ભાગવત -વ્યાસ વિચાર -19



ભાગવત -વ્યાસ વિચાર

નરોત્તમ નો બીજો અર્થ સાંભળવાવાળા લોકો ,કારણ તેઓ સાંભળવા બેઠા છે તેથી તો હું બોલી શકું છું ,
શ્રોતા કોને કહે છે ,જે પૂર્ણ શ્રદ્ધા થી ભરેલો છે ,જે જીજ્ઞાશા યુક્ત બુદ્ધિવાળો છે ,

ચપલ બુદ્ધિ ના ચાલે ,સંશયગ્રસ્ત યુક્ત બુદ્ધિ ના ચાલે ,
ખરો શ્રોતા કોરી પાટી લઈને જાય ,તેવા શ્રોતા ને ભાગવતકાર નમસ્કાર કરે છે

ભક્તિથીજ નિષ્કામ કર્મ થશે અને ભક્તિથીજ વિરક્તિ આવશે ,જો કામના હશે નહિ તો કર્મ જ નહિ થાય
કઈ પણ કરવું હોય ,પૂજા કરવી હોય તો પણ કામના તો કરવી પડે ,કામના વગર કૃતિ નહિ ,નિષ્કામ કર્મ પણ ભક્તિ થીજ આવે ,

મારી કામના થી નથી કરતો પણ તારી (ભગવાનની )કામના થી કરું છું તે નિષ્કામતા નું રૂપ છે ,
વિરક્તિ પણ તિરસ્કારથી કે નફરત થી નહિ પણ પ્રેમ થી આવશે ,

ધર્મ માં બે વાત આવે છે કર્મ કાંડ અને નીતિ ,નીતિ સમાજાધિષ્ઠિત હોય છે અને કર્મ કાંડ પરલોકાધિષ્ટિત છે
માનવ વિકાસ ને માટે જે ધર્મ હશે ,તે પ્રભુ પ્રીતિ નિર્માણ કરવાવાળો હોવો જોઈએ ,ભાગવતે પ્રભુ પ્રીતિ ઉપર
ઉભો રહેલો ધર્મ કહ્યો છે ,

અશુભ વાસના થી માનવ ભગવાન થી જુદો થઇ જાય છે ,અશુભ વાસના ખતમ કરવાની શક્તિ પ્રભુ ના ઉપદેશ ના શ્રવણ ,મનન અને કીર્તન માં છે ,ભાગવત ની આ વિશિષ્ટતા છે ,
ધર્મ થી શું મળશે તે ખબર પડ્યા પછી માનવ ઇન્દ્રિય તૃપ્તિ ની પાછળ પડતો નથી ,
આપણે જયારે વેદાંત ના મોટા ગ્રંથ નો અભ્યાસ કરીએ તો તેમાં શ્રવણ ,મનન,અને નિદિધ્યાસન કહેલું જોવા મળે છે ,
ભાગવત માં કીર્તન કરવાનું કહેલ છે,ભગવાન નો ઉપદેશ શ્રવણ કરી ,મનન કરી,તે લોકો ને કહેવું તે કીર્તન છે ,