classical music -1 -pandit omkarnathji thakur


પંડિત ૐકારનાથજી ઠાકુર     1887-1967


હું નાનો હતો ત્યારથી મને શાસ્ત્રીય સંગીત સાંભળવું ખુબજ પસંદ હતું ,મને હજુ પણ તેમની નીલામ્બરી રાગ ની રેકોર્ડ સાંભળી પ્રભાવિત થયેલો તે આજે પણ યાદ છે ,એમના પત્ની ના મૃત્યુ પછી તેમણે તે રાગ ફરી ગાયો ના હતો , ,પહાડી અને હૃદય સ્પર્શી અવાજ હતો ,આજે પણ પંદરમી ઓગસ્ટ 1947 ના રોજ લોકસભામાં ગાયેલું વંદે માતરમ અને મૈં નહીં માખન ખાયો આપણા હૃદય ને સ્પર્શે તેવી કૃતિ છે ,

મારા મોટા મામા એ તેમને સાંભળેલા ,અને તેમનો એક ભાવ પ્રસંગ કહેલો ,એક સમયે ગાવાનું શરુ કરતા પહેલા તેમણે પૂછ્યું કે હૉલ માં કોઈ દાક્તર છે ?પહેલાના જમાનામાં દાક્તર ના ખીસા માં થર્મોમીટર રહેતું સદભગ્યે દાક્તર અને થર્મોમીટર બંને હાજર ,તેમને ત્રણ જણ નું શરીર નું તાપમાન લેવાનું કહ્યું અને રાગ ની સમાપ્તિ પછી તાપમાન લેવાનું કહ્યું ,તેમણે જે રાગ ગાયો તેનું નામ હું ભૂલી ગયો છું પણ રાગ ગાયા પછી પોણા થી એક ડિગ્રી તાપમાન શરીર નું વધ્યું હતું ,આ સંગીત નો પ્રભાવ હતો ,

જગદીશચંદ્ર બૉઝ ,જેમને નોબલ પ્રાઈઝ મળ્યું હતું તેમની પ્રયોગશાળા માં સંગીત ના પ્રભાવ વિષય પર સફળ પ્રયોગ કર્યો હતો ,જયારે તેઓ ઇટાલી દેશ ની યાત્રા પર ગયા હતા ત્યારે તેમને મુસોલિની ને અનિદ્રા હતી તેમને સંગીત -ગાયન થી નિદ્રા આવી ગઈ તેવી જાદુઈ તેમના સંગીત નો પ્રભાવ હતો ,તેમનું વ્યક્તિત્વ અને તેમની ગાયકી મોહક હતા

આપણા ગુજરાત ના પનોતા પુત્ર હતા ,તેમનો જન્મ ખંભાત નજીક જહાજ ગામે થયો હતો ,તેમના પિતા અને દાદા યોદ્ધા હતા અને મિલિટરી માં નોકરી હતી ,તે ચોથા બાળક હતા ,તેઓ ભરૂચ નર્મદા કિનારે રહેવા આવ્યા હતા ,ગરીબી ના કારણે તેમને નાની ઉંમર થીજ નોકરી કરી કમાણી કરવી પડતી ,ચૌદ વર્ષ ની ઉંમરે તેમના પિતાશ્રી નું અવસાન થયું ,



ભરૂચ ના એક શ્રીમંત પરિવારે પંડિત ઓમકારનાથજી ને  મુંબઈ પંડિત વિષ્ણુ દિગમ્બર  પલુસકર  ના ત્યાં અભ્યાસ માટે મોકલવા ની તજવીજ કરી ,તેમણે પાંચ વર્ષ નો અભ્યાસ ત્રણ વર્ષ માં પૂરો કરી , ગુરુ ને  મદદ રૂપ થવા લાગ્યા ,તેઓ ગ્વાલિયર ઘરાના ના હતા ,ગુરુ શિષ્ય પરંપરા માં તેઓ વિસ  વર્ષ ની ઉંમરે તેઓ એટલા પારંગત થયા કે તેમને લાહોર માં ગાંધર્વ સંગીત વિદ્યાલય ના પ્રધાન આચાર્ય પદ પર નિયુક્ત થયા ,

1934 માં તેમણે મુંબઈ માં સંગીત નિકેતન ની સ્થાપના કરી ,1950 માં તેઓ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય માં ગાંધર્વ મહાવિદ્યાલય ના પ્રધાન આચાર્ય તરીકે ની સેવા 1957 સુધી આપી ,સેવા નિવૃત્તિ પછી પણ બનારસ માં રહ્યા ,મહાત્મા ગાંધીજી પણ તેમનાથી પ્રભાવિત હતા ,


તેમને 1955માં પદ્મશ્રી થી વિભૂષિત કર્યા  ,1963 નો સંગીત નાટક અકાદમી એવોર્ડ થી નવાજવા માં આવ્યા હતા ,1963 અને 1964 માં તેમને અનુક્રમે બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલય અને રબીન્દ્ર ભારતી વિશ્વ વિદ્યાલય તરફથી ઓનરરી ડોક્ટરેટ પદવી થી  નવાજવા માં આવ્યા હતા ,

તેમનું ગાયેલું ,મૈં નહીં માખન ખાયો ની નાની કલીપ મૂકુંછું ,આશા છે આપને ગમશે