યુરોપ ટુર-11

 યુરોપ ટુર -11 તા -21-8-22 ડો .પ્રકાશભાઈ શુક્લ


નેધરલેન્ડ નું બીજું નામ હોલેન્ડ છે .અહીંની પ્રજા ડચ કહેવાય છે
તેમની ભાષા પણ ડચ છે .આ દેશ સમતલ પ્રદેશ છે .સૌથી ઊંચી
જમીન દરિયાની સપાટી થી 300 ફીટ છે .
નેધરલેન્ડ નું કેપિટલ સીટી એમ્સ્ટર્ડેમ છે .અમારી હોટેલ પણ
એર પોર્ટ થી નજીક છે .આજ અમારે સમાન લઇ ને બસ માં
બેસવાનું છે ,અને અહીંથી 55 કિલોમીટર દૂર મદુરાડોમ
એમ્યુઝમેન્ટ પાર્ક જોવા જવાનું છે
આ પાર્ક HAGUE સીટી પાસે છે .અહીંનો ઇતિહાસ એવો છે કે
જ્યોર્જ મદુરો નામે લૉ સ્ટુડન્ટ હતા .બીજા વિશ્વ યુદ્ધ સમયે નાઝી
સામે લડતા મૃત્યુ થયું ,શહીદ થયા ,તેમના માતા -પિતાજીએ દાન
આપીને આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો -
દર વર્ષે છ લાખ ટુરિસ્ટ જોવા આવે છે આ મિનિએચર છે -
હોલેન્ડ દેશ નું જનજીવન અને સ્થળો ને 1:25 ના માપ થી બનાવ્યું છે .
અમે ટિકિટ લઈ ને અંદર ગયા તો સૌ પ્રથમ 3D ફિલ્મ 10 મિનિટ ની
જોઈ જેમાં બીજા વિશ્વયુદ્ધ ની વાત હતી
ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નું મિનિએચર બિલ્ડીંગ જોઈ ને આશ્ચર્ય થયું
તે સમય ના વૃક્ષ તેના ફળ સાથે નાના બનાવ્યા હતા .હોલેન્ડ ના કિલ્લા ની
પ્રતિકૃતિ સરસ હતી ,તે સમય ની ડે લાઈફ -સ્ટ્રીટ -અને જુના મકાનો નું
મિનિએચર અદભુત હતું ,ખેડૂતો અને તેમના મકાનો ,ફુટ બોલ સ્ટેડિયમ -
એરપોર્ટ અને વિમાનો હતા અહીંના દેશ ની એર લાઈન KLM બહુજ જૂની
અને જાણીતી છે રેલ્વે અને સ્ટેશન -રોડ અને બસ -પાણીમાં ચાલતા ક્રુઝ
અદભુત મિનિએચર હતા
મેં આ નજારા ની વિડિઓ નીચે મૂકી છે ,તમને પસંદ આવશે
લાકડાના બુટ અને ચીજ બનાવવાની ફેક્ટરી જોઈને અમે બેલ્જીયમ
જવા રવાના થયા -antarp સીટી નજીક અમારી હોટેલ હતી ,
હોટેલ ની નીચે સ્ટેટ બેંક ઇન્ડિયા હતી -સીટી ની જોવાલાયક સ્થળ જોવાના હતા
પરંતુ વરસાદ હતો તેથી અમે નાગયા -પરંતુ વસાવડા સાહેબ -રાઠોડ સાહેબ અને
ભારતીબેન ના મોકલેલ ફોટા મુક્યાં છે
અહીંયા ઇન્ડિયન રેસ્ટોરાં માં લંચ અને ડિનર સરસ હતા

યુરોપ ટુર-10

 યુરોપ ટુર -10 તા -19-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


ક્રુઝ માં થી ઉતરીને અમે કોલોન શહેર જવા રવાના થયા ,
અમારે પાર્કિંગ થી એકાદ કિલોમીટર ચાલીને ચર્ચ સુધી પહોંચવાનું હતું
લંચ નો સમય થઈ ગયો હતો -ચર્ચ ના ચોગાન માં વૃક્ષ હતા અને
બેસવાને સરસ પાટલીઓ હતી -અમારે વોશરૂમ જવું હતું
ત્યાંની એક રેસ્ટોરાં માંથી ચોકલેટ મિલ્ક ખરીદ્યું અને જઈ આવ્યા
બીજા વિશ્વયુદ્ધ સમયે બોમ્બાર્ડિંગ માં આ શહેર 90%નાશ પામ્યું
પરંતુ ચર્ચ ને કઈ નુકસાન ના થયું -ચર્ચ હજુ પણ સરસ છે -ચર્ચ ની
હાઈટ ત્રીજા નંબર ની વિશ્વ માં છે .આ શહેર ઈ પૂર્વ 50 થી અસ્તિત્વ
ધરાવે છે -અને ચર્ચ પણ 900 વર્ષ પુરાણું છે .1996 થી યુનેસ્કોએ
વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો આપેલ છે અહીં કેથેલિક આર્ક બિશપ નું
નિવાસ સ્થાન છે .ચોક્કસ સમયે ચર્ચ માં સંગીતમય ટકોરા વાગે છે
અંદર જવાનો અને બહાર જવાના રસ્તા જુદા છે -અંદર મીણ બત્તી
પ્રગટાવવા ની વ્યવસ્થા છે મેં પણ નમન કરીને દીપ પ્રગટાવ્યો હતો
આ ચર્ચ નો બહારથી અને અંદરથી વિડિઓ ઉતારીને નીચે
મુકેલ છે ,તમને જરૂર તેની ભવ્યતા નો અંદાજ આવશે
ચર્ચ માં ઉપર જવા માટે એકજ થાંભલા પર પગથિયાં ગોળ હતા
157 મીટર ઉપર જઈ નજારો જોઈ શકાય .
અહીં જૂની યુનિવર્સીટી માં 44000 હાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
કોલોન પરફયુમ્સ ની શોધ અહીંની છે
ચર્ચ થી નજીક એક હોહોન પુલ છે -જ્યાં ચાર્મિંગ કપલ એકબીજા પર
પ્રેમ રહે તે માટે બંને ના નામ લખીને લોક મારે છે નીચે એક વિડિઓ
માં તે દેખાય છે
ઈસાઈ લોકો આ પવિત્ર ચર્ચ ની મુલાકાતે અવશ્ય આવે છે -મને પણ
આ સ્થળ ખુબજ શાંતિ આપનાર લાગ્યું
આજ અમારે જર્મની દેશ માં થી વિદાય લઈને નેધરલેન્ડ માં પ્રવેશવાનું
હતું અને રાત્રી રોકાણ હોટેલ નેધરલેન્ડ માં હતું
મુસાફરી દરમ્યાન સંગીત કે જોક્સ ચાલુ રહેતા -શ્રી ઇન્દ્રવદન પટેલ
સૌને હસાવતા -કોઈ તીખી પુરી કે કચોરી નો ડબો લઈને આગ્રહ
કરીને સૌને વહેંચતા -ઘણા દિવસ થયા અને સૌ એકબીજાની સાથે
મજાક કરતા હતા

યુરોપ ટુર-9

 યુરોપ ટુર -9 તા -17-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


આજ સવારે અમારે ક્રુઝ માં કોલોન શહેર જવાનું હતું . આજ બપોરનું લંચ
અમારે જાતે લેવાનું હતું -તેથી ઘરનો નાસ્તો અમે અમારી બેગ માં રાખી દીધો
બર્લિન ,હેમ્બર્ગ ,મ્યુનિક પછી ચોથું આ કોલોન મોટું શહેર છે
જર્મની ના તાનાશાહ હિટલર નું નામ પ્રખ્યાત છે -પણ લોકોમાં તેના પ્રત્યે
આદરભાવ નથી .હિટલર નો જન્મ ઓસ્ટ્રિયા માં થયો હતો વિએના માં અભ્યાસ
કર્યો અને આર્મી માં જોડાઈને નાજી પાર્ટી માં જોડાયો હતો ,તેણે બે કરોડ
માનવ સંહાર કર્યો હતો .તે સમયે કરાતી નાઝી સલામ અત્યારે કોઈ કરેતો
દંડ ને પાત્ર છે
બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની ભાંગી પડ્યું હતું -અર્થ વ્યવસ્થા સાવ ખોરવાઈ
ગઈ હતી ,તે સમયે બર્લિન રાજધાની હતી તેનાંય બે ભાગ 1919 માં થયા હતા ,
પરંતુ આજ તો ટેક્નોલોજી માં જર્મની આગળ છે - ફેન્ટા કોલ્ડ્રિંક્સ ની શોધ ત્યાંની છે ,
પ્રખ્યાત કોલોન પરફયુમ ત્યાંનું છે -BMW -MERCEDIS -WAXWAGAN ત્યાંની
ગાડીઓ છે બર્ગર ખાવાનું પણ ત્યાંનું છે ટ્રાફિક લાઈટ ની શોધ પણ ત્યાંની છે
રાઈન નદી માં અમારી આ ક્રુઝ સિનિક વ્યૂઝ થી ભરપૂર હતી અમારૃં ક્રુઝ ની
એકતરફ નવું શહેર ફ્રેન્ક ફર્ટ અને પછી ગામ વિગેન હતા બીજી તરફ જુના
અવષેશો વાળા મકાન હતા .ખેતીવાડી કરેલા ખેતર હતા .અહીં દ્રાક્ષ ની
ખેતી વધુ થાય છે તેમાંથી વાઈન બનાવે છે
અહીં મ્યુનિક શહેર માં ઓક્ટોબર માં ફેસ્ટિવલ થાય ત્યારે ત્રણ લાખ લીટર
બિઅર પીવાય છે -એક લીટર ના બિઅર ગ્લાસ હોય છે ત્યાં બિઅર ગાર્ડન
પણ છે
અમદાવાદ ના ઘુમા ગામ ના પાટીદારો નું ગ્રુપ 18 જણ નું હતું .તેઓ
એકબીજાના સગા અને મિત્ર હતા .અમારી સાથે સેલિબ્રિટી વિશ્વનાથ
સારા ગાયક હતા અને ક્રુઝ માં આપણો પ્રખ્યાત ડાન્સ -ગરબા શરુ
કર્યો -અને એ ગરબા માં ગોરા પણ જોડાયા -એ વિડિઓ કલીપ અને
આજુબાજુની સિનિક વિડિઓ કલીપ મૂકી છે મને આશા છે તમને ગમશે
તમે સૌ સારી કોમેન્ટ કરો છો તેથી સૌનો આભાર વ્યક્ત કરું છું
તમે વાંચીને -જોઈને કૈંક લખવા જેવું લાગે તો લખશો