સેન્ટ ચરિત્ર
જન્માષ્ટમી -3-9-18
જન્માષ્ટમી -3-9-18
જયારે જીવન માં અંધારું લાગતું હોય ,નિરાશાનું ગમગીન વાવરણ ફેલાઈ ગયું હોય ,આપત્તિ નો વરસાદ તૂટી પડ્યો હોય ,દુઃખ દૈન્ય ના કાળા વાદળ ધમકી દેતા ગડગડાટ કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે ,
બધીજ દ્રષ્ટિ એ કૃષ્ણ પૂર્ણાવતાર છે આધ્યામિક ,સામાજિક ,નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિ થી જોશો તો તેના જેવો સમાજ ઉદ્ધારક કોઈ થયો કૃષ્ણ ના તોલે ઉતરે તેવો રાજ નીતિજ્ઞ વિશ્વ માં થયો નથી
સત્તા અને સંપત્તિ વગર પણ સેંકડો લોકો નું સંગઠન કરી શકાય છે ,એ એમણે ગોકુલ માં કરી દેખાડ્યું ,
વૃધ્ધો ને પોતાના પુત્ર જેવા લાગતા ,યુવાનોને પોતાના મિત્ર લાગતા ,રાજાઓ ને તે રાજા જેવા લાગતા ,ભક્તો ને સ્વયં પોતાના ભગવાન લાગતા ,સૌ ને તેમના પર પ્રેમ કરવાનો ઉમળકો થઈ આવતો ,
કૃષ્ણે બધાના હૃદય જીતીલીધા હતા ,સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઉભો કર્યો ગોવાળિયા માં ભળી જેઇ જેહાદ જગાવી ,અઘાસુર અને બકાસુર ને માર્યા ,કાલીયા નાગ ને નાથ્યો ,અઘ એટલે પાપ અને બક એટલે દંભ ,
ગોકુલ માં પાપી અને દંભી વિચાર નો નાશ કર્યો ,ઇન્દ્ર -વૈભાવ્ય નું પૂજન બંધ કરાવી ગો એટલે ઉપનિષદ ના વિચારો નું વર્ધન અને પ્રચાર કરનારાઓ નું પૂજન શરુ કરાવ્યું ,
ગોકુલ ને તેમણે સ્વાવલંબી ,આરોગ્ય સંપન્ન ,ઉદ્યમશીલ અને પેમાળ બનાવ્યું ,શણગાર તરીકે માથા પર મોર પીછ
ગાલા મોં ચણોઠી ની માલા ધારણ કરી ,ભરવાડો ની વેણુ ને પોતાની શોખ ની વસ્તુ બનાવી ,દેશ ના પશુ ધન પાર પ્રેમ કર્યો ,ગેડી -દાડા જેવી રમત અને મલ્લ કુસ્તી જેવા કસરતી દાવ -પ્રયોગ પ્રચલી કર્યા ,
કૃષ્ણ ગોકુલ માં જન્મે છે ,ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ ,સ્વ ઈચ્છાઓ થી આ ઇન્દ્રિયો દોડે છે તેથી
જીવન માં અસ્વસ્થ્યતા ,અશાંતિ ,,ગડબડ આવે છે ,બેસૂરું જીવન એક સુર થી ચાલવું જોઈએ ,સમુદ્ર મંથન ની જેમ હૃદય મંથન ચાલુ હોય છે ,મનોમંથન માં વિષ પણ આવે અને અમૃત પણ આવે પ્રેમ નો ચંદ્ર પણ ખીલે છે
કૃષ્ણ ગોપાલ છે ,ઇન્દ્રિયો ના સ્વામી બનશે ,ઇન્દ્રિયો ખાડા તરફ જતી હોય તો ખેંચી લે શે ,
https://www.google.co.in/url?sa=i&rct