Showing posts with label સુવિચાર. Show all posts
Showing posts with label સુવિચાર. Show all posts

suvichar-11 ભક્તિયોગ

ભક્તિયોગમાં અદ્વૈત(એક) માં થી દ્વૈત (બે ) થાય છે.
જયારે એક જ બ્રહ્મ ને માનવામાં આવે ત્યારે અદ્વૈત અને
જયારે બ્રહ્મ અને હું એટલે કે પરમાત્મા અને આત્મા એમ બે થાય ત્યારે દ્વૈત ......

બ્રહ્મ જયારે અવતાર લે (દેવ બને-કૃષ્ણ બને )ત્યારે ભક્તિ યોગ અસ્તિત્વ માં આવે .....
ભક્તિ યોગમાં અવતાર -દેવ -કૃષ્ણ ને જ બ્રહ્મ માની લેવાનું છે .

વળી ભગવાન વ્યક્તિ તરીકે હાજર છે -દેવ તરીકે હાજર છે --એટલે
બધા તર્ક છોડી જો કૃષ્ણ ના શરણે જવાય તો બ્રહ્મ હાથ વેંત માં છે ......
એટલે જ પ્રભુ ને પામવાનો આ ભક્તિમાર્ગ સહુથી સરળ છે ....

ગોપીભાવ કેળવવો સહેલોય છે અને અઘરો પણ છે ......
આપણો અહમ જો કૃષ્ણ ને ભગવાન માનીને તેના શરણે જવા તૈયાર હોય તો
પ્રભુ દૂર નથી.......


ભક્તિ શબ્દ ને એકલો રાખવા કરતાં "તીવ્ર ભક્તિ "તરીકે રાખવો જરૂરી છે.
અને આવી તીવ્ર ભક્તિ નું ઉદાહરણ ગોપી--મીરાં --નું છે ........
નારદજીએ "ભક્તિ-સૂત્ર"માં ભક્તિની વ્યાખ્યા આપતાં કહ્યું છે-કે ગોપી જેવી ભક્તિ

ગીતાના આ નીચેના શ્લોક ભક્તિયોગ માટેના મુખ્ય છે 

ગીતા ૯-૨૭

કૃષ્ણ -અર્જુન ને કહે છે -
--તુ જે કંઇ કરે છે
--જે કંઇ જમે છે
--જે કંઇ હોમે છે (યજ્ઞ માં )
--જે કંઇ દાન કરે છે
--જે કંઇ તપ કરે છે(સ્વધર્મ -ચરણરૂપ)
તે સર્વ મને અર્પણ કર ...

ગીતા ૯-૩૪
--મન થી મારો થા (મન ને મારા માં સ્થિર કર )
--મારો ભક્ત થા
--મારું પૂજન કર અને
--મને નમસ્કાર કર
આ પ્રમાણે મારે શરણે થઇ (ચિત્ ને મારામાં સ્થિર કરી)
તુ (તારા) આત્માને --મારામાં જોડીને (ઐક્યભાવ થી )
મને જ પ્રાપ્ત થઈશ .

ગીતા ૧૮ -૫૨-૫૩-૫૪
જે મનુષ્ય
--વિશુદ્ધ બુદ્ધિ થી યુકત
--મિતાહારી
--દ્રઢ વૈરાગ્ય નો આશ્રય કરી
--નિરંતર ધ્યાનયોગ માં પરાયણ રહી
--સાત્વિક ધારણા થી અંતકરણ ને વશ કરી
--વિષયોને ત્યજીને
--રાગ દ્વેષ ને નષ્ટ કરીને (૫૨)

--અહંકાર --સામર્થ્ય (બળ)--મગરૂરી --કામ --ક્રોધ -સંગ્રહ છોડીને
--મમતારહિત થઇ શાંત રહે છે
--તે બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે (૫૩)

--આવો બ્રહ્મરૂપ થયેલો પુરૂષ
--પ્રસન્ન ચિત્ત વાળો થઈને
--ના કોઈ શોક કરે છે
--ના (કોઈ પદાર્થ ની )આકાંક્ષા કરે છે
અને આમ
સર્વે પ્રાણી ઓમાં (સર્વ ભૂતોમાં ) સમ બુદ્ધિ રાખીને (સમભાવ થયેલો)
મારી પરાભક્તિ ને પામે છે (૫૪)

ગીતા ૧૨-૮
--મારા માં મન ને લગાડ
--મારા માં જ બુદ્ધિ ને પરોવ
એ પછી
તુ મારા માં જ વાસ કરીશ (મને જ પ્રાપ્ત થઈશ )
એમાં ( કંઇ પણ ) શંશય નથી

courtsy by Anil Shukla 

suvichar -9

સુખ અને શાંતિ એટલે શું?

