Showing posts with label trip. Show all posts
Showing posts with label trip. Show all posts

TRIP--11--રૂપાલ ગામ -પલ્લી મેળો

રૂપાલ ગામે પલ્લી મેળો

ગાંધીનગર જિલ્લાનું આ રૂપાલ ગામનું પહેલા નામ રૂપાવટી હતું ,
આ ગામે પાંડવ આવ્યા હતા અને તેમનાં સશ્ત્ર અહીં છુપાવીને રાખ્યા હતા તેવી લોક વાયકા છે .
વરદાયિની માતાના મંદિરના પરિસરમાં અર્જુન અને દ્રૌપદી નું મંદિર છે.
મા વરદાયિનીનું મંદિર હાલ પુનઃ નિર્માણ થાય છે,,

પલ્લી નામ અપભ્રંશ થયું છે .પાંડવોએ અહીં પંચ મહાબલી યજ્ઞ કર્યો હતો.
પલ્લીને પાંચ જ્યોત હોય છે-વચ્ચે ઉપર વરદાયિની મા અને બીજા દેવ  દેવી હોય છે.
તેને ઘી નો અભિષેક થાય છે.આમ પલ્લી વર્ષોથી ઘી થી પ્રાસાદિક થાય છે

આસો મહિનાના નવમા દિવસે અહીં માતાજી ની પલ્લી ભરાય છે.દસ થી બાર લાખ માણસો દર્શન કરવા આવે છે ,પોતાની માનતાનું ઘી લાવે છે અને માતાજીની પલ્લી પર ચઢાવે છે ,આ આસ્થાનો વિષય છે

પલ્લી દર વર્ષે નવી બનાવે છે ,ગામના સુથાર હોંશથી કરે છે ,માતાજીને નૈવેદ ખીચડી નું ધરાવાય છે ,
ગામના મહેમાનને પણ ખીચડી પીરસાય છે ,ગામના બહાર રહેતા લોકો પણ તે દિવસે ઘરે આવે છે.
દીકરી બહેન પણ પિયરમાં આવે છે ,દીપાવલીના જેવો આ તહેવાર ઉજવાય છે ,

જે જગ્યાએ થી પલ્લી નીકળે છે તે મોટા માઢ માં વર્ષો થી અમુક ના ઘરે ખીચડી નો નૈવેદ તૈયાર થયા બાદ
માતાજી ની આજ્ઞા થાય પછી પલ્લી ને ઉપાડી શકાય છે અને લઇ જઈ શકાય છે

પલ્લી દરેક ચોકમાં ઉભી રહે ત્યારે તેના પર ઘીનો અભિષેક થાય છે ,તે વખતે માતાઓ પોતાના દીકરા ને
આશીર્વાદ લેવા અને ઘી વાળો કરવા આપે છે ,આ કામ થતું જો તમે જોવો તો તમે ગભરાઈ જાવ
આટલા વર્ષોથી કઈ પણ દાઝવાનું કે બાળકને નુકસાન થયાનું અમને જાણ નથી.

એક વખત પલ્લી ચોકમાં મૂકી પછી તેને ઉપાડીને લઇ જવાની જવાબદારી તેના પછી ના નગરજનોની હોય છે. આમ બધાને આ લાભ મળે છે ,વૈષ્ણવ વાણીયાના ફળીયા આગળથી પસાર થાય ત્યારે તેમણે જ ઉપાડી
બીજા ચોક સુધી લઇ જવી પડે છે.તેમને  મદદ માટે મહેમાન બોલાવવા પડે છે.

જયારે મોટા માઢમાંથી નીકળી ચોકારી તરફ આવતી પલ્લી સાક્ષાત માતાજી આવતા હોય તેવું મેં અનુભવ્યું છે. પલ્લી પાંચ જગાએ પ્રગટેલી હોય છે ,હું રૂપાલ બે વર્ષ રહ્યો છું ,અનુભવે આ લખું છું .
મારુ હૃદય હાલ એટલું ભરાઈ આવ્યું છે કે બસ,,,,,દર વર્ષે હું મારા કુટુંબ સાથે દર્શને જાઉં છું....

