Showing posts with label ભાગવત વ્યાસ વિચાર. Show all posts
Showing posts with label ભાગવત વ્યાસ વિચાર. Show all posts
ભાગવત -વ્યાસ વિચાર -18
ભાગવત -વ્યાસ વિચાર -પૂજય પાંડુરંગ આઠવલેજી
ભાગવત ના પહેલા સ્કંધ ના બીજા અધ્યાય માં ભક્તિ ની મહત્તા સમજાવી છે
તેની શરૂઆત કરતા કહે છે
ભાગવત ના પહેલા સ્કંધ ના બીજા અધ્યાય માં ભક્તિ ની મહત્તા સમજાવી છે
તેની શરૂઆત કરતા કહે છે
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् | देवी सरस्वती व्यासं ततोजय मुदिरयेत ||
પહેલા અધ્યાય માં લખે છે सत्यं परम् धीमहि ,,,,આ સિદ્ધાંત થયો ,
સગુણ ઉપાસના શ્રેષ્ટ છે ,સગુણ ઉપાસના વગર ચિત્ત શુદ્ધિ થઇ ના શકે ,વિકારો નું ઉદાત્તીકરણ પણ થઇ ના શકે ,જે સત્ય છે ,જે પરમ છે ,તેનું ધ્યાન કરો ,રૂપ નો આગ્રહ નથી ,ગમેતે રૂપ ,રામ -કૃષ્ણ -દેવી-કે ગમે તેનું ધ્યાન કરો ,
બીજા અધ્યાય માં ततोजय मुदिरयेत હું જય કહુછું ,જય એટલે શું ?આ જય એટલે ભાગવત ના વિચારો થી સંસાર ઉપર વિજય મેળવી શકાશે ,સંસાર પર ના વિજય નો અર્થ વાસના ઉપર વિજય ,અર્થાત હું પર વિજય ,આ વૈદિકો નો વિજિગીષુ જીવનવાદ છે ,માનવ ને નિર્બળ કે દુર્બલ માન્યો જ નથી ,नर अपनी करनी करे तो नर का नारायण हो जाय ,એમજ માન્યું છે ,તેથી તેમાં વિજિગીષુત્વ છે
જો જય પ્રાપ્ત કરવો હશે તો ,નારાયણ ને નમસ્કાર કરવા પડે ,નારાયણ નું શરણ લેવું પડે ,નરોત્તમ ને પણ નમસ્કાર કર્યા છે
નરોત્તમ કોણ ?પ્રભુ ને જેણે જીતી લીધા તે નરોત્તમ ને નમસ્કાર ,પ્રભુ ને જેણે જીતી લીધા તે કેટલા મહાન હશે ?
નિષ્કામ પ્રભુ ને જેણે સકામ બનાવ્યા તે નરોત્તમ છે ,વલ્લભાચાર્ય ને મળવા માટે ભગવાન ને પણ તેટલી
ઉત્સુકતા હતી ,આલિંગન માં ભક્ત ની મિલન ની વાસના હોય તેમ ભગવાન ને પણ હોય તે આલિંગન કહેવાય
,
ભાગવત -વ્યાસ વિચાર page -17
ચતુશ્લોકી (ચાર શ્લોકનું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )
૧----સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો
(હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )
---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.......( ૨/૯/૩૨ )
૨.---”માયા“ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રયપણું ) દેખાતું નથી.
---જેવી રીતે શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.....................................(૨/૯/૩૩)
(નોધ - શરીર ના ધર્મો-કે-દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)
૩.---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ' માં સૃષ્ટિ ની પછી
દાખલ થયેલા છે અને ( જે દેખાય છે)
તે -દાખલ થયેલા પણ નથી ( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં રહ્યો છું-અને-નથી પણ રહ્યો …..........(૨/૯/૩૪ )
૪.---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
--આત્મા-નું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -
---જે વસ્તુ -અન્વય ( આત્માનું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
અને
--અતિરેક ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક કે આ બ્રહ્મ નથી-આ બ્રહ્મ નથી )
થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે આત્મા છે. ............................................................ ...( ૨/૯/૩૫ ) Anil Shukla (www.sivohm.com
Bhagvat -vyas vichar-page-16
અધ્યાય – 3 (સ્કંધ-12)
કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર (તુચ્છ-કે ખરાબ) બની જશે.
મોટાભાગના લોકો એવા હશે -કે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશે.
એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ બહુ મોટી મોટી હશે.
સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપણું વધી જશે.(31)
કળિયુગ હશે- ત્યારે આખા દેશમાં, ગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદ) વધી જશે.
પાખંડીલોકો પોત-પોતાના નવા સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો -સ્વાર્થ માટે વેદોનો અર્થ કરશે
અને એ પ્રકારે એ પાખંડી લોકો વેદો ને કલંકિત કરશે,
પોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લેશે
"બ્રાહ્મણ"ના નામે ઓળખાતા -એ જીવો- પેટ ભરવામાં અને (તેમના જીવનમાં કોઈ સંયમ ના હોતાં)
જનેન્દ્રીયોના ભોગોને તૃપ્ત કરવામાં લાગેલા રહેશે . (32)
બ્રહ્મચારી લોકો બ્રહ્મચારીવ્રતથી રહિત અને અ -પવિત્ર રહેવા લાગશે (બ્રહ્મચર્યાશ્રમ)
ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરશે (ગૃહસ્થાશ્રમ)
વાનપ્રસ્થી વનમાં રહેવાને બદલે ગામ (કે શહેરો)માં વસશે (વાનપ્રસ્થાશ્રમ)
અને સંન્યાસી ધનના અત્યંત લોભને લીધે પિશાચ જેવો બની જશે (સન્યાસાશ્રમ )(33)
સ્ત્રીઓનું કદ (આકાર) નાનો થઈ જશે , પરંતુ તેમની (તન ની) ભુખ વધી જશે
એમને સંતાનો બહુ થશે અને સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને
લાજ વગેરેને છોડી દેશે,એ સદા સર્વદા કડવી વાણી બોલશે,અને
ચોરી અને કપટ કરવામાં પ્રવીણ હશે,. સ્ત્રીઓમાં સાહસ પણ ખૂબ વધી જશે .(34)
પ્રિય પરિક્ષિત, કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જાય છે.
એ પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈક ને પ્રેમ કરે છે.
એ વિષયવસાનાઓથી એટલા બધા ધેરાઈ જઈ ને દીન બની જાય છે કે
પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને પણ છોડીને
કેવળ પોતાના સાળા અને સાળીઓની સલાહ લે છે. (37)
કળિયુગ માં-ક્ષુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન સ્વીકારે છે.
જેમને ધર્મનું જરા જેટલુંય જ્ઞાન નથી એ લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરે છે. (38)
કળિયુગમાં લોકો ધન તો શું, નાની-નાની વાતો માં પણ લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે
અને બહુ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલી આપી દેશે.
એટલું જ નહિં, તે પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા સુધ્ધાં કરી નાખશે અને
પોતાના પ્રાણો થી (નજીક ના કુટુંબીઓ થી) પણ હાથ ધોઈ નાખશે (કોઈ પ્રેમ -સંબંધ નહિ રાખે) (41)
પરીક્ષિત ! કળિયુગના- ક્ષુદ્ર લોકો કેવળ પોતાની કામવાસના પૂરી કરવા અને
પોતાનું પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહેશે.
પુત્ર પોતાના ધરડાં મા-બાપની રક્ષા-પાલન-પોષણ નહીં કરે, એની ઉપેક્ષા કરશે.
પિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા ન કરતાં એમને અલગ કરી દેશે.(42)
હે પરિક્ષિત, કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે.
એ ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી
બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.
જે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી,
દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે,
દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે,
એ કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. (51-52)
Anil Shukla (www.sivohm.com
Bhagvat-vyas vichar -page-15
શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન
સ્કંધ-૧૨-અધ્યાય – 2
શુકદેવજી કહે છે કે-હે,પરીક્ષિત,બળવાન કાળ (સમય) ને લીધે-હંમેશ ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા,
દયા, આયુષ્ય, બળ અને સ્મરણશક્તિ-એ સર્વે નજીક માં આવતા કાળ (કળિયુગ) માં નાશ પામશે.(1)
કળિયુગમાં "ધન" (પૈસા) થી જ મનુષ્ય- સારા કુળવાળો , સદાચારી અને સદગુણી મનાશે.
"ધર્મ અને ન્યાય"ની વ્યવસ્થામાં જેના હાથમાં બળ (શક્તિ) જ કારણ-રૂપ મનાશે.(2)
(જેના હાથમાં લાકડી (શક્તિ) હશે-તે ભેંસ લઇ જશે !!)
લગ્ન કરવામાં સ્ત્રી-પુરુષો પોતપોતાની રુચિ થી જ લગ્ન (પ્રેમ-લગ્ન) કરી લેશે.
(કુળ-ગોત્ર-વગેરે જોવાનું -એ લગ્ન માં કારણભૂત નહિ મનાય.)
વ્યવહારમાં છળ-કપટ મુખ્ય થશે-
(એટલે કે-જે મનુષ્ય ને ને વધુ છળ-કપટ કરતાં આવડશે,એટલો તે વધારે હોંશિયાર ગણાશે)
સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠ-પણા માં કેવળ રતિની કુશળતા (કામક્રીડા) જ કારણ મનાશે.(શીલ-સંયમ નહિ)
(એટલે કે-જે સ્ત્રી-પુરુષ વધુ કામી કે કામ-કુશળ -તે શ્રેષ્ઠ -એવું મનાશે)
બ્રાહ્મણની ઓળખ તેના ગુણ-સ્વભાવ થી નહિ પણ, કેવળ જનોઈ થી જ બની રહેશે (3)
(કર્મકાંડ-વેદ નું જ્ઞાન -સંધ્યા-પૂજા-ગાયત્રી-વગેરે-બ્ રાહ્મણ ના આચાર-તેની પાસે રહેશે નહિ)
સાધુ-સન્યાસીઓ ના આશ્રમો ને જાણવામાં (અને કયા આશ્રમ નો છે -તે જણાવવામાં)
વસ્ત્ર, લાકડી, કમંડળ – જેવા બાહ્ય દેખાવ જ સાધુ- અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે.
એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવામાં -આ બાહ્ય કારણો જ મુખ્ય બની રહેશે.
(એટલે કે-સન્યાસી (જોગી) એ ત્યાગ નો -મુખ્ય-આચાર નહિ રાખતાં- દંભી,લોભી અને ભોગી બનશે)
જો કોઈ મનુષ્ય- (ન્યાયાધીશને) ધનની લાંચ આપવામાં અસમર્થ હશે,તો ન્યાયમાં તેની હાર થશે.
અને (ભલે પાસે જ્ઞાન ના હોય પણ) જે બોલવામાં વધુ પાવરધો હશે-એને લોકો મોટો પંડિત માનશે.(4)
(કર્કશ-વધુ બોલતો- કુરૂપ કાળો કાગડો મોતી ખાશે ને હંસ દાણા ખાશે !!!)
કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ (અ સાધુતા કે ખરાબ હોવું કે ગુનેગાર હોવું) ગણાશે.
જે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન (સાધુ) સમજશે.
લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે.
શાસ્ત્રવિધિ–વિધાન, સંસ્કાર આદિની લોકોને કોઈ જરૂર નહિ લાગે. લોકો સ્નાન કરશે નહિ,પણ,
વાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે.(5)
લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે
પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (કે જે તીર્થ સમાન છે.) એની લોકો ઉપેક્ષા કરશે.
લાંબા વાળ રાખવા (પુરુષોએ) એને લોકો શારીરિક સૌંદર્યની નિશાની સમજશે !
અને લોકો જીવનનું સૌથી મોટું કામ (પુરુષાર્થ) એક જ ગણશે-એ છે પોતાનું પેટ ભરવાનું.
જે મનુષ્ય ભલે ઉદ્ધતાઈથી (મોઢું ઠાવકું રાખીને) વાત કરી શકશે એટલો લોકો એને સાચો સમજશે. (6)
યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરણ-પોષણ કરવું એ બની રહેશે.
ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશે.
આ પ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટો લોકોની વાહવાહ થઈ જશે,
ત્યારે રાજા (નેતા) બનવાનો કોઈ નિયમ નહિ રહે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર જેની પાસે તાકાત (બળવાન ) વધારે હશે એ રાજા બની બેસશે.
એ સમયે નીચ રાજાઓ અત્યંત ક્રુર અને નિર્દય હશે.
લોભી તો એટલા હશે કે એમના (રાજાઓમાં) અને લુટારુઓમાં કોઈ ફર્ક જ નહીં રહે ,
એ પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશે.
લોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશે.
એ સમયે પ્રજા જુદા-જુદા પ્રકારના શાક, કંદ-મૂળ, માંસ, દારૂ, ફળ-ફુલ અને ગોટલી (કેરી આદિની ગોટલી)
વગેરે ખાઈને પોતાનું પેટ ભરશે.(9)
વગેરે ખાઈને પોતાનું પેટ ભરશે.(9)
ક્યારેક તો વરસાદ જ નહિ પડે – દુકાળ પડશે;
તેવે સમયે રાહત ને બદલે રાજાઓ ઉપરાઉપરી કર (ટૅક્સ) નાખશે.
ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે.
આ ઉત્પાતો અને જીવન ના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે. (10)
આ ઉત્પાતો અને જીવન ના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે. (10)
લોકો ભુખ-તરસ અને નાની-મોટી અનેક ચિંતાઓથી દુ:ખી રહેશે. રોગોથી તો એમને ક્યારેય છૂટકારો નહિ મળે.
ઘોર કળિયુગ માં ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું જ હશે (11)
ઘોર કળિયુગ માં ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું જ હશે (11)
હે પરીક્ષિત ! કળિયુગના દોષોથી લોકોનું શરીર ક્ષીણ (નાનું) અને રોગગ્રસ્ત થઈ જશે.
વર્ણ અને આશ્રમોનો ભેદ જણાવનાર અને "ધર્મ" બતાવવા વાળો વેદમાર્ગ નષ્ટ થઈ જશે. (12)
ધર્મમાં પાખંડતા વ્યાપી જશે. રાજાઓ ડાકુ અને લુટારૂઓ જેવા થઈ જશે. મનુષ્ય ચોરી, જુઠ અને કારણ વગર
હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે. (13)
હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે. (13)
ચારેય વર્ણૉના લોકો શુદ્ર સમાન બની જશે. ગાયો -એ બકરીઓ જેવડી નાની અને
ઓછું દૂધ આપવાવાળી થઈ જશે.
વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ
સંસારી લોકોની જેમ ધર (વૈભવી આશ્રમો-ને મંદિરો) આદિ બનાવીને રહેશે
અને તેમની જેમ વેપાર પણ કરશે. (ધર્મ -મંદિર એ એક પૈસા કમાવાનો ધંધો બની જશે)
જેની સાથે લગ્નજીવનનો (બહુ નજીકના હોય એ જ )સંબંધ છે એને જ માત્ર લોકો સંબંધી ગણશે. (14)
ધાન્યો જેવાકે જવ, ઘઉં આદિ અનાજના છોડ નાનાં-નાનાં થઈ જશે.
વૃક્ષોમાં પણ લગભગ બધે શમી (બાવળિયા જેવા) આદિ જેવા કાંટાવાળા વૃક્ષો જ રહી જશે. (ફળ વાળા નહિ)
વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે.
લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવાને કારણે અથવા
તો ઘરમાં લોકોની સંખ્યા ઘટવાને કારણે સૂના-સૂના અને ભેંકાર થઈ જશે. (15)
હે પરિક્ષિત ! વધારે શું કહું? – કળિયુગનો અંત થતા-થતા મનુષ્યોનો સ્વભાવ
ગધેડાઓ જેવો દુ:સહ્ય બની જશે, લોકો માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે
અને વિષયી (ભોગી) બની જશે.
એવા સમયે સત્વગુણને ધારણ કરીને ભગવાન સ્વયં (કલ્કિ) અવતાર લેશે. (16)
ભાગવત -વ્યાસ વિચાર -page -14
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
8- निरोध --निरोध अर्थात -निरोधोस्यानुशयनामात्मनः सः शक्तिभिः ---
પરમેશ્વર પોતાની યોગનિદ્રા માં શાંત થયા બાદ ,સકળ સૃષ્ટિ તેના માં લીન થઇ જાય છે
પરમેશ્વર ની જાગૃતિ એટલે સૃષ્ટિ ની ઉત્પત્તિ ,
પરમેશ્વર ની નિદ્રા એટલે સૃષ્ટિ નો લય ,
તેના માટે ભાગવતકારે નિરોધ ની ચર્ચા કરી છે
પહેલા સ્કંધ ના પહેલા શ્લોક માં જ जन्माद्यस्य यतः .......
આજ સમજણ આપી છે, તે સમજ્યા બાદ
अत्र सर्गोविसर्गश्च ......આ સમજવાનું છે ,
આજ ભાવના અપરોક્ષ જ્ઞાન થી દ્રઢ થાય છે
9-मुक्ति --જ્યાં ભેદ નીતિ ખતમ થાય છે ,
વ્યક્તિ ની બાબત માં ભેદ ,ભગવાન ની બાબત માં ભેદ ,અને પોતાના અને ભગવાન માં ભેદ ,
આ ભેદ પ્રતીતિ ખલાસ થાય તેનેજ અપરોક્ષાનુભૂતિ કહે છે
ભાગવત માં જે સામાન્ય કથા ના રૂપે જે કહ્યું છે
તેજ તત્વજ્ઞાન ના ગ્રંથ માં અપરોક્ષાનુભૂતિ કહીને લખ્યું છે ,
વાસના હોવી તે જીવન છે ,અને વાસના ના હોવી તે મુક્તિ છે ,
ભગવાન પરોક્ષ નથી અને પ્રત્યક્ષ પણ નથી
જો પ્રત્યક્ષ હોય તો દેખાડો ,જો ના દેખાડી શકો તો પરોક્ષ છે
ભગવાન પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ પણ નથી
તેથીજ અપરોક્ષાનુભૂતિ શબ્દ આવ્યો ,
સંક્ષિપ્ત માં કહેવું હોય તો
ભગવાન દૂર નથી ,તેને આવવામાં વાર નથી ,અને તે બીજો નથી
તેનેજ મુક્તિ કહે છે
10--आश्रय --આગળ સમજાવ્યા તે નવ વિષય નો આશ્રય છે "પરબ્રહ્મ "
આ દસ વિષયો ભાગવત માં વાંચવા મળશે ,તેના કરતા અગિયારમો વિષય
વિષય ભાગવત માં નથી ,કોઈ પણ શ્લોક માં કોઈ પણ ચર્ચા હશે તે આ દસ વિષયો
ની આસપાસ ફરતી હશે ,,
ભાગવત-વ્યાસ વિચાર page -13
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
7-ईशानुकथा - ईशानुकथा એટલે શ્રી હરિ અને ભક્ત ના ચરિત્ર ની કથા
સૃષ્ટિ માં અનંત ચમત્કાર છે ,અરે , માનવ શરીર પણ ચમત્કાર થી ભરેલું છે ,
ડૉક્ટર ને પૂછીએ તો કહેશે ક્રોમોસોમ થીઅરી પ્રમાણે શરીર માં અડતાલીશ રંગપરમાણું છે
પુરુષ ના વીર્ય માં અને સ્ત્રી ના રજ માં ચોવીશ રંગપરમાણુ છે ,શા માટે ?
વીર્ય અને રજ મળી ને નવું શરીર તૈયાર થાય અને નવું શરીર અડતાલીશ રંગપરમાણુ નું બને ,
આવું કેમ છે ?આ જ ચમત્કાર છે
સૃષ્ટિ માં આવા તો અનેક ચમત્કાર છે ,અવકાશ માં વિવિધ ખગોલો ,ગુરુતવાકર્ષણ થી અઘ્ધર રહ્યા છે
તે અધ્ધર કેવી રીતે રહ્યા છે ? તેને કોઈ આધાર નથી ,
સૃષ્ટિ આટલી નિયમ બદ્ધ અને ચમત્કારો થી ભરેલી છે ,
સૃષ્ટિ માં આવા તો અનેક ચમત્કાર છે ,અવકાશ માં વિવિધ ખગોલો ,ગુરુતવાકર્ષણ થી અઘ્ધર રહ્યા છે
તે અધ્ધર કેવી રીતે રહ્યા છે ? તેને કોઈ આધાર નથી ,
સૃષ્ટિ આટલી નિયમ બદ્ધ અને ચમત્કારો થી ભરેલી છે ,
એટલું હોવા છતાં ભગવાનને સગુણ અવતાર લઇ ને આવવાની જરૂર પડેછે ,
સામાન્ય માણસ ને સામાન્ય ચમત્કાર જોઈએ ,ગોપાલ કૃષ્ણ એ ગોવર્ધન પર્વત ઉપાડ્યો --
આ સાંભળીને આપણે આશ્ચર્ય ચકિત થઇ જઈએ છીએ ,
ભાગવત કથા સાંભળવા વાળા ને સર્ગ ,વિસર્ગ ,પ્રકૃતિ વગેરે શું છે ? સત્વ ,રજસ ,તમસ શું છે ?
ભાગવત કથા સાંભળવા વાળા ને સર્ગ ,વિસર્ગ ,પ્રકૃતિ વગેરે શું છે ? સત્વ ,રજસ ,તમસ શું છે ?
તે બાબત માં રસ પડતો નથી ,તેમને ઈશ કથા માં સગુણ સાકાર રૂપ લઈને જે શક્તિ આવે છે તેમાં રસ પડે છે ,
पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतम | धर्मसंस्थापनाय संभवामि युगे युगे ||
ભગવાન અવતાર લઇ ને આવે છે ,જે કર્મયોગી છે તેને મદદ કરવા ,
पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतम | धर्मसंस्थापनाय संभवामि युगे युगे ||
ભગવાન અવતાર લઇ ને આવે છે ,જે કર્મયોગી છે તેને મદદ કરવા ,
અને જ્ઞાની ભક્ત જોડે રમવા માટે આવે છે
આવી ઈશ કથા ,અને ભગવાને ભક્ત ને સંભાળ્યા છે ,તેવી કથા ,
આવી ઈશ કથા ,અને ભગવાને ભક્ત ને સંભાળ્યા છે ,તેવી કથા ,
સામાન્ય માણસ ના હૃદય માં ઈશ વિશ્વાસ નિર્માણ કરે છે
આવી ઈશ કથા અને ભક્તો ની કથા ભાગવત માં આવે છે
ભાગવત -વ્યાસ વિચાર -page -12
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
5- ऊतय -उति -એટલે કર્મ વાસના ---વાસના શા માટે ? આ પહેલો પ્રશ્ન ઉભો થાય ,,
કર્મ થી ફળ ,અને ફળ થી વાસના ,અને વાસના થી જન્મ ,અને જન્મ થી ફરી જન્મ અને જન્મ થી ફરી કર્મ --
એવું ચક્ર ચાલ્યા કરે છે ,તેનું વર્ણન ભાગવત માં છે ,
તેવીજ રીતે સારા કર્મ અને ખરાબ કર્મ ---પુણ્ય કર્મ અને પાપ કર્મ ની ચર્ચા પણ ભાગવત માં છે ,
પાપ કર્મ અને પુણ્ય કર્મ ની ગતિ કઈ છે ,તે વિષય પણ ભાગવત માં છે
6 -मन्वन्तर -मन्वन्तराणि सद् धर्म - મન્વન્તર એટલે સદ્ ધર્મ નું પાલન ,

આ શાસ્ત્રીય શબ્દ છે ,ઘણા લોકો તેનો અર્થ કાળ સમજે છે ,
સૃષ્ટિ ની નિર્મિતિ પછી ,તેને ચલાવવા માટે કંઈક નિયમ બનાવ્યા છે ,તે નિયમ બનાવવાળા અને
સમજાવવા વાળા ને દેવતા માન્યા છે ,તે દેવતા ને મનુ કહે છે
સૃષ્ટિ ની નિર્મિતિ પછી ,તેને ચલાવવા માટે કંઈક નિયમ બનાવ્યા છે ,તે નિયમ બનાવવાળા અને
સમજાવવા વાળા ને દેવતા માન્યા છે ,તે દેવતા ને મનુ કહે છે
સત ધર્મ ના પાલન અને તેના નિયમ માટે મનુ બધે ફર્યા છે, તેનેજ મન્વન્તર કહે છે
ભાગવત -વ્યાસ વિચાર -page -11
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
4-પોષણમ -पोषणं तद् अनुग्रहः -- તેમાંથીજ સૃષ્ટિ નિર્માણ થઇ ,
પ્રભુ પર પ્રેમ કરવાવાળા અને પ્રભુ નું કામ કરવાવાળા નું કૃપા થી રક્ષણ કરવું એવી પ્રભુ ની પ્રતિજ્ઞા છે ,યોગ્ય રસ્તે ચાલવા વાળા ને સંભાળવાની પ્રભુ ની પ્રતિજ્ઞા છે ,તેને પોષણમ કહે છે ,
એનું કારણ જે અદ્રષ્ટ શક્તિ પર વિશ્વાસ રાખીં ને ચાલવા લાગે તેને તકલીફ અને કઠણાઈ આવેજ ,
અદ્રષ્ટ ભગવાન પર પ્રેમ કરવો બહુ કઠણ છે ,જે દેખાય છે તેના પર પ્રેમ થઇ શકે છે ,પરંતુ જે અદૃષ્ટ છે તેના પર પ્રેમ કેવી રીતે થાય ?
