રામાયણ સાર -14 -ડોંગરેજી કથા પર આધારિત

તેટલા માટે-મેં હાથ લાંબા રાખ્યા છે.
મારા વૈષ્ણવ ભક્તો મને મળવા આવે –તેમને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે.


રામ રીંછ ને ભેટે છે,રામ વાનરો ને ભેટે છે,રામજી સર્વ પર એવા પ્રેમાળ છે જગતના સર્વ જીવો ને પ્રેમ કરે છે. રામજી ધનુષ્ય બાણ હંમેશા –સાથે રાખે છે. ધનુષ્ય-બાણ ને સજ્જ રાખે છે.
ધનુષ્ય બાણ વગરના રામ નાં દર્શન કોઈ ઠેકાણે નથી. રાજ્યાસન પર બેઠેલા હોય ત્યારે કે મહેલ માં
સીતાજી ની પાસે બેઠા હોય-ત્યારે પણ ધનુષ્ય-બાણ હંમેશા જોડે જ હોય છે.


ઉપનિષદ માં કહ્યું છે-કે-“પ્રણવો હિ ધનુ” ધનુષ્ય ને પ્રણવ (કાર) ની ઉપમા આપી છે.
કાર એટલે જ્ઞાન-“જ્ઞાન” એ જ ધનુષ્ય છે. બાણ “વિવેક” નુ સ્વરૂપ છે.


જ્ઞાન-ધનુષ્ય ને,વિવેક-બાણ થી હંમેશા સજ્જ રહેવાથી –કામ-રાક્ષસ વિઘ્ન કરવા આવી શકતો નથી.


રાક્ષસો જીવ માત્ર ની પાછળ પડેલા છે-કામ,લોભ,મોહ-વગેરે રાક્ષસો છે-તે જીવ માત્ર ને મારે છે.
પ્રતિક્ષણે સાવધાન રહે તેને રાક્ષસો મારી શકે નહિ.


અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિ માં આહુતિ આપે છે,પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.
બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્મા ના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખ થી પરમાત્મા આરોગે છે.
અગ્નિ ની જ્વાળા એ પરમાત્મા ની જીભ છે.


પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડ માં અગ્નિ ને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.
આ આપણને બોધ આપે છે-કે-કોઈ પણ સત્કર્મ કરો-ત્યારે પરમાત્મા નાં દર્શન કરતાં કરતાં કરો.
નહિ તો સત્કર્મ માં ભગવાન ભુલાય છે-અને સત્કર્મ સફળ થતું નથી.


ઘણા ભિખારી ને ખવડાવે-છે ત્યારે વિચારે છે-કે “આને બિચારાને કોણ ખવડાવે ?એને ”હું” ખવડાવું છું”
સત્કર્મ માં “હું” આવે તો તે સત્કર્મ નથી.આપણે શું ખવડાવી શકવાના હતા ?
આપણને અને તેને તથા સર્વ ને ખવડાવનાર કોઈ જુદો જ છે...........
મન નો મેલ દૂર કરવા –મન ને શુદ્ધ કરવા -માટે સત્કર્મ  (યજ્ઞ-સ્વાધ્યાય-તપ-ધ્યાન વગેરે) છે.
સર્વ સત્કર્મ નુ ફળ છે-પરમાત્મા નાં દર્શન.


વિશ્વામિત્ર વિચારે છે-કે-યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે,પરમાત્મા દ્વારે ઉભા છે,અને હું અહીં ધુમાડો ખાઉં છું.


વિશ્વામિત્રે યજ્ઞ નો પ્રારંભ કર્યો છે.મારીચ,સુબાહુ –વગેરે રાક્ષસો ને ખબર પડી,એટલે તે વિઘ્ન કરવા
આવ્યા છે. રામજી ના દર્શન માત્ર થી તે મારીચનો સ્વભાવ બદલાય છે-મારીચ વિચારે છે-કે-
સમાજ સુખી થાય તે માટે ઋષિઓ યજ્ઞ કરે છે- હું અહીં વિઘ્ન કરું તે યોગ્ય નથી.
મારીચ ને આશ્ચર્ય થાય છે-કે આજે મારા મનમાં દયા કેમ આવે છે ?આ બાળકો ને જોઈ ને મારી બુદ્ધિ બદલાય છે.આજે મારું મન હાથ માં રહેતું નથી,બાળકો ને મારવાની નહિ પણ મળવાની ઈચ્છા થાય છે.


મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરે છે,પણ આજકાલ લોકો રામના દર્શન કરે છે-પણ તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યા પછી –જો બુદ્ધિ ન સુધરે,સ્વભાવ ન સુધરે તો –
માનવું કે તે રાક્ષસ કરતાં પણ અધમ છે.

લોકો રામાયણ વાંચે,રોજ મંદિરમાં દેવ-દર્શને જાય તેમ છતાં જો –જીવન માં સદાચાર,સંયમ,સરળતા ન