ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
સુક્ષ્મ દેહ વગર ,સ્થૂલ દેહ ની ઉત્પત્તિ નો સંભવ નથી ,પહેલા સુક્ષ્મ દેહ અને ત્યારબાદ સ્થૂલ દેહ ની નિર્મિતિ છે
સ્થૂલ દેહ ની નિર્મિતિ બાદ ઇન્દ્રિયો નિર્માણ નથી થઇ ,પેહલા સુક્ષ્મ દેહ ત્યારબાદ તેને રમવાને માટે ,તેની જરૂરિયાત ને લીધે સ્થૂલ દેહ ની નિર્મિતિ છે
લામાર્ક ,ડાર્વિન સ્વીકારવા હશે તો પણ પેહલા સુક્ષ્મ દેહ અને ત્યારબાદ સ્થૂલ દેહ ની નિર્મિતિ માનવી પડશે
આ જ શાસ્ત્રીય સત્ય છે ,
ભાગવત આદિ પૌરાણિક ગ્રંથ ચૈતન્ય પૂર્વક સૃષ્ટિ રચના માને છે ,આપણી દ્રષ્ટિ એ આખી સૃષ્ટિ ઈચ્છાપૂર્વક છે
હેગેલ વિગેરેને સૃષ્ટિનિર્મિતિ ઈચ્છાપૂર્વક માનતા નથી ,તેઓની દ્રષ્ટિ થી આખી સૃષ્ટિ જડ પૂર્વક છે ,ચૈતન્ય પૂર્વક સૃષ્ટિનિર્મિતિ માનવાવાળા પૌર્વાત્ય લોકો વધારે શાસ્ત્રજ્ઞ છે અને તેઓ જે કહે છે તે પૂર્ણ તર્કબદ્ધ છે ,
આજની પેઢી તો વિચારતીજ નથી તેના માટે તો વિચાર કરવો નકામો છે ,તેને તો ફક્ત રોટલી ,રમત ,અને સિનેમા કરતાં વધારે કશુ જોઈતું નથી ,તેઓ पश्यति इति पशुः ---સ્થૂલ ઇન્દ્રિયોને ખબર પડે છે ,તેટલું જ માને છે ,બીજું કંઈ માનતા નથી ,
પાછલી એક પેઢી એવી હતી કે જે નહતી નાસ્તિક નહોતી આસ્તિક ,,તે અજ્ઞેયવાદી (AGNOSTIC) હતી ,તેને તત્વજ્ઞાન ના પુરાતન સંસ્કાર હતા અને નવા વિચાર આવ્યા હતા ,તેમણે સ્પેન્સર વાંચ્યો હતો લામાર્ક ,ડાર્વિન ,હેગલ ને પણ વાંચ્યા હતા, .તેથી તેમની એવી દ્રષ્ટિ થઇ ગઈ હતી અને તેથીજ તેઓ પૌરાણિક ગ્રંથ કંઈક નિમ્ન સ્તર ના છે એવું સમજતા હતા ,
ભાગવતે જે ઉત્પત્તિ નો ક્રમ લખ્યો છે તે બરાબર નથી એવું માનતા હતા ,આવા મોટા મોટા લોકો જે લખે છે તેમને યુનિવર્સિટી ની મોટી મોટી ડિગ્રીઓ મળી હોય છે તેમની યુનિવર્સિટી ની લાંબી ડિગ્રીઓ જોઈ ને આપણે તેમને માન્યતા આપીએ છીએ અને તેમનું કહેવું આપણને સાચું લાગે છે ,,