ભગવાને બધાના શરીર પ્રમાણબધ્ધ અને નિયમબધ્ધ બનાવ્યા છે ,ભગવાનજ તેને ચલાવે છે ,સંભાળે છે પરંતુ કોઈને તેની કદર છે ? તેનો પ્રેમ સમજવો તો દૂર ,ઉલટું માણસ સિગારેટ નો ધુમાડો કાઢતા પૂછે છે કે ,"ક્યાં છે ભગવાન ?"અરે ,તું જે શક્તિ થી આ શબ્દ ઉચ્ચારે છે તે જ ભગવાન છે ,
આવું બેધડક કહેનારા ની પાછળ લોકો દોડે છે ,એનું કારણ ભગવાને તેને બુદ્ધિ આપી છે ,
માનવ પોતાની બુદ્ધિ- જીવન માં ,ધર્મ માં ,અધ્યાત્મ માં , તત્વજ્ઞાન માં, કોઈ પણ ઠેકાણે ચલાવતો નથી ,
ભગવાને ગીતા માં કહ્યું છે ,योग क्षेम वहाम्यहम् ....જે અનન્ય ચિત્ત હશે તેનો યોગક્ષેમ હું ચલાવીશ ,
યોગક્ષેમ નો અર્થ ફક્ત દળ રોટલી નથી अप्राप्तस्य प्रापणं नाम योग ,लब्धस्य परि रक्षनम् नाम क्षेम् --
જે મળ્યું નથી તે મેળવવું તેનું નામ યોગ અને જે મેળવ્યું છે તેનું સંરક્ષણ કરવું તેનું નામ ક્ષેમ ,ભગવાન કહે છે કે જો તું યોગ્ય રસ્તે ચાલતો હોઈશ ,તું અનન્ય ચિત્ત હોઈશ તો તારા યોગ ક્ષેમ ની જવાબદારી મારી છે
ભાગવત-વ્યાસ વિચાર -page -10
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
3:-સ્થાનમ :-સ્થાનમ એટલે શું ? કોઈપણ ગ્રંથ નું અધ્યયન કરવું હોય તો તેની શાસ્ત્રીય પરિભાષા (Terminology ) ની જાણ હોવી જોઈએ ,તે જાણ ના હોય તો તેનું વિપરીત ભાષાંતર થઇ જાય ,
ઉદાહરણ તરીકે વ્યાકરણશાસ્ત્ર માં गुण "શબ્દ છે ,તેનો અર્થ શો ? વ્યવહાર માં ગુણ એટલે સારું લક્ષણ થાય છે ,પરંતુ વ્યાકરણશાસ્ત્ર માં સ્વરો માં જે ફેરફાર થાય છે તેને ગુણ કહેછે ,
ઉદાહરણ તરીકે अदेन्गण: अ નો ए અથવા ओ થાય તેને ગુણ કહેછે ,સામાન્ય સંસ્ક્રુત આવડતું હોય તેને પણ તેમને પણ આની ખબર હોતી નથી ,તેથી તરજુમો ગેરસમજ ઉભી કરેછે ,
કેવળ ભાષા આવડે એટલે ચાલતું નથી ,તે ગ્રન્થ ની શાસ્ત્રીય પરિભાષા પણ આવડવી જોઈએ ,
સ્થાનમ નો અર્થ શો? भगवताः लोकमर्यदा पालनेन प्रकर्षः स्थानम् --स्थानम् એટલે સ્થિતિ ,,કઈ સ્થિતિ ?
સૃષ્ટિ ની ઉત્પત્તિ બાદ એક અનુલ્લંઘનીય ઇશસત્તાત્મક કાયદા ની સૃષ્ટિ નો ઉત્કર્ષ થયો છે ,તે ઉત્કર્ષ કેવી
રીતે થયો તે બતાવ્યું છે ,તેને સ્થાનમ કહ્યું છે
उत्कर्षः नाम स्थानम् --उत्कर्षः नाम परमेश्वर: --स्थितिवैकुण्ठविजयः I ઉત્પત્તિ ની બાબત માં પરમેશ્વર નું જે
ચાતુર્ય છે ,,વિજય છે ,,તેનું વર્ણન ભાગવત માં છે
પરમેશ્વરે જે કાયદો નિયમ બનાવ્યો છે તેનાથીજ સૃષ્ટિ ચાલે છે ,તમે નિયમ નો ભંગ નથી કરી શકતા ,એવો નિયમ બનાવવાળો કેવો છે ? ઉદાહરણ તરીકે શરીર લો ,પ્રકૃતિ લો ,,પશુસૃષ્ટિ લો ,,તે નિયમ મુજબ ચાલે છે ,
પરમેશ્વર ના નિશ્ચિત નિયમ છે ,તેજ તેનો ઉત્કર્ષ ,,તે તેનો વિજય છે
કેટલાક લોકો કહે છે કે ભગવાન છે તો પછી આટલી અવ્યવસ્થા જગત માં કેમ છે ? અરે ક્યાં અવ્યવસ્થા
છે ? સૃષ્ટિ માં ક્યાંય પણ અવ્યવસ્થા નથી ,સૃષ્ટિ વ્યવસ્થિત ચાલે છે
તમે પ્રકૃતિ જુઓ ,પશુસૃષ્ટિ જુઓ મનુષ્યસૃષ્ટિ જુઓ ,,તમારું શરીર જુઓ આ બધું નિયમબધ્ધ ચાલતું જોવા મળશે ,તમે વિચાર કરીને નિયમ જાણી શકો છો આવું આવું હોવું જોઈએ ,,તેમાં ફેરફાર કરશો તો તકલીફ ઉભી થશે ,
તમારું લોહી નું દબાણ અમુક મર્યાદા માં હોવું જોઈએ ,શરીર માં અમુક ટકા જ સર્કરા હોવી જોઈએ ,,પરંતુ આ બધા સંકેત કોણે નિર્માણ કર્યાં ?એ વિજય કોનો છે ? આ ઉત્કર્ષ કોનો છે ? તે માનવ નિર્મિત નથી ભગવાને પ્રેમ થી બુદ્ધિ આપી છે તે જ વિશેષ છે ,
આ સૃષ્ટિ નિયમબદ્ધ ચાલે છે આ નિયમ નિશ્ચત કરવાવાળા ને સ્થાનમ કહે છે ,
ભાગવત -વ્યાસ વિચાર -page -9
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
1 ,સર્ગ :- भूतमात्रेन्द्रियधियां जन्म सर्ग उदारुतः I
પહેલા ઇન્દ્રિયો અને બુદ્ધિ નિર્માણ થયા ,અને ત્યરબાદ શરીર નિર્માણ થયું એવું કહેનાર પુરાણ કેટલું બુદ્ધિનિષ્ઠ હશે એવું કેટલાક પૂછે છે ,પરંતુ આપણે જોયું કે સૃષ્ટિ ની નિર્મિતિ ઈચ્છાપૂર્વક છે ,જડપૂર્વક નથી ,તેથી ઇન્દ્રિયો અને બુદ્ધિજ પહેલા નિર્માણ થયા છે
લિંગદેહ -સુક્ષ્મદેહ જ પહેલા નિર્માણ થાય અને તે સ્થૂલદેહ નિર્માણ કરી શકે છે ,ઊંઘ માં-સ્વપ્ન માં આપણે તેવો અનુભવ કરી શકીએ છીએ ,તેમાં સ્થૂલદેહ વગર પણ આપણે કઈંક ક્રિયા પણ કરીએ છીએ ,સ્થૂલદેહ ,સ્થૂલદેહ વગર પણ કામ કરી શકે છે ,
ભાગવત એમ નથી કહેતું કે પહેલા હાથ ,પગ ઇત્યાદિ નિર્માણ થયા ,તે કહે છે કે પહેલા જ્ઞાનેન્દ્રિય અને પછી કર્મેન્દ્રિય નિર્માણ થઈ તેને જ સર્ગ કહે છે ,
2 :- વિસર્ગ :-સત્વ ,રજસ ,તમ ઇત્યાદિ ગુણો ના ન્યૂનાધિક્ય જેથી જે એક સર્જન થાય છે તેને વિસર્ગ કહે છે
,સાંખ્ય શાસ્ત્ર ની દ્રષ્ટિએ પણ સત્વ ,રજસ ,તમ, ની સામ્યાવસ્થા એટલે પ્રકૃતિ છે ,તેમાં જયારે વિષમાવસ્થા થાય ન્યૂનાધિક્ય થાય ત્યારે સૃષ્ટિ નો વિરાટ પુરુષ નિર્માણ થાય છે
,તે સૃષ્ટિ નું વર્ણન વિસર્ગ ના રૂપ માં આવે છે ,તેને વૈયક્તિક સૃષ્ટિ કહે છે ,તે સૃષ્ટિ માં વનસ્પતિ ,પશુ ,પંખી ,પેટે ચાલવાવાળા પ્રાણી ,માનવ ,રાક્ષસ ,ગંધર્વ ,પિશાચ ઇત્યાદિ થાય છે
પહેલા પ્રાકૃતિક સૃષ્ટિ અને પછી વૈયક્તિક સૃષ્ટિ થાય છે એમ કહેવું શાસ્ત્રીય છે ,
જે સર્ગ છે તેને તત્વજ્ઞાન ની ભાષા માં કહેવું હોય તો અભેદકર સર્જન (undifferentiated creation )કહે છે
વિસર્ગ ને ભેદકર સર્જન (differentiated creation } કહે છે ,
સૃષ્ટિને નિર્માણ કરી મનુષ્ય નિર્માણ કર્યો --આ બધું વિસર્ગ માં આવે છે ,કેવળ મનુષ્ય નું ખોખું નિર્માણ ના કર્યું પણ તેમાં કઈંક --સજ્ઞાનમ ,વિજ્ઞાનમ , આજ્ઞાનામ પ્રજ્ઞાનમ વિગેરે ભર્યું તેને કહે છે વિસર્ગ ,
ભાગવત-વ્યાસ વિચાર -page -8
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
પરંતુ જડપ્રધાન સૃષ્ટિ માનવાવાળા લોકો પણ પ્રચ્છન્ન (ગુપ્ત ) ચૈતન્યવાદી નથી ?