ગંભીરપણે ઊંડા વિચારથી જો સમજવા પ્રયત્ન કરીએ તો ...

સુખ અને શાંતિની આડે
જે અવરોધો આવે છે
તે  
આપણ ને સુખ અને શાંતિથી દૂર રાખે છે

અવરોધો
દૂર કરવા
મન સતત વિચારતું રહે છે .
અને
આ સતત વિચારતું મન અશાંત રહે છે .

આ અવરોધો આપણે પોતે જ ઉભા કરીએ છીએ ...

અવરોધો આવે છે ........

---કોઈક અમુક પ્રકારનું જીવન જીવાતું હોય તેનાથી
----કોઈ અમુક જાતના સમાજમાં રહેવાથી
---કોઈ અમુક ધર્મના અનુનાયી હોવાના કારણથી
---આપણા કોઈ સિદ્ધાંતો કે માન્યતા ના કારણથી

આ અવરોધોનું નામ આપવું હોય તો તેને
લોભ,કામ,ક્રોધ,ઈર્ષ્યા ,તૃષ્ણા ,મહત્વાકાન્ક્ષા એવા ઘણા નામો
આપી શકાય .

ઉપર નામ વાળા બધા -
કે પછી
એમાંના થોડા
કામળા ઓ ઓઢીને આપણે બેસી જઈએ છીએ.
અને બુમો મારે જઈએ છીએ.કે----
ખૂબ જ ગરમી લાગે છે.

ઉપાય એકદમ સહેલો છે
કામળા ઓ ફેકી દેવાના છે.
તો પછી સુખ અને શાંતિ જ છે.

અથવા તો સાવચેતી રૂપે જો
કામળા ઓ ઓઢીએ જ નહી ........

અવરોધો આવતા પહેલાં જ જો ટાળી શકીએ તો
સુખ અને શાંતિ છે જ .......

"સંસાર માં છીએ તો સંસાર ના લોકો ની જેમ જીવવું પડે "
એવી વાહિયાત દલીલો જોવા વારંવાર મળતી હોય છે .

જો
આ સંસાર ને
જોઈએ તો તે --
અસંખ્ય જુદી જુદી જાતના -
સમાજો --જ્ઞાતિ ઓ --ધર્મો--પંથો-સંપ્રદાયો-વાદો નો બનેલો છે.

વળી દરેક જણ બીજાને એમ ઠસાવવા મથતો હોય છે કે
પોતે જે રાહ અનુસરે છે તે જ સારા માં સારો છે.
અને તે જ અનુસરવા યોગ્ય છે.

આજે અહીં તો કાલે તહીં એમ
સંસાર ના આવા જુદા જુદા લોકોની  જેમ જીવવાના
સંઘર્ષ માં શાંતિ ક્યોંથી હોય?

આમ સુખ અને શાંતિ ની આડે આવનાર આપણે પોતે જ છીએ.

પાછી આશ્ચર્ય ની વાત તો એ છે કે
આવી અશાંતિ ઉભી કરીને આપણે-
કાં તો બીજા ઓ ના મદદ ની રાહ જોઈને ઉભા રહીએ  અથવા
અશાંતિ ના પ્રશ્ન નો નિરાકરણ શોધવાનો
પ્રયાસ કરીએ છીએ.
અને
સમય અને શક્તિ બંને નો નો દુર્વ્યય કરીએ છીએ.

આવું જયારે કરીએ ત્યારે
આપણે વસ્તુને ત્યાં શોધી રહ્યા છીએ કે જે ત્યાં નથી.

