉભો કરેલો ગોટાળો નથી પણ સત્ય હકીકત છે ,,,

પ્રત્યેકને સ્વપ્નું તો આવ્યુ જ હશે 
આપણે સ્વપ્નમાં ચાલીયે છીએ ,બોલીએ છીએ ,સાંભળીએ છીએ ,લખીએ છીએ 
આપણી સ્પર્શ ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીએ છીએ ,
એનો અનુભવ આપણાને રાત દિવસ થતો હોય છે

તે સમયે સ્થૂલ દેહ હોય છે ?અને હોય તો ક્યાં હોય છે ?
જો સ્થૂલ દેહ ના હોય તો તેનો જે અનુભવ થાય છે તે શું ખોટો છે ?
તેનો સંબંધ સુક્ષ્મ દેહ સાથે હોય છે

તેથી સ્થૂળ દેહ પહેલા સુક્ષ્મ દેહનું હોવું તર્ક સંગત છે ,યોગ્ય છે, શાસ્ત્રીય છે ,
તેથી ભાગવતનું જે વિધાન છે કે સુક્ષ્મ દેહ પહેલા હોય છે તે બરાબર છે ,

શંકરાચાર્યે તો તેના પર વેદાંતનો એક સ્લોક લખ્યો છે ,

स्वप्न स्त्रिसंग सौख्यादपि भृशंसतो या च रेतश्श्चुति स्यात् I
स द्रश्या तत्द्व देतत्स्फ़ुरति जगदसत्करणं सत्यकल्पम् II
स्वप्ने सत्यः पुमानस्या द्युव्तिरिह् मृषैवानयोः संयुतिस्च   I
प्रातः शुक्रेण वस्त्रोपह्तिरिति यतः कल्पनामुलमेतत   II