રામાયણ સાર - 5 ડોંગરેજી કથા પર આધારિત


રામાયણ સાર - 5  ડોંગરેજી કથા પર આધારિત


માત-પિતા ના આશીર્વાદ વગર કોઈ સુખી થયો નથી.
શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-કે જેનાં માત-પિતા મરણ પામ્યા છે-તે ચોવીસ કલાક માં એક વખત –
માત-પિતા ને યાદ કરી ને વંદન કરે.


રામજી માં સર્વ સદગુણો એકત્ર થયા છે. એક-વાણી,એક-વચની –એક-પત્નીવ્રતધારી શ્રી રામ છે.
વડીલો નું જેટલું સારું –અનુકરણીય લાગ્યું તેટલું જ જીવન માં ઉતાર્યું છે.
રામજી એ દશરથ જી નું બધું રાખ્યું-પણ એક વસ્તુ રાખી નથી,તેમનું બહુપત્ની-વ્રત રાખ્યું નથી.
રામજી એ કહ્યું નથી –કે મારા પિતાજી એ ભૂલ કરી છે-પણ વિવેક થી ભૂલ સુધારી છે.
રામ-રાજ્ય માં પ્રભુ એ કાયદો સુધાર્યો-કે એક પુરુષ એક પત્ની જ કરી શકે.


જેનું મન એક –જ સ્ત્રી માં –પત્ની માં છે- તે –એક-પત્ની-વ્રત ધારી પુરુષ સાધુ જ છે.
પુરુષ એક જ સ્ત્રી માં કામભાવ રાખે અને ધર્માંનુંકુલ કામ ભોગવે –તો તે –ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે.
કામભાવ ને એક-માં જ સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન છે.


નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુ ના દોષ નું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલ નું નહિ.
વડીલો ના દોષ નું અનુકરણ કરવું નહિ.


એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્ર નું અધ્યયન પૂરું કરી ને શિષ્ય ગુરુ પાસે, ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-
તારાં માત-પિતાને પ્રભુ માનજે,તારે આંગણે કોઈ ભિખારી આવે તો –તેને પ્રભુ સમાન માનજે.
મારી અનેક ભૂલો તને દેખાણી હશે-પણ મારો ભૂલોનું,મારા દોષનું કે મારા પાપ નું તારે અનુકરણ કરવાનું નથી.મારા જે સદગુણો હોય તેનું જ અનુકરણ –તારે કરવું, બીજા નું નહિ.


ગુરુ જે કરે તે કરવાનું નથી,ગુરુ જે આજ્ઞા કરે તે કરવાનું છે.


રામજી આંખ ઉંચી કરી ને કોઈ સ્ત્રી ને જોતાં નથી,રામજી નો સંયમ અલૌકિક છે,
જગતના સ્ત્રી-પુરુષો ને કામભાવથી જુએ તે જ રાવણ છે. જે જગતને ભગવદ ભાવ થી જુએ તે રામજી ને વહાલો લાગે છે. સીતાજી પણ આંખ ઉંચી કરી ને પર-પુરુષ ને જોતાં નહોતાં.શાસ્ત્ર ની આ મર્યાદા છે.
આવી મર્યાદા પળાય- તો જીવન સુધરે. રામજી અને સીતાજી –આ મર્યાદાનું પાલન કરે છે.


વાલ્મીકિ રામાયણ ના સુંદરકાંડ માં કથા છે-કે-
હનુમાનજી સીતાજી ને મળવા અશોકવન માં આવ્યા છે-કહે છે-કે –મા હું જાઉં છું.
સીતાજી કહે છે કે- તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી આ રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
મા ની આંખમાં આંસુ આવ્યા છે. હનુમાનજી નું હૃદય ભરાણું છે.
હનુમાન જી કહે છે-કે-તમે આજ્ઞા આપો તો આજે હું તમને રામજી પાસે લઇ જાઉં,તમે મારા ખભે બિરાજો,
હું રામદૂત છું,મને કોઈ મારી નહિ શકે. તમારો સેવક તમને રામદર્શન કરાવશે.
સીતાજી એ ત્યારે ના પાડી છે,કહે છે-કે- તું મારો દીકરો છે,બાલબ્રહ્મચારી છે, પવિત્ર છે.
પણ તું પુરુષ છે-અને હું સ્ત્રી છું.મારા માટે પરપુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.પરપુરુષ નો સ્પર્શ કરવાથી સ્ત્રીના
પાતિવ્રત્ય નો ભંગ થાય છે, જગતને સ્ત્રી-ધર્મ નો આદર્શ બતાવવા મારો જન્મ છે.

રઘુનાથજી મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને અડકતા નથી, ને મેં રામજી સિવાય બીજા કોઈ નો ચરણ સ્પર્શ કર્યો નથી. માટે જો હું તને સ્પર્શ કરું તો ધર્મ ની મર્યાદા તૂટે.