Anil Shukla

suvichar -8

નિર્વિચાર અવસ્થા

અડધી રાતે જયારે ચારે બાજુ અંધારું હોય છે ત્યારે દુરનો કે નજદીકનો
નાના માં નાનો અવાજ સાંભળી શકાય છે.
અને તે સમય નું જો બરોબર નિરિક્ષણ કે અવલોકન  કરીએ તો-
તે નાના માં નાનો અવાજ જયારે સંભળાય છે ત્યારે આપણા મન માં કોઈ જ
બીજો વિચાર હોતો નથી.

આપણી બધી જ ઇન્દ્રીઓ ની- શક્તિ- આપણે તે અવાજ ક્યાંથી ,કેવો અને શેનો
આવે છે તેમાં લગાડી દઈએ છીએ.
આમ ઇન્દ્રીઓ ની બધી જ શક્તિ માત્ર સાંભળવાના કામ માં લાગે છે ત્યારે
પૂરી એકાગ્રતા થાય છે.

જેને નિર્વિચાર અવસ્થા પણ ગણી શકાય.
કેમ કે
તે વખતે ભૂતકાળ ની માન્યતાઓ કે ભવિષ્ય ની ગણતરી નો કોઇજ -વિચાર-
હોતો નથી.

પછી જે બને છે
તે અવાજ નું -અર્થઘટન ---અને તેને અનુસરી ને થતું કર્મ .......

આપણા ભૂતકાળ ના અનુભવ જ્ઞાન ને આધારે આપણે તે અવાજ ને ઓળખીએ છીએ.
અને નક્કી થાય કે તે કોઈ પ્રાણી કે મનુષ્ય ના પગલાં નો કે બીજો કોઈ અવાજ છે.
રૂમ માં સુતા હોઈએ તો --ડરવા જેવું હોય એવું નક્કી થાય તો -
બારણું બંધ કરવું -તે -કર્મ- છે.

આ આખી પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે તેને ઊંડા આંતરિક -નિરિક્ષણથી જ
સમજી શકાય.બીજી કોઈ રીત નથી.

માત્ર સાંભળવું  અને ધ્યાન થી સાંભળવું એ બંને વચ્ચે નો ભેદ સમજીએ -- 
 --માત્ર સાંભળવું -એ પ્રક્રિયા માં
   કોઈ વસ્તુ સમજવાની કે તેનો અર્થ કરવાની અને તેને ભૂતકાળના
   અનુભવ જ્ઞાન ની સાથે કસવાની -વગેરે ઘણી બધી પ્રક્રિયા ઓ
  એક સાથે ચાલતી હોય છે.
--ધ્યાન થી સાંભળવું -એ પ્રક્રિયા માં આમાંનું કંઈજ હોતું નથી.

ટૂંક માં ધ્યાન થી સાંભળવા ની પ્રક્રિયા વખતે નિર્વિચાર અવસ્થા પેદા થાય છે.
જે બહુ જ થોડા પળ પુરતી જ હોય છે.
લગભગ આવીજ રીતે કોઈ વસ્તુ નું ધ્યાન થી અવલોકન કે નિરિક્ષણમાં
(બાહ્ય કે આંતરીક)થાય છે.

ઘણી વખત આપણે એટલા મશગુલ હોઈએ છીએ ત્યારે કોઈ બાજુમાંથી પસાર થાય
તો પણ ખબર પડતી નથી.કે કોઈ કશું બોલે તો પણ સંભળાતું નથી.
આવો અનુભવ આપણા ઘણા બધાને હોયછે.

એ પળો એવી હોય છે કે આપણી બધીજ ઇન્દ્રિઓ ની શક્તિ કશાક એક
વસ્તુ કે વિચાર પર કેન્દ્રિત થઇ જાય છે.
અને જાત ને વિસરી જઈએ છીએ.

એક એવી નિર્વિચાર અવસ્થા માં પહાંચી જવાય છે કે
-મન કોઈ કામ કરતુ નથી --કોઇજ વિચાર ઉદભવતો નથી--
--કોઈ જ અર્થઘટન થતું નથી--ઇન્દ્રીઓ મન માં કંઈજ વૃતિઓ કે
હલન ચલન પેદા કરી શક્તિ નથી --
-મન પ્રશાંત (તરંગ વિહીન) થાય છે .

અને એક અપાર આનંદ અને જેની કશાજ જોડે સરખામણી ના થઇ શકે તેવું
સુખ પેદા થાય છે  જેનું વર્ણન શબ્દોથી થઇ શકે જ નહી.

આમ જોવા જઈએ તો ------
ઉપરનાં બંને પ્રસંગો વખતે-
ધ્યાનથી સાંભળવાની અને ધ્યાન થી અવલોકન કરતી વખતે --
પળો માટે આપણે અપાર સુખ નો અનુભવ કરી લઈએ છીએ.
મજાની વસ્તુ તો એ છે કે આ કોઈ -પ્રક્રિયા - નથી .
સહજતા થી ઉદભવી  જાય છે.

ટૂંકમાં -
આ સહજતાથી ઉદભવતી સુખ ની ક્ષણો કાયમી નથી .
તો
પ્રશ્ન એ થાય કે તેને કાયમી કેમ કરી બનાવી શકાય?
ઉપર જોયું તેમ -શરીર,મન અને ઇન્દ્રીઓ -એક એકાગ્રતા ની
સંવાદિતા એ પહોંચી સુખ નું પ્રદાન કરે છે.
પણ આજુ બાજુનું વાતાવરણ જો આ સંવાદિતા માં સાથ ના પુરાવે તો
તરત જ  તે સુખ વિદાય લે છે.

પણ જો કોઈ એવી સ્થિતિ થાય અને મન,બુદ્ધિ અને ઇન્દ્રીઓ એક- મેળ થી
નિર્વિચાર અવસ્થા માં રહે તો
વાતાવરણ ને સંવાદિત થવું પડે છે.

કોઈ સંજોગો માં આ વાતાવરણ સંવાદિત થઇ જાય તો
પ્રશાંત મન -કે પરમાનંદ ની અવસ્થા કાયમી થઇ જાય છે.

અને આ કાયમી અવસ્થા થયા પછી આ પ્રશાંત મન ને કોઈ જ
આધાર ની જરૂર પડતી નથી.અને
કોઈ પણ જાતની વિસંવાદિતા થાય તો તેની કોઇજ
અસર થતી નથી.

આમ શરૂઆતમાં વાતાવરણ ની સંવાદિતા સર્જવી જરૂરી હોય છે.
પણ પાછળ થી એની જરૂર રહેતી નથી.

બીજા વિકલ્પો માં
જુદા જુદા યોગો કે જે ગીતા માં બતાવ્યા છે.
તે જ્ઞાનયોગ-કર્મયોગ-ભક્તિયોગ
આવી સંવાદિતા સર્જવામાં સહાયક થાય છે.

MORE ON

suvichar page -8

ગાયત્રી મંત્ર-વર્ડ ટુ વર્ડ-અર્થ-અને વૈજ્ઞાનિક તારણ


  • ॐ...............પવિત્ર પ્રતિક.પવિત્ર નાદ (ધ્વનિ)

  • ભૂર ..............પૃથ્વી..........પ્રાણ.......સત્..........અસ્તિત્વ.

  • ભૂવઃ.............આકાશ........અપાન.....ચિત્..........જાગૃતતા.
  • સ્વઃ..............સ્વર્ગ............વ્યાન.......આનંદ.......સુખ

(આ ત્રણ -ભૂર-ભૂવ-સ્વઃ- એ ત્રણ  સાથેની પહેલી લાઈન -
ઉપનિષદમાં જે ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે-
તેમાં નથી- ઉપનિષદ મુજબ -ગાયત્રી મંત્ર -હવે ચાલુ થાય છે)
  • તત્.................તે
  • સવિતુર...........સૂર્ય ને
  • વરેણ્યં.............અમે એક મહાન શક્તિ તરીકે સ્વીકારીએ છીએ

  • ભર્ગો...............જેમનું તેજ (એક મહાસત્તા (બ્રહ્મ)ને રજુ કરે છે.)


  • દેવસ્ય.............અને જે પોતે એક દેવ રૂપ છે.
  • ધીમહિ............તેનું અમે ધ્યાન કરીએ છીએ.

  • ધિ ... ............. બુદ્ધિ ને

  • યો...................તે

  • નઃ..................અમારી

  • પ્રચોદયાત......સાચા (સત્ય ના)  માર્ગ તરફ દોરે.


વૈજ્ઞાનિક રીતે -આ મંત્ર નું તારણ નીચે  મુજબ  મૂકી શકાય.
બ્રહ્માંડ (આકાશ) માં આવેલી પૃથ્વી અને બીજા  ગ્રહો એક ચોક્કસ ગતિમાં ફરે છે.
જેના લીધે એક ધ્વનિ  (ॐ.) ઉત્પન્ન થાય છે.
જે એક બ્રહ્મ -સત્ય ને રજુ કરે છે.
આ  બ્રહ્મ  -(તત્) કે જે પોતાને એક દિવ્ય તેજ  ના દ્વારા -સૂર્ય દેવ તરીકે રજુ કરે છે.

કે જે -પુજવાને  પાત્ર  છે. માટે -તેનું (સૂર્ય દેવ નું) અમે ધ્યાન કરીએ છીએ.
જે અમારી બુદ્ધિ ને -સાચી દિશામાં (સત્ય તરફ) દોરે.

સુવિચાર -7

યોગની સાત ભૂમિકાઓ (યોગ વાસિષ્ઠ)

પહેલાં શાસ્રો અને સત્પુરુષોના સમાગમથી (શ્રવણથી) બુદ્ધિને વધારવી-
એ યોગીના યોગ ની "પહેલી-ભૂમિકા" છે.વિચાર (મનન) એવા નામની "બીજી-ભૂમિકા" છે.
અસંગ-ભાવના (નિદિધ્યાસન) નામની "ત્રીજી-ભૂમિકા" છે.
વિલાપીની (વાસના-નાશ) એવા નામથી ઓળખાતી "ચોથી-ભૂમિકા" છે,
(કે જેમાં તત્વનો સાક્ષાત્કાર થવાથી વાસનાઓનો મૂળથી નાશ થઇ જાય છે)

"પાંચમી-ભૂમિકા" સમાધિનો પરિપાક થઇ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ "ચૈતન્યમય" છે,
કે જેની અંદર નિંદ્રા શેષ રહી ગયાથી અર્ધા ઊંઘતા અને અર્ધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત રહે છે.
"છઠ્ઠી ભૂમિકા" પોતાની મેળે જ સતત એકધારી રહેનારી "અનુભવ-વાળી-બ્રહ્માકાર-વૃત્તિ-રૂપ" છે.
જેમાં આનંદના જ એક ગાઢ આકાર-વાળી યોગીના ચિત્તની સ્થિતિ,"સુષુપ્તિ અવસ્થા-વાળા" જેવી થઇ જાય છે,
અને તે જ પરમ શાંત અવસ્થા "તુર્ય-પદ" કહેવાય છે,કે જે કેવળ મોક્ષ-રૂપ જ છે.

સમાનતા અને સ્વચ્છતા વડે,એકદમ શાંત એવી "સાતમી-ભૂમિકા" એ "તુર્યાતીત" કહેવાય છે,
કે જે પરમ "નિર્વાણ-રૂપ" છે.અને આ ભૂમિકા જયારે પાકટ દશામાં આવે છે,ત્યારે "વિદેહ-મુક્તિ" કહેવાય છે.
કે જે વિદેહ-મુક્તિ એ "જીવતા" યોગી-પુરુષનો વિષય નથી.

Anil Pravinbhai Shukla (www.sivohm.com)

સુવિચાર

   
સુવિચાર -6

happy fathers day

આપણા બોધ વચન માં જણાવ્યું છે કે ,

मातृ देवो भवः | पितृ देवो भवः |

જન્મદાતા પિતાશ્રી ને પ્રણામ ,જેમણે મને જન્મ આપ્યો

મને સંસ્કાર આપનાર પિતા સમ ગુરુજી ને પ્રણામ ,,

પરમ પિતા જે સૌનો છે અને મારુ જીવન ચલાવે છે તેને પ્રણામ

સુવિચાર -5

વ્યાસ વિચાર -518

ભાગવતધર્મમાં તપ પણ હોવું જોઈએ,જે તપ કરતો નથી તે ભાગવત નથી એમ ભાગવતકાર કહે છે.