મારી દ્રષ્ટિથી હેગેલ પણ પૂર્ણ જડવાદી નથી,તે પ્રચ્છન્ન ચૈતન્યવાદી છે ,
શંકરાચાર્ય ઉપર પણ લોકોએ "તે પ્રચ્છન્ન બૌદ્ધ છે "એવો આરોપ કર્યો હતો,
તે કાળના લોકોએ કહ્યું હતું કે શંકરાચાર્યનું તત્વજ્ઞાન તો વેદિક કહે છે,પણ તે પ્રચ્છન્ન બૌદ્ધ છે
એવો આરોપ હું નથી કરતો ,હું તો સિદ્ધ કરું છું કે હેગેલ ઇત્યાદિ તત્વજ્ઞાનીઓ પ્રચ્છન્ન ચૈતાન્યવાદી છે ,
તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા લોકોને ખબર હશે કે હેગેલ ઇત્યાદિ તત્વજ્ઞાનીઓનો
LAW OF SUBSTANCE શું છે ? હેગેલ ના આ LAW OF SUBSTANCE મુજબ,
પ્રકૃતિનો સ્વભાવ એવા પ્રકારનો છે કે ,પ્રકૃતિમાં ચૈતન્ય ક્રમે ક્રમે વિકસિત થાય છે ,
હવે જો પ્રકૃતિ માં ચૈતન્ય વિકસિત થતું હોય તો એનો અર્થ એ જ કે
પ્રકૃતિમાં ,અવિકસિત રૂપમાં ,અથવા અવ્યક્ત રૂપમાં ચૈતન્ય મૂળ થી હોય જ છે,
તેથીજ તે વિકસિત થયુ,ચૈતન્ય જ ના હોત તો એ વિકસિત થતે જ શી રીતે ?
नासतो विद्यते भावो न भावो विद्यते सतः I
અસત મિથ્યા વસ્તુ નું અસ્તિત્વ હોતું નથી ,અને સત ચૈતન્ય નો અભાવ હોતો નથી
તો પછી તેઓ ચૈતન્ય પૂર્વક સૃષ્ટિ નિર્મિતિ માનવાવાળા લોકો જ છે
હેગેલ ના LAW OF SUBSTANCE ના ઊંડા પાણી માં હું અત્યારે નથી જતો
પરંતુ આપણા મગજ માં હોવું જોઈએ કે ભાગવત એક તત્વજ્ઞાન નો ગ્રંથ છે,
તેથી ભાગવતે પહેલા સર્ગ અને પછી વિસર્ગ કહ્યો છે તે બરાબર છે

ભાગવત -વ્યાસ વિચાર -page -7
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
સુક્ષ્મ દેહ વગર ,સ્થૂલ દેહ ની ઉત્પત્તિ નો સંભવ નથી ,પહેલા સુક્ષ્મ દેહ અને ત્યારબાદ સ્થૂલ દેહ ની નિર્મિતિ છે
સ્થૂલ દેહ ની નિર્મિતિ બાદ ઇન્દ્રિયો નિર્માણ નથી થઇ ,પેહલા સુક્ષ્મ દેહ ત્યારબાદ તેને રમવાને માટે ,તેની જરૂરિયાત ને લીધે સ્થૂલ દેહ ની નિર્મિતિ છે
લામાર્ક ,ડાર્વિન સ્વીકારવા હશે તો પણ પેહલા સુક્ષ્મ દેહ અને ત્યારબાદ સ્થૂલ દેહ ની નિર્મિતિ માનવી પડશે
આ જ શાસ્ત્રીય સત્ય છે ,
ભાગવત આદિ પૌરાણિક ગ્રંથ ચૈતન્ય પૂર્વક સૃષ્ટિ રચના માને છે ,આપણી દ્રષ્ટિ એ આખી સૃષ્ટિ ઈચ્છાપૂર્વક છે
હેગેલ વિગેરેને સૃષ્ટિનિર્મિતિ ઈચ્છાપૂર્વક માનતા નથી ,તેઓની દ્રષ્ટિ થી આખી સૃષ્ટિ જડ પૂર્વક છે ,ચૈતન્ય પૂર્વક સૃષ્ટિનિર્મિતિ માનવાવાળા પૌર્વાત્ય લોકો વધારે શાસ્ત્રજ્ઞ છે અને તેઓ જે કહે છે તે પૂર્ણ તર્કબદ્ધ છે ,
આજની પેઢી તો વિચારતીજ નથી તેના માટે તો વિચાર કરવો નકામો છે ,તેને તો ફક્ત રોટલી ,રમત ,અને સિનેમા કરતાં વધારે કશુ જોઈતું નથી ,તેઓ पश्यति इति पशुः ---સ્થૂલ ઇન્દ્રિયોને ખબર પડે છે ,તેટલું જ માને છે ,બીજું કંઈ માનતા નથી ,
પાછલી એક પેઢી એવી હતી કે જે નહતી નાસ્તિક નહોતી આસ્તિક ,,તે અજ્ઞેયવાદી (AGNOSTIC) હતી ,તેને તત્વજ્ઞાન ના પુરાતન સંસ્કાર હતા અને નવા વિચાર આવ્યા હતા ,તેમણે સ્પેન્સર વાંચ્યો હતો લામાર્ક ,ડાર્વિન ,હેગલ ને પણ વાંચ્યા હતા, .તેથી તેમની એવી દ્રષ્ટિ થઇ ગઈ હતી અને તેથીજ તેઓ પૌરાણિક ગ્રંથ કંઈક નિમ્ન સ્તર ના છે એવું સમજતા હતા ,
ભાગવતે જે ઉત્પત્તિ નો ક્રમ લખ્યો છે તે બરાબર નથી એવું માનતા હતા ,આવા મોટા મોટા લોકો જે લખે છે તેમને યુનિવર્સિટી ની મોટી મોટી ડિગ્રીઓ મળી હોય છે તેમની યુનિવર્સિટી ની લાંબી ડિગ્રીઓ જોઈ ને આપણે તેમને માન્યતા આપીએ છીએ અને તેમનું કહેવું આપણને સાચું લાગે છે ,,
ભાગવત -વ્યાસ વિચાર-Page-6
ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી
વિકાસવાદ અને પુનર્જન્મવાદ ,બન્નેનો સંબંધ બહુ મનોરંજક છે,
પુનર્જન્મ નો વિચાર હમણાં આઘો રાખીએ,
તો પણ મૃત્યુ બાદ જીવનનું અસ્તિત્વ રહે છે ,એ પ્રત્યક્ષ સિદ્ધ થયેલી વાત છે
મૃત્યુ બાદના જીવનની વિકાસવાદની સાથે સંગતિ કેવી રીતે થશે ?