બે ફોટા મૂકું છું એક પલ્લીનો અને  બીજો માતાજી વરદાયિની

પલ્લી
વરદાયિની માતાજી-રૂપાલ

Trip -10-AMISH COUNTY

ત્રીસ સેકન્ડ ની મુવી છે




બગી માં દંપતિ જાય છે તેમનો પહેરવેશ બધાનો હોય છે                                    કૉચ -જનરલ

ઓપન એર કૉચ -સીટ  ને સામસામે બેસવું હોય તો બેસી શકાય          અમીષ પ્રજા પવન ચક્કી નો ઉપયોગ કરે છે
આપણા હિંચકા ને બદલી શકાય તેમ
ટાવર -

Trip -9 US Amish county

Rail -Road museum

અમીષ કાઉન્ટી માં અમે ગયા ત્યારે રેલ -રોડ મ્યુઝિયમ જોવા ગયા હતા ,અહીં રેલવે ના એન્જીન ,
અને જુના કૉચ પ્રદર્શન માટે રાખ્યા છે ,જેના ફોટા વિકિપીડિયા  પર જોઈ શકાય છે ,
ખુબજ સુંદર પ્રદર્શન છે ,
અહીં એક કલાક માટેની રાઈડ પણ છે ,
આ ટ્રેન સ્ટારબેર્ગ સ્ટેશન થી ઉપડી ને એક કલાક પછી પાછી તે સ્ટેશન પર આવે છે
તેનું એન્જીન સ્ટીમ એન્જીન છે ,તેમાં એક ડિનર કૉચ હોય છે જેમાં પહેલા થી બુક કરાવવું પડે ,
એ કૉચ વાતાનુકુલીત  હોય છે ,પહેલાથી ઓર્ડર આપ્યો હોય તે જમવા માટે મળે છે '
બીજો ફર્સ્ટ કલાસ હોય છે ,એક ઓપન કૉચ હોય છે અને થોડા કૉચ  સામાન્ય હોય છે ,
ટ્રેન વચ્ચે જઈને ઉભી રહે છે ,તે ઈકો પોઇન્ટ છે ,,એન્જીન વિસલ વગાડે તેના પડઘા સાંભળવાની 
મજા પડી ગઈ અહીં અમીષ પ્રજા ના ફાર્મ માં પાક તૈયાર થયો હતો તેથી સુંદર પ્રકૃતિ દર્શન હતું
અમે નાના હતા અને ગાડી માં જતા હતા તેની યાદ આવી ગઈ.


                  ઓપન એર કૉચ                                                                         બગી

           અમીષ ફાર્મ -વીજળી નો થંભ નથી                                                      સાઈન બોર્ડ

trip-8 US -Amish country

પેન્સિલવેનિયા રાજ્ય મોં વર્ષો પહેલા અઢારમી સદીમાં  એક માનવ સમૂહ અમેરિકા રહેવા આવ્યા ,
તેઓ મુખ્યત્વે સ્વિસ -જર્મન અમીષ લોકો હતા ,ખેતી તેમનો વ્યવસાય હતો ,તેથી તેમને જગા ફાળવી 
અને તેઓએ રહેવા નુંઅને ખેતી કામ  શરૂ કર્યું ,લેન્કેસ્ટર કાઉન્ટી મોં અમીષ કાઉન્ટી આવેલું છે ,
આમીષ પ્રજા વીજળી નો ઉપયોગ કરતા નથી ,તેઓ હજુ પણ જૂની પદ્ધતિ થી જીવન જીવે છે ,

વિલિયમ પાલ નામના ઓફિસરે આ જગા ફાળવી હતી ,તેઓ જે ઘર માં રહ્યા હતા તે ઘર બધાને 
બતાવવા માટે રાખ્યું છે ,છેલ્લા ઘણા વરસો થી અહીં અમીષ પ્રજા ની વસાહત જોવા આવે છે ,

