શંભુ શરણે પડી- સુંદર ભજન



શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા, 

 હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો. 
.
 અંગે ભસ્મ સ્મશાન ની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, 
 ભાલે તિલક કર્યું, કંઠે વિષ ભર્યું. અમૃત આપો......................... દયા કરી દર્શન શિવ આપો. 

 નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે, 
 સારા જગમાં છે તુ, વસુ પ્રભુ તારા માં હું, એવી શક્તિ આપો. ..દયા કરી દર્શન શિવ આપો. 

 હું તો એકલ પંથ પ્રવાસી, છતાં મારા આતમ કેમ ઉદાસી 
 થાક્યો મથી રે મથી,એનું કારણ મળતું નથી,સમઝણ આપો.. દયા કરી દર્શન શિવ આપો. 

 આપો દૃષ્ટિ માં તેજ અનોખું, સારી સૃષ્ટિ માં શિવરૂપ દેખું, 
 મારા મન માં વસો,આવી હૈયે હસો,શાંતિ સ્થાપો................. દયા કરી દર્શન શિવ આપો. 

 ભોળા શંકર ભવ-દુઃખ કાપો, નિત્ય સેવા નું શુભ ફળ આપો, 
 ટાળો માન-મદ (મદા) , ગાળો ગર્વ સદા, થોડી ભક્તિ આપો.. દયા કરી દર્શન શિવ આપો.

 Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા