જુલાઈ 3, 2017 Day Trip-to Poconos,PA,USA યુ એસ ટ્રીપ -પોકોનસ
મારા નાના ભાઈ અનિલ સાથે સવારથી સાંજ સુધીની ટ્રીપ માં તેમની સાથે તેમની ગાડીમાં જવાનું થયું.
સવારે અમે ડેલાવેર સિનિક રોડ પર રુટ# 29 પરથી ગયા ,એટલા માટે એ રસ્તો પસંદ કર્યો કે અમેરિકા ના ગામડા જોઈ શકાય ,પહેલું Trenton શહેર આવ્યું જ્યાં ન્યૂ જરસી સ્ટેટ ની ઓફિસ બધી છે.
આગળ જતાં ,ફિલાડેલ્ફિયા પર ચડાઈ કરવા જતાં વૉશિન્ગટન ,ક્રિસ્ટમસની રાતે જ્યાં રાત રોકાયા હતા,
તે ઘર કે જે વૉશિન્ગટન-ક્રોસિંગ સ્ટેટ-પાર્કમાં આવેલું છે તે જોયું.વોશિંગટન તે ઘરે થી નીકળી ડેલાવેર નદી ને પાર કરી ફિલાડેલ્ફિયા જીતી લીધું અને ફિલાડેલ્ફિયા ને રાજધાની બનાવી હતી.
ડાબી સાઇડે ડેલાવાર નદીની બાજુમાં સો વરસ પહેલા એક કેનાલ ખોદી હતી ,તેના માટે આઈરીશ લોકો ને બોલાવ્યા હતા,તે વખતે (લગભગ બસો વર્ષ પહેલાં) એક દિવસની મજૂરી એક ડોલર હતી,
તે કેનાલ થી માલ ને એક જગાથી બીજી જગા એ લઇ જવાતો હતો,
રસ્તો એટલો સરસ હતો,કે મજા આવી ગઈ,ડેલાવાર નદી ના કિનારા પર ચાલવા માટેના રસ્તા હતા,
મોસમ સરસ હતી લોકો ચાલતા હતા.કિનારા પર નાના સ્ટેટ-પાર્ક પણ બનાવેલા હતા.
ડેલાવેર નદી ની આ તરફ ન્યૂ જર્સી અને પેલી તરફ પેન્સીનવેલિયા સ્ટેટ છે.
ડેલાવેર નદી પર વચ્ચે ઘણા પૂલ છે જે બે રાજ્ય ને જોડી રાખે છે.
અમે સૌથી પહેલા સાઈલર્સબર્ગ મંદિર ગયા ,જ્યાં આર્ષ વિદ્યા ગુરુકુલમ આવેલું છે
તે સમયે શિબિર હતી,સ્વામીશ્રી વિદિતમાનંદજી ની રાહબરી માં હતી,આખો હોલ ભરાયેલો હતો.
અમે દક્ષિણામૂર્તિ ના દર્શન કર્યા દરેક દર્શનાર્થી માટે ચા -કોફી ,પ્રસાદ માં બાસ્કેટ માં સફરજન અને મોસંબી મુકેલા હતા ,કેન્ટીન માં પણ નાસ્તા વિગેરે ની વ્યવસ્થા હતી.
ત્યાંથી અમે શારદામ્બા મંદિર ગયા જે શૃંગેરી શંકરાચાર્ય ની રાહબરી થી બનેલું છે,
એક અમેરિકન લેડી ભારત શૃંગેરી મઠ માં આવ્યા હતા ,રોકાયા હતા અને તેમણે આ મિલકત બધી દાન આપી હતી ,પહેલા જૂનું મંદિર તેમના ઘર માં બનાવ્યું હતું ,હવે તો નવું મંદિર બનાવ્યું છે,
ખુબજ સરસ જગા પોકોનોસ પહાડો માં છે.
પોકોનસ પર્વત માળા સ્વિટઝર્લેન્ડ ની યાદ આવી જાય,એટલા બધા વૃક્ષ અને નાના તળાવો ,લીલી ઝાડીઓએ
મારુ તો મન હરી લીધું .પોકોનો માઉન્ટેઇન નેશનલ પાર્ક-પર્વતની ટોચ સુધી પાકો રસ્તો અને ત્યાં પણ દૂરબીન મુક્યા હતા,જેનાથી દૂર જોઈ શકાય ત્યાં પીકનીક કરવા માટે પણ વ્યવસ્થા હતી ,ખુબ સરસ નઝારો હતો
મારા ભાઈ મને તે સાથે અનેક ઝરણા બતાવ્યા જે સરસ પીકનીક પ્લેસ હતી,પોકોનસ પર્વતમાળા સ્કીઇંગ માટે ની પ્રખ્યાત જગા છે સમરમાં ત્યાં વોટર રાઈડ પણ છે મીની વેકેસન નો માહોલ ,ખુબજ પ્રવાસી હતા.
રાલ્ફ ગ્રોવર પાર્ક ની પણ મુલાકાત લીધી હતી સરસ પાર્ક છે અને પીકનીક પ્લેસ છે
વચ્ચે લેમ્બર્ટવિલ ગામ પણ રોડ પર થી પસાર થતા જોયું,જ્યાં પેરિસ ની જેમ રેસ્ટોરન્ટમાં ગ્રાહક માટે
બહાર બેસવા માટે ટેબલ -ખુરસી મુકેલ હતા,ભારતીય ચીજો ની પણ દુકાન હતી
અમેરિકાના નાના નાના ગામડા જોવાની એક જુદીજ મઝા આવી ,