અમીષ ફાર્મ અને તેમની વસાહત જોવા માટે ટૂર મળે છે ,બે કલાક જેટલો સમય થાય છે ,
અમીષ પ્રજા નો મુખ્ય વ્યવસાય ખેતી ,પશુ  પાલન ,છે ,તેઓ ઘર મોં પોતાની ભાષા અને બહાર 
અંગ્રેજી બોલે છે
પોતાનું ચર્ચ વસાહત પ્રમાણે હોય છે ,તેના સભ્ય સાથે લગ્ન થાય છે ,તેમનો પહેરવેશ લગ્ન પહેલા 
અને લગ્ન પછી નક્કી કરેલો પહેરે છે ,તેમની નિશાળ પણ પોતેજ ચલાવે છે ,સુથારી કામ ,લુહારી કામ મોં 
પણ તેઓ નિષ્ણાત છે ,તેમની બનાવેલી વસ્તુઓ અહીં વેચવા માં હોય છે ,
અહીં ના લોકો તેમની ભાષા ડચ છે એવું મને છે ,તેઓ બગી નો ઉપયોગ કરે છે ,
ઘોડા ,ગાય ,ઘેટાં ,બકરા રાખે છે ,ટુરિસ્ટ અહીં તેમના વિષે જાણવા જોવા આવે છે


અમીષ હોમ 
અમીષ પ્રજા ના બનાવેલી વસ્તુ વેચાણ માં 
અમીષ ફાર્મ 
બગી  નો ઉપયોગ જવા આવવા માટે 
 
આવી ટુરિસ્ટ મીની બસ માં બધે ફાર્મ બતાવવા
લઇ જવામાં આવે છે 

આ ઘર આદર્શ અમીષ કુટુંબ નું છે ,જે બધા
ટુરિસ્ટ ને બતાવવા માં આવેછે , ગાઈડ હોય છે 

Trip -7 -US -Amish country


A trip -US -Amish country

અમીષ કન્ટ્રી જોઈને જતા રસ્તા માં એક મૉટેલ જોઈ,
 જે એક નવીનતમ રહેવાની જગા હતી ,
 મૉટેલ રેલ્વે ના પાટા પર ,અને રેલ્વે ના ડબ્બા માં બનાવેલી મૉટેલ હતી ,
એક ડબ્બા માં રેસ્ટોરન્ટ અને ખાવાની વસ્તુ ની દુકાન હતી ,ત્યાં ફરવા માટે બગી હતી
નજીક માં ફરવા જવા માટે બગી હતી
લોકો આનંદ થી વૅકેશન નો લાભ ઉઠાવી નવીન જગાએ રહેવાનું પસંદ કરતા હતા  અને નવીનતા ને આવકારતા  હતા ,
આ પાટા પર ઉભેલો કૉચ છે જેમાં ત્યાં
બેસીને જમવા ની સુવિધા છે તેમજ
ખાવાની વસ્તુ પણ મળી શકે છે


પાટા પર કૉચ માં મૉટેલ અને આગળ
પોતાની ગાડી પાર્ક કરી છે
પ્રવાસીઓ ને જોવા માટે પચાસ વર્ષ
પહેલા પૉલીસ ની ગાડી મુકેલ છે
એક બહેન જરૂરી વસ્તુ
 રેસ્ટોરન્ટ માં થી ખરીદે  છે
આ પણ રેલ્વે નો કોચ છે 

પાટા પર કૉચ માં બનાવેલી મૉટેલ
એક બહેન પગથિયાં પર બેસી
પુસ્તક વાંચી રહ

Trip -6

TRIP-6-USA-YOGURT LAND

યોગર્ટ લેન્ડ એ આઈસ ક્રિમ વેચાણ કરતી દુકાન નું નામ છે ,આ દુકાન માં યોગર્ટ (દહીં )માં થીબનાવેલો  આઈસ ક્રિમ આપવામાં આવે  છે ,ઓછી કેલેરી વાળો હોય છે ,

અહીં ઓર્ડર આપવાનો હોતો નથી ,આપણે પસંદ પ્રમાણે લેવાનો હોય છે ,એક મોટો પેપર કપ આપણે લેવાનો ,સાથે એક નાનો કપ પણ લેવાનો ,નાના કપ માં થોડો લઈને પહેલા ચાખી લેવાનું ,સારો લાગે તો મોટા કપ માં જોઈએ એટલો લેવાનો ,આઠ  જાતના આઈસ  ક્રીમ હોય ,ત્યાં નામ પણ લખેલા હોય ,તેની માહિતી પણ લખે લી હોય ,પેપર કપ મોટો હોય છે ,બે ,ત્રણ જાતનાઆઈસ ક્રીમ  કપ માં લઇ શકાય ,
આપણે ભારત માં સૉફટી કૉન માં આઈસ ક્રીમ ભરતા હોય છે તેવા મશીન હોય ,આપણ ને જોઈતું હોય તેટલું સ્વિચ દબાવી આઈસ ક્રીમ કપ માં  લઈ લેવાનું ,