ભાગવતને द्वन्द्व સહન કરવાના છે,સુખ કે દુઃખ આવે તે સહન કરવાના છે ,
સુખ દુઃખ માં અવિચલ રહેવાનું છે.તેને તપ કહે છે,
આવેલું દુઃખ સહન કરવું કઠણ છે ,તે કદાચ માણસ સહન કરે,
પણ સ્વેચ્છાએ સ્વીકારેલા દુઃખ ને સહન કરવું તેને તપ કહે છે.

મને ઘર માં બેસી ને શાંતિ થી ચા -નાસ્તો -જમવાનું મળે છે, ફરવા માટે મોટર છે 
છતાં આ બધું છોડી ને હું ભક્તિ ફેરી માં જાઉં 
પગે ચાલુ,જાતે રસોઈ બનાવી જમું 
આ મારે સ્વેચ્છા એ ઉપાડેલા દુઃખ ને તપ કહે છે 
માણસે ભાગવત બનવા તપ કરવું જોઈએ,
આમ,સ્વીકારેલું દુઃખ સહન કરવું -તેને તપ કહે છે

સુવિચાર -4

વ્યાસ વિચાર -પૂજ્ય દાદાજી

મને એક વખત પરદેશી માણ સે પૂછ્યું-

એક શબ્દ માં તમે તમારા ધર્મ નું લક્ષણ કહી શકશો ? 

બહુ કઠણ છે 
પરંતુ એકજ શબ્દ માં કેહવું હોય તો અમારો ધર્મ शौचम् કહે છે ,તેમાં બધું આવી ગયું

અર્થ-શૌચ ,વૃત્તિ-શૌચ, બુદ્ધિ-શૌચ -એમાં બધું આવી ગયું  શુચિતા આ ધર્મ છે 

આજે અર્થશાસ્ત્ર માં સમજાવે છે કે 
અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને કોઈ સંબંધ નથી 
પણ,ભારતીયો નું કહેવું છે કે-અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ને ઘાઢ સંબંધ છે 

વિચાર અને સંકલ્પ બે વાત બુદ્ધિ માં છે 

જેના જીવનમાં શુદ્ધ વિચાર અને શુદ્ધ સંકલ્પ છે તે શુચિતા છે 

"મારુ જીવન હું ચલાવતો નથી" આ સમજવું તે શુદ્ધ વિચાર છે 
"આખું શરીર અને તેમાં ચાલતી સર્વ ચયાપચય ની ક્રિયા હું નહિ પણ ભગવાન ચલાવે છે 
તો શું હું એને યાદ નહિ કરું ?" (તે શુદ્ધ સંકલ્પ છે)

શૌચ શબ્દ માં ભક્તિ પણ આવી જાય છે.

જેમ શરીર શુદ્ધિ છે તેમ મનઃ શુદ્ધિ વૃત્તિ-શુદ્ધિ  બુદ્ધિ-શુદ્ધિ ,

આ બધું શુચિતા માં આવી જાય છે 

સુવિચાર- 3

સુવિચાર -2

માણસ ના જીવન માં રમત હોવી જોઈએ એનું કારણ રમત માં અપયશ સ્વીકારવા ની
તૈયારી હોવી જોઈએ ,મન ને અપયશ સ્વીકારવા નો અનુભવ આપવાનો છે ,તેમાથિજ
માનવ આગળ વધે છે ,શક્તીશાળી બને છે ,મક્કમ બને છે ,જેને રમત માં અપયશ
સ્વીકારવા નો અનુભવ છે તે જીવન માં યશસ્વી થાય છે
      રમત કોને કહેછે ?જેમાં કોઈ જાત ની અપેક્ષા નથી  જે સદા નિરપેક્ષ રહે છે તેને
રમત કહે છે ,અપેક્ષા આવી કે આવી રમત ખલાસ ,,,,,,,,,
                                                              પૂજ્ય પાંડુરંગ આઠવલેજી

સુવિચાર -1


દુઃખ ની વાત એ છે કે માનવ પરમાત્મા માટે કોઈ સાધના કરતો નથી 

શરીર ના સુખ ને એ  પોતાનું સુખ સમજે  છે શરીર નું સુખ ,પ્રાણ 

નું સુખ ,આત્મા નું સુખ,  સુખ ના આ ત્રણ પ્રકાર છે  માનવ ને 

સાચા સુખ ની ખબર નથી 

શ્રી ડોંગરેજી મહારાજ