ભાગવત-વ્યાસ વિચાર page -13




ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી

7-ईशानुकथा - ईशानुकथा  એટલે   શ્રી હરિ  અને  ભક્ત ના  ચરિત્ર ની  કથા 

સૃષ્ટિ માં અનંત ચમત્કાર છે ,અરે ,   માનવ શરીર પણ ચમત્કાર થી ભરેલું છે ,

ડૉક્ટર ને પૂછીએ તો કહેશે ક્રોમોસોમ થીઅરી પ્રમાણે શરીર માં અડતાલીશ રંગપરમાણું છે
પુરુષ ના વીર્ય માં અને સ્ત્રી ના રજ માં ચોવીશ રંગપરમાણુ છે ,શા માટે ? 

વીર્ય અને રજ મળી ને નવું શરીર તૈયાર થાય અને નવું શરીર અડતાલીશ રંગપરમાણુ નું બને ,
આવું કેમ છે  ?આ જ  ચમત્કાર છે

સૃષ્ટિ માં આવા તો અનેક ચમત્કાર છે ,અવકાશ માં વિવિધ ખગોલો ,ગુરુતવાકર્ષણ થી અઘ્ધર રહ્યા છે
તે અધ્ધર કેવી રીતે રહ્યા છે ? તેને કોઈ આધાર નથી ,

સૃષ્ટિ આટલી નિયમ બદ્ધ અને ચમત્કારો થી ભરેલી છે ,
એટલું હોવા છતાં ભગવાનને સગુણ અવતાર લઇ ને આવવાની જરૂર પડેછે ,
સામાન્ય માણસ ને સામાન્ય ચમત્કાર જોઈએ ,ગોપાલ કૃષ્ણ એ ગોવર્ધન પર્વત ઉપાડ્યો --
આ સાંભળીને આપણે આશ્ચર્ય ચકિત થઇ જઈએ છીએ ,

ભાગવત કથા સાંભળવા વાળા ને સર્ગ ,વિસર્ગ ,પ્રકૃતિ વગેરે શું છે ? સત્વ ,રજસ ,તમસ શું છે ?
તે બાબત માં રસ પડતો નથી ,તેમને ઈશ કથા માં સગુણ સાકાર રૂપ લઈને જે શક્તિ આવે છે તેમાં રસ પડે છે ,
पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतम |   धर्मसंस्थापनाय संभवामि युगे युगे ||


ભગવાન અવતાર લઇ ને આવે છે ,જે કર્મયોગી છે તેને મદદ કરવા ,
અને જ્ઞાની ભક્ત જોડે રમવા માટે આવે છે
આવી ઈશ કથા ,અને  ભગવાને ભક્ત ને સંભાળ્યા છે ,તેવી કથા ,
સામાન્ય માણસ ના હૃદય માં ઈશ વિશ્વાસ નિર્માણ કરે છે 
આવી ઈશ કથા અને ભક્તો ની કથા ભાગવત માં આવે છે