ભાગવત -વ્યાસ વિચાર -18

ભાગવત -વ્યાસ વિચાર -પૂજય પાંડુરંગ આઠવલેજી


ભાગવત ના પહેલા સ્કંધ ના બીજા અધ્યાય માં ભક્તિ ની મહત્તા સમજાવી છે
તેની શરૂઆત કરતા કહે છે 

नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् | देवी सरस्वती व्यासं ततोजय मुदिरयेत ||

પહેલા અધ્યાય માં લખે છે सत्यं परम् धीमहि ,,,,આ સિદ્ધાંત થયો ,
સગુણ ઉપાસના શ્રેષ્ટ છે ,સગુણ ઉપાસના વગર ચિત્ત શુદ્ધિ થઇ ના શકે ,વિકારો નું ઉદાત્તીકરણ પણ થઇ ના શકે ,જે સત્ય છે ,જે પરમ છે ,તેનું ધ્યાન કરો ,રૂપ નો આગ્રહ નથી ,ગમેતે રૂપ ,રામ -કૃષ્ણ -દેવી-કે ગમે તેનું ધ્યાન કરો ,

બીજા અધ્યાય માં ततोजय मुदिरयेत હું જય કહુછું ,જય એટલે શું ?આ જય એટલે ભાગવત ના વિચારો થી સંસાર ઉપર વિજય મેળવી શકાશે ,સંસાર પર ના વિજય નો અર્થ વાસના ઉપર વિજય ,અર્થાત હું પર વિજય ,આ વૈદિકો નો વિજિગીષુ જીવનવાદ છે ,માનવ ને નિર્બળ કે દુર્બલ માન્યો જ નથી ,नर अपनी करनी करे तो नर का नारायण हो जाय ,એમજ માન્યું છે ,તેથી તેમાં વિજિગીષુત્વ છે 

જો જય પ્રાપ્ત કરવો હશે તો ,નારાયણ ને નમસ્કાર કરવા પડે ,નારાયણ નું શરણ લેવું પડે ,નરોત્તમ ને પણ નમસ્કાર કર્યા છે 

નરોત્તમ કોણ ?પ્રભુ ને જેણે જીતી લીધા તે નરોત્તમ ને નમસ્કાર ,પ્રભુ ને જેણે જીતી લીધા તે કેટલા મહાન હશે ?
નિષ્કામ પ્રભુ ને જેણે સકામ બનાવ્યા તે નરોત્તમ છે ,વલ્લભાચાર્ય ને મળવા માટે ભગવાન ને પણ તેટલી
ઉત્સુકતા હતી ,આલિંગન માં ભક્ત ની મિલન ની વાસના હોય તેમ ભગવાન ને પણ હોય તે આલિંગન કહેવાય 

,