આ એક બોધપ્રદ વિષય છે સેમેટિક લોકો પુનર્જન્મ માનતા નથી ,
તો પણ મૃત્યુ બાદ જીવતત્વ રહે છે તે સિદ્ધ થયેલી વાત છે ,,
બાહ્ય સ્થૂલ દેહના મૃત્યુથી,સૂક્ષ્મદેહ --લિંગ દેહનો નાશ થઇ શકતો નથી,બાહ્ય સ્થૂલ દેહ વગર પણ લિંગ દેહ રહી શકે છે એટલું જ નહિ ,બાહ્ય દેહ ઉપર સુક્ષ્મ દેહ સત્તા પણ ચલાવે છે,
દેહIપાત બાદ જો સૂક્ષ્મ દેહ જીવતો રહે છે તો ,સ્થૂલ દેહના અસ્તિત્વની પહેલા પણ સુક્ષ્મ દેહનું અસ્તિત્વ રહી શકે છે ,એ તર્ક સંગત વાત છે ,
સુક્ષ્મ દેહ એટલો શક્તિશાળી છે કે તેની સત્તા સ્થૂલ દેહ પર ચાલે છે ,
એક સ્થૂલ દેહ છોડીને તે બીજો સ્થૂલ દેહ બનાવી લે છે
આમ સ્થૂલદેહની પહેલા ઇન્દ્રિયોનું અસ્તિત્વ હોઈ શકે છે (અહીં ઇન્દ્રિય એટલે સુક્ષ્મ ઇન્દ્રિય)
કેટલાક કહે છે કે સુક્ષ્મ દેહ -લિંગ દેહ વગેરેની વાતો કરીને તત્વજ્ઞાને
स्वप्न स्त्रिसंग सौख्यादपि भृशंसतो या च रेतश्श्चुति स्यात् I
स द्रश्या तत्द्व देतत्स्फ़ुरति जगदसत्करणं सत्यकल्पम् II
स्वप्ने सत्यः पुमानस्या द्युव्तिरिह् मृषैवानयोः संयुतिस्च I
प्रातः शुक्रेण वस्त्रोपह्तिरिति यतः कल्पनामुलमेतत II

આ શા માટે ગોટાળો ઉભો કર્યો છે ?
શંકા ની વાત એ છે કે જ્યાં સુધી પ્રાણી સૃષ્ટિ નિર્માણ ના થઇ
શંકા ની વાત એ છે કે જ્યાં સુધી પ્રાણી સૃષ્ટિ નિર્માણ ના થઇ
ત્યાં સુધી ઇન્દ્રિયો અને બુદ્ધિ નું નિર્માણ કેવી રીતે થઇ શકે ?
ભણેલા ગણેલા લોકો તો આ સુક્ષ્મ દેહ સાથે વાત વહેવાર પણ કરે છે
ભણેલા ગણેલા લોકો તો આ સુક્ષ્મ દેહ સાથે વાત વહેવાર પણ કરે છે
છતાં સુક્ષ્મ દેહ વિષે શંકા પ્રદર્શિત કરે છે એજ આશ્ચર્ય ની વાત નથી ?
સુક્ષ્મ દેહ -લિંગ દેહ એ તત્વજ્ઞાનીઓએ ઉભો કરેલો ગોટાળો નથી પણ સત્ય હકીકત છે ,,,
પ્રત્યેકને સ્વપ્નું તો આવ્યુ જ હશે
પ્રત્યેકને સ્વપ્નું તો આવ્યુ જ હશે
આપણે સ્વપ્નમાં ચાલીયે છીએ ,બોલીએ છીએ ,સાંભળીએ છીએ ,લખીએ છીએ
આપણી સ્પર્શ ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીએ છીએ ,
એનો અનુભવ આપણાને રાત દિવસ થતો હોય છે
તે સમયે સ્થૂલ દેહ હોય છે ?અને હોય તો ક્યાં હોય છે ?
તે સમયે સ્થૂલ દેહ હોય છે ?અને હોય તો ક્યાં હોય છે ?
જો સ્થૂલ દેહ ના હોય તો તેનો જે અનુભવ થાય છે તે શું ખોટો છે ?
તેનો સંબંધ સુક્ષ્મ દેહ સાથે હોય છે
તેથી સ્થૂળ દેહ પહેલા સુક્ષ્મ દેહનું હોવું તર્ક સંગત છે ,યોગ્ય છે, શાસ્ત્રીય છે ,
તેથી સ્થૂળ દેહ પહેલા સુક્ષ્મ દેહનું હોવું તર્ક સંગત છે ,યોગ્ય છે, શાસ્ત્રીય છે ,
તેથી ભાગવતનું જે વિધાન છે કે સુક્ષ્મ દેહ પહેલા હોય છે તે બરાબર છે ,
શંકરાચાર્યે તો તેના પર વેદાંતનો એક સ્લોક લખ્યો છે ,
શંકરાચાર્યે તો તેના પર વેદાંતનો એક સ્લોક લખ્યો છે ,
स्वप्न स्त्रिसंग सौख्यादपि भृशंसतो या च रेतश्श्चुति स्यात् I
स द्रश्या तत्द्व देतत्स्फ़ुरति जगदसत्करणं सत्यकल्पम् II
स्वप्ने सत्यः पुमानस्या द्युव्तिरिह् मृषैवानयोः संयुतिस्च I
प्रातः शुक्रेण वस्त्रोपह्तिरिति यतः कल्पनामुलमेतत II
ભાગવત -વ્યાસ વિચાર-PAGE-5
ભાગવતમાં ક્યા વિષય વર્ણવ્યા છે ?
દ્વિતીય સ્કંધ ના દસમા અધ્યાય માં પ્રથમ શ્લોક માં તેનું વર્ણન છે
अत्र सर्गो विसर्गस्च स्थानं पोषन भूतयः I मन्वन्तरे शनुकथा निरोधो मुक्तिरश्राय II
હું આ વિષય ખાસ કહું છું ,કારણ ,પંડિતો ભાગવતને નિમ્નસ્તરની સંહિતા માને છે-શા માટે ?
તો કહે છે કે તેમાં વિકસન પરંપરાનો (ORDER OF EVOLUTION ) યોગ્ય ક્રમ આપેલો નથી
તેમનું કહેવું છે ભાગવતમાં પેહલા સર્ગ પછી વિસર્ગ કહેવામો આવ્યો છે પરંતુ સર્ગનો અર્થ શો ?

भूतमतरेन्द्रियधियां जन्मसर्ग उदरुतःI
पञ्च तन्मात्रा ,पञ्च ज्ञानेन्द्रिय ,,पञ्च कर्मेन्द्रिय ,पञ्च महाभूत ,,अहङ्कार ,,बुधि આને સર્ગ કહે છે.
આની ઉત્પત્તિ પહેલા થઇ અને તેને પ્રાકૃતિક સર્ગ કહે છે.
સર્ગ ની પછી વિસર્ગ કહ્યો છે ,વિસર્ગ એટલે પશુ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ ,અને મનુષ્ય સૃષ્ટિ.
પંડિતો નું શંકા સ્થાન અહીં છે.
ભાગવત જ્ઞાનપૂર્ણ ,જ્ઞાનપ્રધાન ગ્રંથ છે
કે પછી તે આબાલ -વૃદ્ધ -સ્ત્રી પુરુષો ને સમજાવવા માટે લખેલો ગ્રંથ છે ?
એવું હોય તો તેમાં સર્ગ પછી વિસર્ગ કેમ કહ્યું છે ?
જેઓ ભાગવત ના હિમાયતી છે તે કહે છે કે છંદાનુક્રમ હોવાને કારણે એવું લખ્યું છે પરંતુ આ ખરું નથી.
સર્ગ એટલે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય ,પંચ મહાભૂત ,પંચ તન્માત્રા ,અહંકાર અને બુદ્ધિ --એવો અર્થ સ્પષ્ટ ભાષા માં ભાગવત માં લખેલો છે.
કેટલાક ભણેલા લોકો ને લાગે છે જ્યાં શરીર સૃષ્ટિ નિર્માણ થઇ નથી ત્યાં ઇન્દ્રિયો ,મન ,બુદ્ધિ ,નિર્માણ થયા એમ કહેવું અશાસ્ત્રીય છે આ બધી પ્રાણી સૃષ્ટિ નિર્માણ થવા પહેલા ઇન્દ્રિયો કેમ નિર્માણ થઇ ?
તે વાત તત્વજ્ઞાનમાં બેસતી નથી
સામાન્ય લોકો ને પણ એવી શંકા છે કે પહેલા સર્ગ પછી વિસર્ગ કેમ થાય ?
પચાસ સો વર્ષ પહેલા શિક્ષિત લોકો પશ્ચિમ ના લામાર્ક ,ડાર્વિન ,હેગેલ ના ગ્રંથો વાંચ્યા પછી
ભાગવત જેવા પૌર્વાત્ય ગ્રંથો પણ વાંચતા હતા.