ત્યાર પછી  ફ્રૂટ ના નાના ટુકડા જુદા જુદા ખાના  માં મુકેલા હોય  જેમકે પાઈનેપલ ,મેંગો ,ચેરી ,ગ્રેપ વિગેરે હોય તેમાંથી જે જોઈએ તે કપ માં લઈ લેવાનું ,

ચોકલેટ સીરપ ,કેરમેલ સીરપ ,પણ ત્યાં હોય ,આપણે સીરપ પણ આઈસ  ક્રીમ સાથે મેળવી શકીએ ,
જુદા જુદા ખાના માં ડ્રાય ફ્રૂટ મુકેલા હોય તે પણ આપણે કપ માં લઈ શકીએ ,સીંગ દાણા ભૂકો હોય ,અખરોટ ,બદામ ટુક ડા  વિગેરે હોય છે ,

ક્રન્ચી બનાવવા માટે નાના નાના બિસ્કિટ જુદી જુદી જાતના હોય તે પણ આપણ ને પસંદ હોય તે આપણા કપ માં લઈ શકાય ,સીરીઅલ ચોકલેટ ની હોય તે પણ ઘણા લેતા હોય ,

આપણો પસંદ પ્રમાણે કપ તૈયાર થઈ જાય એટલે તેનું વજન કરે અને વજન પ્રમાણે આપણે ડોલર ચૂકવી
પેપર નેપકીન અને સ્પૂન લઇ તેની મઝા લઈ શકાય ,ત્યાં બેસવાની વ્યવસ્થા હોય છે ,અને બહાર પણ બેસી શકાય ,ખાસ તો આ આઈસ ક્રીમ દહીં માં થી બનાવેલો હોય છે તેથી તેનો સ્વાદ અલગ પણ સરસ હોય છે

આઈસ ક્રીમ માં ઉમેરવા માટે દ્રાય ફ્રૂટ 




આઈસ ક્રીમ ના મશીન -આઠ જાતના આઈસ ક્રીમ છે








આઈસ ક્રીમ માં ઉમેરવા માટે ફ્રૂટ ના ટુકડા
પૌત્ર રીષિ અજય સાથે
આઈસ ક્રીમ ને ક્રન્ચી બનાવવા માટે ઉમેરવા

Trip-5 - USA

trip -5-USA-

અહીં 1960   ના વર્ષ  માં આખા અમેરિકા ને જોડતા પાકા  રસ્તાઓ બન્યા હતા ,રૂટ નં -1 ઉત્તર થી દક્ષિણ ને જોડે છે ,ઘણું કરીને બધાજ રોડ તેના નંબર  થી ઓળખાય છે ,ઉત્તર -દક્ષિણ જતા રોડ અને પૂર્વ -પશ્ચિમ જતા રોડ અને પછી વિભાગ માં જતા રોડ હોય પણ બધા રોડ ને નંબર આપેલા હોય છે ,અંદર ના ભાગે દરેક street  ના નામ આપેલા હોય છે ,આમ બધુજ સુઆયોજિત છે,દરેક જગા ની ઓળખ છે ,


બહાર જતા પહેલા ટ્રાફિક વિષે ની જાણકારી તેમજ હવામાન ની જાણકારી લેવી સૌ આવશ્યક માને છે ,જેથી કોઈ પ્રકાર ની મુશ્કેલી ના પડે ,અહીં tv પર ટ્રાફિક અને હવામાન ની ખાસ    ચોવીસ કલાક ચાલતી  ચેનલ હોય છે

