Dongreji Maharaj-Life-Gujarati Book-ડોંગરેજી મહારાજ-જીવન-ગુજરાતી બુક

ડોંગરેજી મહારાજનો જન્મ


ડોંગરેજી મહારાજના પિતાનું નામ શ્રી કેશવચંદ્ર ગણેશચંદ્ર ડોંગરે
તેઓનું મૂળ -કોંકણ  રત્નાગીરી  જીલ્લામાં આવેલ પાલસેત નામનું ગામ હતું,પણ,
છેલ્લા બસ્સો વરસથી તેમના વડવાઓ વડોદરામાં આવીને  વસેલા હતા.
 
મહારાજશ્રી ના માતુશ્રીનું નામ કમલાબાઈ હતું.
કમલાબાઈના પિતાજી  મૂળ તો વડોદરા નિવાસી હતા,
પરંતુ ધંધા માટે ઇન્દોર જઈને રહેલા.
કુળનું પહેલું સંતાન,નાનાને ઘેર જન્મે-એ રસમ મુજબ,   
મહારાજશ્રીનો જન્મ તેમના નાના ના ઘેર, કૃષ્નાપુરા વડની ગલી,
દેશમુખના વાડા ઇન્દોરમાં થયેલો થયો હતો.  


કમલાબાઈની કૂખે મહારાજશ્રીનો જન્મ,૧૫.ફેબ્રુઆરી,૧૯૨૬,
સંવત ૧૯૮૨ ના ફાગણ સુદ-૩ ને  સોમવારે થયો હતો.
જન્મ વખતે તેમનું નામ પાડવામાં આવ્યું - રામચંદ્ર .
(કહેવાય છે કે-તેમનું ગુપ્તનામ જ્ઞાનેશ્વર રાખવામાં આવેલું)


મહારાજશ્રીના પિતાશ્રી અત્યંત ભોળા અને સાત્વિક વૃત્તિના હતા,
અને આવા ભોળા અને સાત્વિક વૃતિના કેશવચંદ્રને ત્યાં પ્રભુના લાડીલા ભક્તનું આગમન થયું.
કમલાબાઈના ત્રણ સંતાનોમાં મહારાજશ્રી સૌથી મોટા હતા.

તેમના પછી ભાઈ પ્રભાકર અને બહેન સુશીલાનો જન્મ થયો હતો.