રામાયણ સાર -7 ડોંગરેજી કથા પર આધારિત

રામાયણ સાર -7  ડોંગરેજી કથા પર  આધારિત 


 રામજી નો બંધુ-પ્રેમ પણ દિવ્ય છે.બંધુ-પ્રેમ નો આદર્શ તેમણે જગતને બતાવ્યો છે.

કૈકેયી એ વનવાસ આપ્યો,ત્યારે કૈકેયી ને પગે લાગી ને કહે છે-કે-
મા મારો ભરતરાજા થતો હોય તો ચૌદ વર્ષ તો શું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું.
મા મને રાજા થવાની જરાય ઈચ્છા નથી,મારો ભરત રાજા થાય તે જોવાની મારી ઈચ્છા છે.

યુદ્ધ કાંડ માં કથા આવે છે-કે-લક્ષ્મણજી ને મૂર્છા આવે છે-ત્યારે શ્રીરામ લક્ષ્મણજી નું મસ્તક ગોદ માં લઇ વિલાપ કરે છે, ”ભાઈ તું આજે બોલતો કેમ નથી? મારો ભાઈ જ્યાં જશે તેની પાછળ હું જઈશ.
મારા માટે તેને ઘરનો,પત્ની નો ત્યાગ કર્યો.અમે બે ભાઈઓ સાથે જઈશું. લક્ષ્મણ વગર હું જીવી શકું તેમ નથી.” રામજી ખુબ વ્યાકુળ થયા છે.

રામકથા સાગર જેવી છે. રામકથા એક કરોડ શ્લોક માં શિવજી એ વર્ણવી –તેમ છતાં –
શિવજી ,પાર્વતી ને કહે છે,કે-હું રામ કથા વર્ણવું છું પણ રામ કેવા છે-તે હજી હું જાણતો નથી.
શિવજી રોજ રામકથા પાર્વતી ને સંભળાવે છે. ને હનુમાનજી રોજ રામકથા સાંભળે છે.
રામજી સ્વ-ધામ પધાર્યા પરંતુ,હનુમાનજી મહારાજ આજ પણ હયાત છે.
શ્રી હનુમાનજી મહારાજ નો સંકલ્પ છે કે-જગતમાં જ્યાં સુધી રામ-નામ-છે-ત્યાં સુધી હું જીવતો રહીશ.

દક્ષિણ ભારતમાં તો રામાયણ કથામાં –
શ્રોતાઓની આગળ હનુમાનજી માટે આજ પણ એક આસન ખાલી રાખવામાં આવે છે.
હનુમાનજી ને જે રામાયણ સંભળાવે –તેને માત્ર શનિ જ નહિ-બધા ગ્રહો અનુકૂળ થઇ જાય છે.

પ્રાચીન કાળ માં રાક્ષસો પણ રામાયણ નો પાઠ કરતા.
આજે ફુરસદ મળે ત્યારે લોકો શૃંગાર ની નવલકથાઓ વાંચે છે. જે મન ને બગાડે છે.
એક વાર મન બગડ્યું પછી તેને સુધારવું અતિ કઠણ છે.
રામાયણ,ભાગવત,ગીતા –જેવા પવિત્ર ગ્રંથો નું વાંચન કરવાથી મન –સારું રહે છે.સુધરે છે.

ભગવાન શંકર -રામાયણ ના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણ ની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણ નો પાઠ કરવો છે.
રામાયણ ના શ્લોક ના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.
તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજી ને ઝગડો ગમતો નથી.

જ્યાં યુદ્ધ નથી,સ્વાર્થ નથી,વાસના નથી,વિષમતા નથી-એ જ અયોધ્યા છે.
જયારે કૈકેયી ના મનમાં વિષમતા,સ્વાર્થ અને વાસના જાગશે –ત્યારે રામ અયોધ્યા છોડી જશે.

શિવજી ના દરબાર માં બળદ અને સિંહ –સાથે બિરાજે છે.
શિવજી નું વાહન નંદિકેશ્વર (બળદ) અને પાર્વતી જી નું વાહન સિંહ છે.
ગણપતિનું વાહન ઉંદર,કાર્તિકેય નું વાહન મોર છે,અને શિવજી ના ગળામાં સર્પ છે.
બધા સામસામા –જન્મસિદ્ધ વેર વાળા પશુઓ વેર-ઝેર ભૂલી -સાથે બેઠા છે.

શિવજી એ કહ્યું કે શ્લોક એક છે- અને લેનાર ત્રણ છે.
શ્લોક અનુષ્ટુપ છંદ માં હતો,તેના અક્ષરો હતા બત્રીશ. એક એક ને દશ –દશ અક્ષરો આપ્યા.
બે અક્ષર વધ્યા-તે શિવજી એ કહ્યું-કે આ બે અક્ષરો હું કોઈને આપીશ નહિ,તે મારા કંઠ માં રાખીશ.