અહીં જયારે મોટા હાઈ વે પર જતા હોઈએ ત્યારે અવનવું ગાડી ની પાછળ લગાડેલું જોવા મળે ,કોઈએ પાછળ સાઇકલ બાંધી હોય ,ચાર સાઇકલ બાંધેલી મેં જોઈ છે ,નિશ્ચિત જગાએ પહોંચી ને સાઇકલ પર ફરી શકાય ,
કોઈએ નાની  -મોટી હોડી  -નાવ -મશીન વાળી બાંધી  હોય જે દરિયા કિનારે પહોંચી -દરિયા માં સેર કરી શકાય ,કોઈએ બે ઘોડા ઉભા રાખેલો ડબો બાંધ્યો હોય ,પહોંચી ઘોડેસ્વારી કરી શકાય ,ઘોડા લઇ જતા ડબા ને નાની બારી હોય જેથી આપણે   જોઈ શકીએ ,કોઈએ કૅમ્પર બાંધ્યું હોય ,કેમ્પર એટલે નાનું ઘર જેમાં રસોડું ,બેડ રૂમ ,ટોઇલેટ -બાથરૂમ હોય ,એકલા સ્વતંત્ર કેમ્પર હોય અને પોતાની ગાડી પાછળ બાંધી ને  લઈ જેઇ શકાય તેવા પણ કેમ્પર હોય છે ,વેકેસન નો ભરપૂર આનંદ લેવામાં આવે છે ,

અમે હાઇવે પર જતા ત્યારે ,પર્વત પર નો રસ્તો આવે ત્યારે ,rest area exit  -લખેલું આવે ત્યાં મોટી ટ્રક માટે થોભવા ની જગા હોય ,lodging exit   લખેલું હોય ત્યાં રહેવા ની મોટ્લ હોય ,અહીં હોટલ ને મોટ્લ કહે છે ,food exit ,બોર્ડ આવે ત્યાં ખાવા માટેની વિવિધ રેસ્ટોરન્ટ એકજ મોટા સંકુલ માં હોય ,મારી પ્રિયખાવાની વસ્તુ માં   ફલાફલ ,બેક્ડ પૉટેટો ,હોટચોકલેટ મિલ્ક ,કપચીનો કોફી,એપલ પાઈ સ્ટાર બક્સ ની તાજો ચાય પસંદ છે , ,,રેસ્ટ રૂમ પણ ત્યાં હોય ,પાર્ક એન્ડ ડ્રાઈવ લખેલી એક્ઝીટ આવે ત્યાં દૂર નોકરી કરતા કર્મચારી પોતાની ગાડી પાર્ક કરી જે બસ મળે ત્યાં નિશ્ચિત જગાએ પહોંચી શકાય ,,કેમ્પિંગ એરિયા એક્ઝીટ લખેલું આવે ત્યાં પોતાના ટેન્ટ બાંધીને પણ રહી  શકાય ,પોતાનું કેમ્પર હોય તો ત્યાં કેમ્પર નિશ્ચિત જગાએ ઉભું રાખવા નું ,અને ત્યાં ત્રણ પ્રકાર ના જોડાણ મળી જાય ,લાઈટ ,પાણી અને સુએજ (ગંદા પાણી નો નિકાલ -ગટર )નું જોડાણ થઇ જાય ,ત્યાં જેટલું રહેવું હોય તેટલા દિવસ રહી શકાય,service area exit લખેલું હોય ત્યાં gas મલી જાય છે ,અહીં પેટ્રોલ ને gas કહે છે ,અહીં પ્રવાહી વસ્તુ ના માપ ગેલન ,ઔંસ માં છે ,અમેરિકા માં દરેક વસ્તુ  માપ ,નામ ,દુનિયા થી અલગ છે