આજે તો એ બધું ચાલી ગયું છે આજે તો માહિતી આવી ગઈ છે
ભણવાની શક્તિ અને વૃત્તિ ઓછી થઇ ગઈ છે પરંતુ તે કાળમાં એવું નહોતું.
વિકાસવાદ વાંચ્યા પછી એક શંકા નિર્માણ થાય કે ઇન્દ્રિયો બુદ્ધિ ,અહંકાર નિર્માણ થયા બાદ પશુ અને માનવ સૃષ્ટિ નિર્માણ થઇ તે અશાસ્ત્રીય છે.
અહીં પ્રશ્ન છે કે વિકાસવાદ ની સહાયતા થી શું જગત નું ગુઢ રહસ્ય ખોલી શકાય છે ?
વિકાસવાદે જગત ના ગૂઢ રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે

ભાગવત -વ્યાસ વિચાર --Page-4
માનવ જીવનના પાંચ ઓરડા છે.
માનસશાસ્ત્ર ,સમા જશાસ્ર ,અર્થશાસ્ત્ર ,રાજનીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાન.
આ પાંચે ઓરડા પ્રકાશિત થવા જોઈએ.
રાજનીતિ માં ફરવાવાળા માટે જ રાજનીતિ છે એવું નથી.
તમારી પત્ની પણ રાજનીતિનો ઉપયોગ કરે છે
ઉદાહરણ તરીકે એન્જીનીઅર પતિ તડકા માં કામ કરીને આવ્યો છે,
માટે હમણાં અમુક વાત ના કરું બે કલાક બાદ વાત કરીશ
આવી સમજ માં રાજનીતિ આવી ગઈ.
જેમ માનવ જીવન ના પાંચ ઓરડા પ્રકાશિત થવા જોઈએ,તેમ માનવ ને જીવન નું ધ્યેય આપવું જોઈએ.
તે માટે વેદવ્યાસે મહાભારત ગ્રંથ લખ્યો.
મહાભારત માં જીવનનું ધ્યેય છે ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ છે એટલું જ નહિ,તેજસ્વિતા છે નીતિ મત્તા છે બધું છે પણ તેની બેઠકમાં ઇતિહાસ છે.
જ્ઞાનેશ્વર તરફ આપણું ખેંચાણ વધારે છે,કારણ તેમના જીવન માં ભક્તિ ની બેઠક છે.
માટે નીતિ ,જોશ ,તત્વજ્ઞાન વગેરેની બેઠકમાં ભક્તિ હોવી જોઈએ એમ વ્યાસજીને લાગ્યું
તેથી તેમણે ભાગવત ગ્રંથ ની રચના કરી ,,,
આ જગત માં વાંચવા જેવા ઘણા ગ્રંથો છે.માયા નું વર્ણન કરવાવાળા ગ્રંથ છે,કેટલાક આત્મજ્ઞાન સમજાવવાળા ગ્રંથ છે,નીતિ નું પ્રતિપાદન કરવાવાળા ગ્રંથ છે પરંતુ બધા વિચાર વાર્તા રૂપે કહી ને ,
સહજ સુલભ બનાવી ને સામાન્ય જન ના હાથ માં આપવાનું કામ કોઈએ કર્યું હોય તો તે ભાગવતે કર્યું છે.
તેમાં તેમણે આત્મજ્ઞાન ,નીતિ વગેરે બધું વાર્તામાં બેસાડીને કહ્યું છે ,એટલું જ નહિ ,વેદાંતનું તત્વજ્ઞાન આચાર માં કેવી રીતે લાવવું ? તે કહેવાનો આગ્રહ ભાગવતમાં છે તે જ ભાગવતની મહત્તા છે
ભાગવતનું તત્વજ્ઞાન -ભાગવતની ઉપાસના પદ્ધતિ અને ભાગવતના કથા સંગ્રહ,
બાબત માં બે પરંપરા દેખાય છે જેમને ભાગવત નો અભ્યાસ કર્યો હશે તેમના માટે આ કહું છું.
એક વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ-વિશિષ્ટ વિચારધારા-વિશિષ્ટ તત્વજ્ઞાન-વિશિષ્ટ કથા સંગ્રહ નિશ્ચિત થયા પછી તે પરંપરા સમાજના અંતિમ માનવ સુધી લઇ જવા જે પ્રયત્ન કરવા માં આવ્યો છે તેના બે પ્રકાર છે.
એક પરંપરા વિષ્ણુ થી શરુ થઇ છે.વિષ્ણુ એ બ્રહ્મદેવ ને ભાગવત આપ્યું ,
બ્રહ્મદેવે નારદ ને અને નારદે વેદવ્યાસ ને વેદવ્યાસે શુકદેવને.
શુકદેવે સુત નેઆપ્યું સુતે શૌનક ને ભાગવત આપ્યું
આ પરંપરા નું વર્ણન ભાગવત ના પહેલા ,બીજા અને બારમા સ્કંધ માં છે
બીજી પરંપરા માં વિષ્ણુએ શેષ ને આપ્યું ,શેષે સનતકુમાર ને,સનતકુમારે સંખ્યાયન ને,
સંખ્યાયને પરાશરને ,પરાશરે મૈત્રેયને અને મૈત્રેયે વિદુરજીને કહ્યું-આ બે પરંપરા છે

ભાગવત વ્યાસ વિચાર-Page-3
મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફકત અર્જુનને ગીતા કહી,
જયારે સૃષ્ટ્રિ છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે ઉદ્ધવને ઉપદેશ આપ્યો.
વેદવ્યાસ ને લાગ્યું કે ભગવાને રણાંગણમાં જે તેજસ્વી તત્વજ્ઞાન કહ્યું છે તે મારે સમાજ ને કહેવું જોઈએ
તેવી રીતે જયારે સૃષ્ટ્રિ છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને ભક્ત ઉદ્ધવ ને જે ઉપદેશ આપ્યો છે
તે હું જ્યાં સુધી સમાજને ના કહું ત્યાં સુધી મારુ કામ પૂરું થતું નથી તેથી હું શોક કરું છું.
આનો અર્થ એ નથી કે વેદવ્યાસ વ્યથિત -દુઃખી હતા,
પરંતુ તેમને લાગ્યું કે જ્યાં સુધી તે હું સમાજને ના કહું ત્યાં સુધી મારુ કાર્ય અધૂરું રહેશે
તેથી ભાગવતની નિર્મિતિ થઇ
ભાગવતની મહત્તા ક્યા શબ્દો માં કહું ?
ગીતા અને ભાગવત -બન્ને ભાગવત ધર્મના પ્રમાણભૂત ગ્રંથ છે
જેમ ભાગવત ગ્રંથ છે તેમ ભાગવત ધર્મ છે ભાગવત વિચારધારા છે,જ્ઞાન અને ભક્તિનો સુમેળ ભાગવતમાં જોવા મળે છે,તેથી પરમજ્ઞાની અને પરમભક્ત બંનેને આ ગ્રંથ પોતાનો લાગે છે
કૃષ્ણભક્તિના અલગ અલગ સંપ્રદાયો ભારત માં છે,
આ બધા સંપ્રદાયોની આદ્યસંહિતા કોઈ હશે તો તે ભાગવત છે,તે જ્ઞાન પૂર્ણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.
ભાગવત ન રાસક્રીડા એ મધુરા ભક્તિનું અંતિમ દર્શન છે
ભાગવત એ જ્ઞાની ભક્ત ની સ્થિતિં સુધી લઇ જવા વાળી સંહિતા છે
એક અચરજ ની વાત છે,
ઘણા સમય સુધી લોકોને લાગતું હતું કે સંસ્કૃત-ભાષાના સાહિત્યનું અંગ્રેજી-કરણ થયું,
તેમાં સૌ પેહલા ગેટે એ શાકુન્તલ નું ભાષાંતર કર્યું
આજે પણ ઘણા વિદ્વાનો માને છે પરંતુ ભારતના પહેલા ગવર્નર જનરલ વૉરેન હેસ્ટિંગ્સે,મહેનત કરીને ભાગવત નું અંગ્રેજી માં ભાષન્તર કર્યું હતું
તેનો સ્પષ્ટ ઉલ્લેખ એમરસનના લિટરેચર નામના નિબંધ માં જોવા મળે છે
વૉરન હેસ્ટિંગ્સને ભાષાંતર કરવાની ઈચ્છા થઇ,એટલો સુંદર ભાગવત ગ્રંથ છે.
