TRIP -2






જુલાઈ -9 -ગુરુ પૂર્ણિમા -સ્વામિનારાયણ મંદિર -અક્ષર ધામ

આજે ગુરુપૂર્ણિમા હોવાથી -દર્શન કરવા અમે સ્વામિનારાયણ મંદિર જે રોબિન્સ વીલ માં આવેલું છે ત્યાં ગયા ,
રૉબિન્સવિલ અમારા દીકરા ના ઘર થી નજીક આવેલું છે ,,જે મંદિર અક્ષર ધામ મંદિર થી પણ પ્રખ્યાત છે ,

રોબિન્સ વીલ, ન્યૂ જર્સી સ્ટેટ માં આવેલું છે ,મંદિર માં જતા જમણી તરફ પહેલા ગુરુદ્વારા આવે છે ,ત્યાં પણ આજે નમન કરવા માટે ઘણા સરદારજી આવેલા હતા ગુરુ નાનક બહુ પ્રભાવી હતા તે સમયે એમણે સંસ્કૃતિ નું રક્ષણ કરવા પોતાનું બલિદાન આપ્યું છે ,ગુરુ નાનક ની શીખ જેને સ્પર્શી ગઈ અને તેમના અનુયાયી બન્યા તે
શીખ અને શીખ ધર્મ ,અત્યારે ત્યાં ગ્રંથ સાહેબ ની પૂજા થાય છે ,શબ્દ અને વિચાર ની પૂજા છે ,અમે તેમને યાદ કરી નત મસ્તક કરી સ્વામિનારાયણ મંદિર ગયા ,

વિશાલ એકર જમીન માં તેનું કામ કાજ ચાલુ છે ,અત્યારે મંદિર પહેલા બનાવ્યું છે ,પાર્કિંગ માં પડેલી ગાડીઓ ના નંબર પ્લેટ જોઈએ તો ખબર પડે લોકો કેટલે દૂર દૂર થી આવેલા છે

મંદિર માં પ્રવેશ કરીએ ત્યારે તેની કોતરણી શિલ્પ જોઈને આપણને એમ લાગે કે ભારત માં છીએ ,પ્રવેશ કર્યા પછી જમણી તરફ પુરુષો માટે અને ડાભી તરફ બહેનો માટે જૂતા ઉતારવાની વ્યવસ્થા હતી ,જૂતા ઉતારવા અને પહેરવા માટે બેસવાની વ્યવસ્થા હતી ,


જે પુરુષ ચડ્ડી પહેરીને આવ્યા હોય તો તેમને સાગા એટલે લૂંગી જેવું પીળા રંગ નું વસ્ત્ર પહેરવાનું ફરજીયાત 
હતું ,બહેનો જેમને સ્લીવ લેસ કપડાં પહેર્યા હોય તેમના માટે પણ આવુજ પીળા રંગ નું કપડું ઢાંકવા નું ફરજીયાત હતું , આપણી આ હિન્દૂ સંસ્કૃતિ ના નિયમ નું પાલન જોઈ મને થયું કે ભારત માં પણ દરેક ભાઈ -બહેન મંદિર જાય ત્યારે પોતાના પોશાક નું ધ્યાન રાખવું જોઈએ ,

મારી પત્ની ઘણી વાર મજાક માં કહે ,અહીં લોકો પાસે ખુબ ધન છે પણ કપડાં ઓછા પહેરે છે ,જયારે ભારત માં અગવડ છે પણ પુરા ઢાંકેલા રહે છે ,મારો ભાઈ મને કહે પુરુષ છાતી ઢાંકી ને ,ટાઈ પહેરીને રાખે છે જયારે
મહિલા ખુલ્લા રહે છે ,

આ દેશ માં પણ સંસ્કૃતિ ને ટકાવી રાખવા આવા કેન્દ્ર જરૂરી છે અને આપણી ઓળખાણ છે ,નિજ મંદિર માં પ્રવેશ કરતા ડાભી તરફ એકલા હનુમાન ના બદલે રામ ,લક્ષમણ ,જાનકી અને હનુમાન નું મંદિર ખરેજ ખુબ સરસ હતું ,જમણી તરફ ગણપતિ એકલા ના બદલે શિવજી ,પાર્વતીજી ,ગણેશજી અને કાર્તિકેય નું મંદિર હતું ,ખરેખર આ એક નવી શરૂઆત છે પણ સરસ છે ,,

સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા ,જેનો સ્વામી ,નારાયણ પોતે છે ,વસુદેવજી જયારે માથા પર નારાયણ મુક્યા હતા ,ત્યારે બધા સંકટ દૂર થયા હતા ,કૃષ્ણ તો જગદ્ગુરુ છે ,ગમે ત્યાં નમસ્કાર કરો પણ તેને જ મળે છે ,

દર્શન કાર્ય પછી ત્યાં નાસ્તા ,મીઠાઈ બધુજ મળે છે ,બેસી ને જમવા ની વ્યવસ્થા છે ,અમને ગમતી વસ્તુ હતી
ભાજી પાવ લસણ કાંદા વગર પણ કેટલું સરસ બને તે માણવા જેવું છે ,દહીં વડા ,સમોસા ,પંજાબી lunch ,
થેપલા ,હાંડવો ,ઢોકળા ઘણું બધું ,

અંગ્રેજો પણ દર્શન કરવા આવતા હતા ,ત્યાં સ્વયં સેવક આવનાર ને બધી વાત સમજાવતા હતા ,ખુબજ સરસ વ્યવસ્થા હતી,નિજ મંદિર માં ફોટા લેવાની મનાઈ હતી ,
મંદિર નું પ્રવેશ દ્વાર 



નિજ મંદિર પ્રવેશ દ્વાર  (અંદર )


મંદિર ની બહાર શિલ્પ કામ 

મંદિર ની બહાર  શિલ્પ કામ 

મંદિર નો બહાર નો ભાગ (દૂરથી )

નાનું તળાવ -fountain