હાઇવે પર અમુક અંતરે એક થાંભલા પર તાત્કાલિક ફોન કરવા ની વ્યવસ્થા હોઈ છે ,તે ફોન સોલર એનર્જી થી ચાલતા હોય અને આપણે પોલીસ ,એમ્બ્યુલન્સ ની સહાયતા માટે 911પર ફક્ત ફોન કરી શકીએ ,ઘણી જગાએ આપણી ગાડી ની સ્પીડ કેટલી છે તે બતાવતા બોર્ડ હોય છે ,ઇઝી ezee pass  નું કાર્ડ પોતાની ગાડી માં આગળ મૂકેલું હોય તો ટોલ ટેક્સ તે કાર્ડ થી ભરાઈ જાય છે ,ezee pass  વાળા માટે જુદી ટોલ ટેક્સ માં lane હોય છે ,
 ,
બધી જગાએ લોન ઉગાડેલી હોય ,ધૂળ જરા પણ ઉડે નહિ ,બધી ગાડીઓ એકદમ સ્વચ્છ બહારથી હોય ,
આપણા બુટ ની પૉલીસ પણ એવીજ રહે ,વાતાવરણ ચોખ્ખું હોય ,જંગલ ,પહાડો ,નદી ,જળાશય વાળો
પ્રદેશ છે ,મારા દીકરા ના ઘર ની બહાર ગઝીબો (નાની ઝૂંપડી ) છે ,હિંચકો છે ,હું ત્યાં બેસું ત્યારે -સસલા
ખિસકોલી ,કેટલી જાત ના પક્ષી ,અને ક્યારેક હરણ ના દર્શન થઇ જાય ,


Trip -4

A day trip to VRAJ -DHAM -PA -US -on july -16-2017

આજે મારા ભાઈ સાથે વ્રજ ધામ જવા માટે નીકળ્યા ,વ્રજ ધામ પેન્સિલવેનિયા સ્ટેટમાં વેસ્ટ માં આવેલું છે ,
ન્યૂ જર્સી ની બાજુ નું સ્ટેટ છે ,પહેલા પોકોનસ ની પર્વતમાળા આવે ,પછી બ્લૂ માઉન્ટન ની પર્વત માળા આવે ત્યાં પર્વતો ની વચ્ચે વ્રજ ધામ આવેલું છે ,પર્વત નો રસ્તો ઘાઢ જંગલ ની વચ્ચે થઇ ને જવાનું ,

ભગવાન નું એક નામ વનમાલી પણ છે ,વહેતા ઝરણા અને જળાશય મનોહર હતા.
હરણ ફરતા જોયા અને પ્રકૃતિ જાણે આપણને આનંદ આપવા આવી હોય ,
ડેલાવેર નદી ને ઓળગીને જવાનું
વ્રજ ધામ આવેલું છે ત્યાં સૌ પહેલા સ્કીઈંગ કરવા આવનારા માટે એક રિસોર્ટ હાઉસ હતું ,પછી
ત્યાં સૌરાષ્ટ્ર ના બંધવડ ગામના મધુસુદનજી મહારાજે આશ્રમ શરુ કર્યો હતો જેમાં તેઓ યોગ વિગેરે  
શીખવાડતા હતા -હવે ત્યાં વૈષ્ણવ સમાજે શ્રીનાથજી બાવા ને પ્રતિષ્ઠ કર્યા-એમ કહેવાય છે.
ભક્ત સમાજ આવતા ગયા અને દરેક પ્રકારની વૃદ્ધિ થતી ગઈ ,

આજે ત્યાં મોટું મંદિર છે ,આવતા ઝરણાઓ ને એકઠા કરી ગોપી તળાવ બનાવ્યું છે ,
ગિરિરાજ ધરણ નું મંદિર છે ,કન્ટીન છે જેમાં મેથી ગોટા -ખીચું -બટાકા પૌઆ -ચા -કોફી ની સગવડ છે ,
ત્યાં રહેવા માટેની સગવડ છે ,સમર વેકેસન ના કેમ્પ પણ ચાલતા હોય છે ,
અમે ગયા તે દિવસે બાળકો ના માતા -પિતા પણ આવેલા હતા ,

અમે પહોંચ્યા ત્યારે રાજ ભોગ આરતી પહેલા કીર્તન ચાલતું હતું ,જેને હવેલી સંગીત પણ કહે છે ,
આખો હૉલ ભક્ત થી ભરેલો હતો ,મંદિર માં જવા પાછળ થી પ્રવેશ છે ,
અંદર જઈએ તો જમણી તરફ ભાઈઓ અને ડાબી તરફ બહેનો ના માટે જૂતા ઉતારવા માટે ની જગા તેમજ રેસ્ટ રૂમ પણ સગવડ હતી 
નીચે સત્સંગ હૉલ અને ઉપર શ્રીનાથજી ભગવાન નું મંદિર હતું ,સત્સંગ હૉલ ની બાજુ માં ધ્યાન માં બેસવા માટેની રૂમ હતી જેમાં લાઈટ ની સગવડ ના હતી પણ ભગવાનના ફોટા માં લાઈટ હતી ,કોઈને પણ મેં ત્યાં ધ્યાન માં બેસેલા જોયા નહિ ,
સત્સંગ હૉલ ની બાજુ માં પુસ્તક ,માળા ,ઠાકોરજી ના વસ્ત્ર ,વિ , નો સ્ટોર હતો '