ભાગવત ની મહત્તા ભાગવતકારે પોતેજ લખી છે કેટલાક ગ્રંથ એવા હોય છે કે
તેની મહત્તા ગ્રન્થકારે પોતેજ લખવી પડી છે
ભાગવત ની મહત્તા પદ્મપુરાણ માં જોવા મલે છે
INDEX
ભાગવત -વ્યાસવિચાર-Page-2
સંસ્કાર અને શિક્ષણ -એ બંનેમાં બહુ મોટું માનસશાસ્ત્રીય અંતર છે,
છોકરાઓને એવું ચરિત્ર દેખાડવાનું કે જેથી તેમને લાગે મારે પણ તેવા બનવું છે.
"તું એવો થા" એવી આજ્ઞા કોઈ પણ વ્યક્તિ માનતી નથી,
વ્યક્તિ અંદર ની આત્મશક્તિ ની આજ્ઞા માને છે
એક દ્રષ્ટાંત આપું,
રામપુરના નવાબ બીમાર પડ્યા અને તેમની વાણી બંધ થઇ ગઈ.તે બોલી શકતા ના હતા,
બધાને લાગ્યું કે નવાબ ની ઘડીઓ ગણાય છે.
એક તરફ હકીમ અને ડૉક્ટર બેઠા હતા બધા ને લાગતું હતું કે આ માંદગીમાંથી નવાબને ઉભા કરવા મુશ્કેલ છે,કારણ ,નવાબ ની વાણી જ બંધ થઇ ગઈ હતી.
એટલા માં લીલાધર વૈદ આવ્યા ,તેમણે નવાબ ને તપાસ્યા અને કહ્યું -
એમાં શું છે ?કઈ ગંભીર બીમારી નથી નવાબ સારા થઇ જશે ,,હું તેમને સારા કરીશ,
પરંતુ કહો નવાબને દવા પાઇ ને સારા કરું કે દવા દેખાડી ને સારા કરું ?
આ સાંભળી ને બધા અચરજ માં પડી ગયા,
તેમને લાગ્યું કે લીલાધર વૈદ્ય ઘમંડી થયા લાગે છે દવા પાઇ ને દર્દી ને સારા કરી શકાય તે સમજી શકાય તેવી વાત છે પણ આ તો દવા દેખાડી ને સારા કરવા ની વાત કરે છે
તેમણે કહ્યું દવા દેખાડી ને જ નવાબ ને સારા કરો.
લીલાધર વૈદ્યે કહ્યું-ઠીક છે હું તેમને દવા દેખાડીનેજ સારા કરું છું.
વૈદ્યે એક છોકરાને બોલાવી પચાસ લીંબુ મંગાવ્યા અને સાથે એક ચપ્પુ પણ મંગાવ્યું ,
છોકરો લીંબુ લઇ આવ્યો એટલે વૈદ્યરાજ નવાબ ના મોઢા પાસે એક પછી એક લીંબુ કાપવા લાગ્યા,
તે જોઈ ને નવાબ ના મોઢા માં પાણી છૂટ્યું
અને અંદર નો જામેલો કફ છૂટો પડી ગયો નવાબ ની વાણી છૂટી થઇ ગઈ.
આવી રીતે ચરિત્ર નું વર્ણન કરી સામે વાળાના મોઢામાં પાણી છૂટવું જોઈએ
ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં આજ રસ્તો અપનાવ્યો છે
તેમણે ગીતામાં સ્થિતપ્રજ્ઞનું વર્ણન ,ગુણાતીતનું વર્ણન ,ભક્તનું વર્ણન એટલું સુંદર કર્યું છે કે
જે સાંભળી ને આપણને તેવા થવાનું મન થાય.
ભાગવત માં વેદવ્યાસે ધ્રુવ,પ્રહલાદ ઇત્યાદિનું ચરિત્ર એટલું સુંદર કર્યું છે કે
તે વાંચી સાંભળીને આપણી અંદર એક અભિલાષા નિર્માણ થાય છે ,તે પાકી થાય છે
બીજાએ આપેલી અભિલાષા ફેંકી દઈ શકાય પરંતુ અંદર નિર્માણ થયેલી અભિલાષા સુદ્રઢ થઇ જાય છે
તે ફેંકી શકાતી નથી.તેથી જ સંસ્કાર જુદી વાત છે
ગુરુ પાસે જઈએ,ગુરુમુખે સ્વૈર કથાઓ સાંભળીને તેવા બનવાની અભિલાષા આપ મેળે જ નિર્માણ થાય છે અને પોતે જે નિશ્ચય કરે છે તેને જ સંસ્કાર કહે છે
INDEX
ભાગવત -વ્યાસ વિચાર-Page-1
નારાયણ પર ગ્રંથ -----ભાગવત
માનવને નારાયણ પર (ઈશ્વરાભિમુખ ) બનાવવાનો પ્રયત્ન ઋષિઓએ અને શાસ્ત્રકારોએ કર્યો છે
પરંતુ ફક્ત તેમના પ્રયત્ન થી નહિ ચાલે,નારાયણ પર થવા માટે માણસે પોતે પણ પ્રયત્ન કરવો પડશે
આ જગતમાં એકના પ્રયત્નથી બીજાને ફાયદો થતો નથી જેનો પ્રયત્ન હશે તેને જ ફાયદો થશે,
માનવને નારાયણ પર બનાવવો છે, પરંતુ માનવ એટલો દુર્બળ,લાચાર,અગતિક,અસહાય,અને નિષ્તેજ છે,
કે તેને કોઈકની લાકડીનો આધાર લેવો પડે છે,
તો પછી નારાયણ નો આધાર શા માટે ના લેવો ?
જીવન માં નારાયણપરતા આવવી જોઈએ,પણ તે લાચારી કે અગતિકતાથી નહિ પણ ભાવથી આવવી જોઈએ,અથવા તો સંબંધથી આવવી જોઈએ
આ જગતમાં આપણે નિર્બળ તો છીએ જ,તેથી બધાને તેના શરણે જવું પડશે
જેની લીટી લીટીમાં નારાયણપરતા છે એવો એક ગ્રંથ છે જે વેદવ્યાસે લખ્યો છે તેનું નામ છે શ્રીમદ્ભાગવત
જીવન નારાયણપર હોવું જોઈએ પરંતુ નારાયણપરતા ભાવથી અથવા સંબંધ થી હોવી જોઈએ,
જે નારાયણપરતા સંબંધ અથવા ભાવ થી આવશે તે જ વિકાસને માટે ઉપયોગી થશે
આવશ્યકતા ને લીધે સ્વીકારેલી નારાયણપરતા,આવશ્યકતા પુરી થયા બાદ ઢીલી પડી જશે
બાળક ને શરુ શરુ માં માં ની આવશ્યકતા ને લીધે મા પર પ્રેમ હોય છે પણ
જયારે મા ની આવશ્યકતા પુરી થાય છે ત્યારે પ્રેમ ઓછો થાય છે અને ફરજ તરીકે મા ની સેવા કરે છે
નારાયણપરતા ભાવથી પ્રેમથી,અથવા સંબંધથી હોવી જોઈએ,એવું કહેવાવાળો ગ્રંથ છે શ્રીમદ્ભાગવત
ભાગવત એક પ્રાસાદિક,પ્રસન્નતાથી ભરેલો ગ્રંથ છે
ભાગવત વિષે વિચારવું હશે તો પહેલા વેદવ્યાસ ને નમસ્કાર કરવા પડશે,
તેઓ લોકોત્તર તત્વજ્ઞાની હતા તે છતાં તેમણે જુદા જુદા રૂપે પુરાણોમાં વાર્તાઓ કહી છે,
તેમના બ્ર્હ્મસૂત્રો તત્વજ્ઞાનથી એટલા તો સમૃદ્ધ છે કે વલ્લભાચાર્ય,રામાનુજાચાર્ય,શંકરાચાર્યને પણ
બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખવું પડ્યું .
આટલા મહાન તત્વજ્ઞાની વાર્તા શા માટે કહે ?
વાર્તાઓ કહેવા પાછળ,માનવ જાતિને માટે તેમના અંતઃકરણ માં પ્રેમ છે,
તેમને વ્યક્તિને માનવજીવનને ઉભું કરવું હતું
એક માનસશાત્રીય સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો છે
જે ગોખવામાં અથવા ગોખાવામાં આવે છે,જે શીખવવામાં આવે છે તેને શિક્ષણ કહે છે
અને જે ઉપાડવામાં આવે છે તેને સંસ્કાર કહે છે શિક્ષણથી વધારે કિંમત સંસ્કારની છે
INDEX NEXT
Subscribe to:
Posts (Atom)