યુરોપ ટુર-12

 યુરોપ ટુર -12 તા -23-8-22 ડો .પ્રકાશભાઈ શુક્લ


આજ સવારે અમારે એન્ટવર્પ થી પેરિસ જવાનું -બેલ્જીયમ થી ફ્રાન્સ -આશરે
400 કિલોમીટર અંતર ચારેક કલાક માં પૂરું થવાનું હતું
આજ ટુર મેનેજરે એક હિન્દી ફિલ્મ મિશન મંગલ મૂકી -સરસ ફિલ્મ છે
લંચ સમયે પેરિસ પહોંચી ગયા -દાવત રેસ્ટોરાં સરસ હતી
લંચ પતાવીને અમે સીટી ટુર માટે મધ્ય માં આવ્યા -જ્યાં અમારા ટુર -ગાઈડ
મિસ રેની અમારા કોચ માં આવીને એકાદ શબ્દ ગુજરાતી નો બોલીને શરૂઆત
કરી ,તેમણે અમને કહ્યું રેની નો અર્થ શાંતિ થાય એટલે શાંતિબેન કહ્યું
માઈક માં તેઓ પેરિસ અને ફ્રાન્સ દેશ વિષે માહિતી અપાતા હતા -શહેર ની
આબાદી 25 લાખ છે -મોટેભાગે ઈસાઈ લોકો રહેછે તેમની ભાષા ફ્રેન્ચ છે
યુરો તેમનું ચલણ નાણું છે .
આ દેશ માં એકલો માણસ રહેતો હોય અને કમાતો હોય તો ટેક્સ 70% હોય
લગ્ન કરેતો ટેક્સ 50% અને બાળકો થાય પછી ઓછો 20% ટેક્સ -આમ
સરકાર લગ્ન અને બાળકો ને પ્રોત્સાહન આપે છે
સૌથી પહેલા કોન્કાર્ડ સ્ક્વેર પર ઉભી રહી તેનો વિડિઓ નીચે મુક્યો છે
પછી દામ સ્ક્વેર પર ઉભી રહી -જ્યો આપણા ઇન્ડિયા ગેટ જેવો 1836 માં
બનાવેલ છે નેપોલિયને શરુ કામ કર્યું પણ ત્રીજા નેપોલિયને પૂરું કર્યું -
તે ગેટ પણ શહીદ જવાનોની યાદગીરી સ્વરૂપ છે ,
પછી બસ માંથીજ જોવાનું હતું -બસ માં થી ઘણા ફોટા લીધા છે -
રાજમહેલ માંથી બનાવેલ લોવરે મ્યુઝીઅમ જે આર્ટ મ્યુઝીઅમ છે
જેમાં મોનાલીસા ના પેઇન્ટિંગ રાખેલા છે
સેન નદી અને તેમાં ફરતા ક્રુઝ જોયા -વરસાઈ રાજમહેલ દૂરથી બતાવ્યો
ત્યાં ગાર્ડન હતો અમને થોડોક સમય આપ્યો ફોટોગ્રાફી માટે
અહીંથી અમારે એફિલ ટાવર જવાનું હતું -એફિલ ટાવર 1889 માં બેજ
વર્ષ માં બન્યો હતો -અમારે થોડુંક ચાલીને જવાનું હતું -દૂરથી આખા એફિલ
ટાવર ના ફોટા લીધા -લાઈન લાંબી હતી -સિક્યોરિટી ચેકીંગ હતું ,અમને
દરેકને મેનેજરે ટિકિટ આપી -એકાદ કલાક લાઈન પછી અમારો નંબર આવ્યો
એક બે દરવાજા વળી લિફ્ટ હતી -20-25 ટુરિસ્ટ લિફ્ટ માં જઈ શકે તેવી
હતી -બીજા માળે અમારે ઉતરવાનું હતું ,ઉતરવાનું બીજા દરવાજાથી હતું
બીજા માળ થી પેરિસ નો નજારો અદભુત હતો ,તેની વિડિઓ મુકેલ છે
પગથિયાંથી પણ એનાથી ઉપર જવું હોય તો જઈ શકાય ,ઘણા ટુરિસ્ટ
પગથિયાં નો ઉપયોગ કરીને ઉપર જતા હતા અને નીચે પણ જતા હતા
અમે લિફ્ટ માં નીચે આવીને પટાંગણ માં રાખેલી બેન્ચ પર બેઠા અને
લાવેલી ચાહ બનાવીને પીધી
બધા ભેગા થયા પછી એક સાથે કોચ માં બેસવા ચાલીને નીકળ્યા
આપણા ભારત ની જેમ ફેરિયાઓ સોવેનિઅર વસ્તુઓ કિચેન ,ફોટા વીગેરે
વસ્તુ વેંચતા હતા -અમારામાંથી ઘણાએ ખરીદ કરી
પેરિસ માં રાત્રે એફિલ ટાવર ને રોશનીથી સજાવવામાં આવે છે -તે જોવા
માટે અમારે વ્યક્તિ દીઠ 20 યુરો આપવાના હતા -મેં પણ આપ્યા -ડિનર
પતાવીને પેરિસ નો રોશનીનો નજારો જોવા નીકળ્યા અને ખરેજ આહલાદક
હતો ,તેની પણ નીચે વિડિઓ મૂકી છે -તમને પસંદ જરૂર આવશે રાત્રે મોડું થયું
પણ સવારે નીકાળવામાં થોડો મોડો સમય હતો -તેથી કઈ મુશ્કેલી ના પડી