આજે મુકુલ ચોકસી તરફ થી આખા દિવસ નો મનોરથ હતો સૌને પ્રસાદ લઈને જવા માટે વારે વારે આગ્રહ કરતા હતા ,આરતી પછી જગન્નાથ ભગવાન ની રથ યાત્રા હતી ,પછી થી પ્રસાદ લેવાનો હતો અમે પણ યાત્રા માં જોડાયા ,પ્રસાદ જમતી સમયે ભારત યાદ આવ્યું ,પ્રાસાદિક જમણ માં એક દિવ્ય સ્વાદ હોય છે
વૈષ્ણવ ભક્તો ની વ્યવસ્થા સરાહનીય હતી ,

,
1  અહીં વ્રજ નું સાઈન બોર્ડ લખેલું છે 


વ્રજ ધામ મંદિર નો આગળ નો ભાગ દૂર થી 
ગોપી -તળાવ 
મંદિર નો આગળ નો ભાગ  નજદીક થી 
તે દિવસે રંગોળી પુરી હતી ,અનાજ જુદા જુદા ઉપયોગ કરી મનોહર બનાવી હતી 
સત્સંગ હૉલ 
ધ્યાન રૂમ  માં ભગવાન નો લાઈટ વાળો ફોટો 
ધ્યાન રૂમ 
ગિરિરાજ ધરાણ નું મંદિર 
જગન્નાથ ભગવાન ની યાત્રા 

2  મંદિર નો અંદર નો ભાગ જ્યાં ભક્તો બેઠા છે આરતી થાય છે અને શ્રીનાથજી દર્શન થાય છે 
3  વલ્લભાચાર્યજી ની મૂર્તિ અને શ્રી રાકેશજી મહારાજ ના દર્શન છે


વિશ્રામ ઘાટ




trip -3




A trip to sea shore -july -9-2017,,,,,,દરિયા કિનારે


આજે પૂર્ણિમા હતી ,પાછો રવિવાર ની રાજા હતી ,પૂનમ ની રાત્રે સમુદ્ર દર્શન ,ચંદ્રમા નું ઉદિત થવું ,તે નઝારો ભવ્ય હોય છે ,તેથી અમે belmar - beach પર જવા સાંજે નીકળ્યા ,બેલમાર ન્યૂ જરસી સ્ટેટ માં આવેલું છે

અહીં દરિયા કિનારા પર ના બીચ ખુબજ ચોખા અને રમણીય હોય છે ,સમુદ્ર કિનારા થી દૂર રોડ ની બાજુ માં
લાકડા ના પાટિયા થી ચાલવા માટે રસ્તો બનાવ્યો હોય છે ,તે રસ્તા પર બેસવા માટે લાકડા અને 
લોખંડ થી બનાવેલા બાંકડા મુકેલા હોય છે ,,આ લાકડા એવી જાતના હોય છે કે સ્નો-ફોલ થી બગડી જતા નથી ,

બીચ પર જવા માટે અમુક અંતરે દરવાજા હોય છે ,સવારે દસ થી સાંજે ચાર વાગ્યા સુધી પ્રવેશ ફી આપવી પડે છે ,ત્યાં બુકિંગ ઓફિસ હોય છે તેસમય દરમ્યાન બચાવનાર વ્યક્તિ{life -guard } પણ હાજર હોય છે ,તેની બેસવાની જગા ઊંચી હોય છે ,તેની પાસે દૂરબીન હોય છે ,જયારે પણ જરૂર હોય ત્યારે તેઓ પહોંચી જતા હોય છે ,,
દરેક દરવાજા પાસે રેસ્ટ -રૂમ હોય છે ,જેને આપણે ટોયલેટ કહીયે તેને અહીં રેસ્ટ -રૂમ કહે છે
રેસ્ટ -રૂમ માં એક માણસ સતત તેને ચોખા રાખે છે ,tip મુકવા માટે એક ડબો મુકેલો હોય છે ,દરેક સમયે
rest -room ચોખા હોય છે ,અહીં ના નાગરિક ને ગમે ત્યાં કચરો નહિ નાખતા ,ત્યાં મુકેલા ડબા માં જ કચરો મૂકે છે ,સાંજે ચાર પછીબીચ પર જવા માટે ફ્રી પ્રવેશ હોય છે રોડ ની બીજી બાજુએ ખાવા માટે ની દુકાનો અને ખરીદવા માટે ની દુકાનો આવેલી છે ,,

