રામાયણ સાર -8 ડોંગરેજી કથા પર આધારિત



રામાયણ સાર -8-ડોંગરેજી કથા પર  આધારિત 


આ બે અક્ષરો છે –તે રામ નું  નામ. સર્વ વેદો નો સાર છે-રામ-નામ.
રામનામ અમૃત કરતા પણ મધુર છે, રામનામ ભવ-રોગ ની દવા છે.
શંકરદાદાને શ્રી ની જરૂર નહિ-એટલે એકલું રામનામ જપે છે, સંસારીઓ એ “શ્રીરામ” નો જપ કરી શકાય.


ભગવાન શંકર રામાયણ ના પ્રધાન આચાર્ય છે. શિવજી જગત ને બતાવે છે-કે-
“ઝેર પી ગયો પણ કંઠ માં રામ-નામ ના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું.મને કંઈ થયું નહિ”


જીવન માં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે,
છોકરો મોટો થાય,કહ્યું માને નહિ અને અપમાન કરે તે ઝેર છે. નિંદા-વ્યાધિ-વગેરે વગેરે -ઘણા ઝેર છે.
જયારે આવા પ્રસંગો આવે ત્યારે-
પ્રેમથી શ્રીરામ-શ્રીરામ –બોલવાથી તાળવામાંથી અમૃત ઝરશે અને –ઝેર ત્રાસ આપશે નહિ.
રામનામ નો જપ કરતા હોવાથી સ્મશાન માં પણ શિવજી ને શાંતિ છે.
શિવજી એ કહ્યું છે-રામની કથા કરું છું પણ રામ કેવાં છે-તે હું જાણતો નથી. શિવજી નો આ વિનય છે.


જે જાણે-કે હું કશું જાણતો નથી-અને તેમ સમજી જપ કરે છે-તે જ કંઈ જાણે છે.તેને જ સત્ય જાણવા મળે છે.


અયોધ્યામાં રામજી નું પ્રગટ્ય થયું છે.રામજી લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન –ભાઈઓ જોડે કૌશલ્યા ના આંગણ માં
રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા છે.


રામજી નો ભ્રાત્રુ-પ્રેમ અલૌકિક છે. રામજી એ રમત-ગમતમાં પણ નાના ભાઈઓ ના દિલ દુભવ્યાં નથી.
રમત માં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. તેમણે માનેલું કે –નાના ભાઈઓ ની જીત તે મારી જ જીત છે. રમત માં તે પોતે હાર સ્વીકારે છે.ભાઈઓ ના આંખ ના આંસુ રામજી થી સહન થતા નથી.


પ્રેમ અને માન માગવા નહિ,પણ આપવાં. સર્વને પ્રેમ અને માન આપવાથી પ્રેમ વધે છે.


આજકાલ લોકો રામાયણ વાંચે છે-પણ મિલકત કે પૈસા માટે સગા ભાઈ પર દાવો કરે છે.
મોટો ભાઈ રાવણ જેવો થાય તો નાનો કુંભકર્ણ બનશે. મોટોભાઈ રામ બને તો –નાનો લક્ષ્મણ થશે.


આજે પણ મોટોભાઈ રામ બને તો-નાનો ભાઈ ભરત બને-અને નાનો ભાઈ ભરત બને તો જગત અયોધ્યા
બની જાય.આજે પણ રામ-રાજ્ય થાય.
ભરત ને મળેલું રાજ્ય ભરતજી એ છોડી દીધું છે.ધન્ય છે ભરતજી ને –રાજ્ય મળ્યું-છતાં લીધું નથી.
ભરતજી રાજમહેલ માં રહી તપશ્ચર્યા કરે છે,ચૌદ વર્ષ સુધી,ભરતજી એ અનાજ લીધું નથી,
ધરતી પર સુવે છે.રામજી ની પાવડી ઉપર નજર રાખી જપ કરે છે.


મહાપુરુષોએ વર્ણન કર્યું છે-કે-રામજી કરતા પણ ભરતજી ની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.
આંગણે કોઈ આવે તો ભરતજી તેને મિષ્ટાન્ન જમાડે છે-પણ પોતે જમતા નથી.


ભારતભૂમિ એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.


અભિમાન મૂરખા ઓ  ને ત્રાસ આપતું નથી,
પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.

માન ની પાછળ અભિમાન ઉભું જ છે.