-દરિયો જોઈએ એટલે આપણું મન હરખાઈ જાય ,પૃથ્વી પર 75%પાણી છે ,આપણા શરીર માં પણ 75%પાણી છે આ સૃષ્ટિ અને આપણે સૌ પાંચ મહાભૂત માં થી બન્યા છીએ ,પ્રકૃતિ અહંકાર રહિત છે ,તેથી તો આપણે તેને જોઈ ને આનંદિત થઈએ છીએ ,સમુદ્ર અને સૂર્ય ના સહયોગ થી વરસાદ રૂપે પાણી મળે છે ,રત્નો આપેછે
મોટો મત્સ્ય ઉદ્યોગ આપેછે ,સમુદ્ર ના પણ માનવ જીવન પર ઉપકાર છે ,,દરિયા - દિલ વાળા પણ કોઈ હોય છે જેમનામાં દરિયા જેવી વિશાળતા ,ગહનતા ,અને મર્યાદા માં રહેવા ની કલા હોય છે 

આપણા દેશ માં તો સમુદ્ર પૂજન થાય છે પૂનમ ના દિવસે દરિયા માં ભરતી આવે છે ,અમે નજીક જઈ ને પાણી થી પગ પલાળી સમુદ્ર ને નમન કર્યું આ  સમુદ્ર નું નામ  એટલાન્ટિક  ઓસન છે

આવા ઠંડા પાણી થી સહેલાણીઓ સ્નાન કરતા હતા ,,ઘણા દેશ ના દેશવાસીઓ થી જ આ દેશ બનેલો છે
આખા શિયાળા માં કપડાં ભારે ભારે પહેરી ને કંટાળેલા માનવ ઓછા કપડાં અને સૂર્ય -સ્નાન કરવા ઉતાવળા થઇ જાય છે 

બીચ પર ચાલવા માટે અમુક જગાએ પ્લાસ્ટિક જાડું પાથરેલું હોય છે ,જયારે બીચ પર થી પાછા ફરતા ચાલવાના રસ્તા પર આવીએ તે પહેલા પગ ધોવા માટે ના નળ મુકેલા હોય છે ,જેથી કરીને દરિયા ની રેત રસ્તા પર ઓછી આવે ,

આજે અહીં સૂર્યાસ્ત સાંજે 8-35 નો હતો ,અમે સારી જગા જોઈ ચંદ્રમા ના ઉદિત થવાની રાહ જોઈને બેઠા ,
જ્યાં પૂર્વ દિશા માં સૂર્ય ઉદિત થાય છે ત્યાં અંધારું આવવા લાગ્યું ,પશ્ચિમ દિશા માં અજવાળું હતું ,,ચંદ્રમા પર પ્રકાશિત છે ,તેથી શરૂઆત માં ચંદ્રમા પીળા પછી ધીરે ધીરે ચાંદી જેવા ચમકવા લાગ્યા ,ચંદ્રમા ના પ્રકાશ થી સમુદ્ર શ્વેત રંગ નો લાગે તે જ એક અદભુત નઝારો લાગે છે ,મારા દીકરાએ લીધેલા ફોટા મુકું છું ,આશા છે તમને જરૂર પસંદ આવશે ,

સૌથી પહેલા ચંદ્રમા ઉદિત થાય છે ,અને તે પછી થોડા સમય ના અંતરે ફોટા લીધેલા છે 





ડાભી તરફ સમુદ્ર ,ચાલવા માટેનો રસ્તો ,જમણી તરફ રોડ અને દુકાનો