યુરોપ ટુર-13

 યુરોપ ટુર -13 તા -27-8-22 ડો .પ્રકાશભાઈ શુક્લ


આજ સવારે અમારે ડિઝનીલેન્ડ જવાનું હતું .અમને આજ મેનેજર પેક્ડ લંચ
આપવાના છે .ડિઝનીલેન્ડ નામ વૉલ્ટ ડિઝની નામના વ્યક્તિ ની અટક
પર થી પડ્યું છે , વોલ્ટ ડિઝનીએ બાળકો માટે સૌ પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક
અમેરિકા માં તૈયાર કર્યો મીકીમાઉસ જેવા અનેક પાત્રો તૈયાર કરી એનિમેશન
ફિલ્મ બનાવી .બાળકો ને આનંદીત તો કરે પણ સૌને મજા પડે તેવા પાર્ક છે
પેરિસ થી પૂર્વ દિશા માં આશરે 45 કિલોમીટર દૂર ચેસી નગર પાસે આ
ડિઝનીલેન્ડ -એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે આ પાર્ક 1992 માં તૈયાર થઈને
ખુલો મુકાયો હતો .51 કરોડ ટુરિસ્ટ અહીં ની મુલાકાતે આવ્યા છે
આ એટલું મોટું છે કે પૂરું જોવું અને માણવું હોય તો 4 દિવસ જોઈએ
અહીં રહેવાની પણ સગવડ છે .
બસ પાર્કિંગ થી એકાદ કિલોમીટર ચાલવાનું હતું .મેનેજરે અમને સૌને
ટિકિટ અને પેક લંચ આપ્યું .ડિઝનીલેન્ડ બે વિભાગ માં છે ,એક સ્ટુડિઓઝ
જેમાં ચાલવાનું ઓછું અને રાઈડ ઓછી પણ માહિતી સભર ફિલ્મ જોવાની
હતી બીજું ડિઝનીલેન્ડ પાર્ક હતું જેમાં રાઈડ વધારે અને ચાલવાનું વધુ હતું
અને સાંજે પરેડ દર્શન હતું
અંદર જતા પહેલા સિકયીરીટી ચેકીંગ માં થી પસાર થવાનું હતું -આમાં
જમવાનું સાથે લઈ જવાની છૂટ હતી .
અમે સ્ટુડિઓઝ માં જવાનું પસંદ કર્યું ,એક બે રાઈડ માં બેસીને મજા લીધી
લાઈનો ખુબજ દરેક જગાએ હતી -થોડીક માહિતી સભર ફિલ્મ્સ નિહાળીને
આનંદ લીધો .અને લંચ લઈને થોડોક આરામ કર્યો અહીં દરેક જગાએ
બેસવાની સગવડ સરસ હતી આજ ટુરિસ્ટ વધુ હતા
ડિજ્ની પાર્ક માં જુના જમાના પ્રમાણે અને થોડાક કાલ્પનિક કિલ્લા બનાવેલ
છે જેના ફોટા નીચે-વિડિઓ માં મુકેલ છે -પરેડ ની થોડીક વિડિઓ
શ્રી રશ્મિભાઈ અને શ્રી રાઠોડ ભારતીબેને મને મોકલીછે ,તે નીચે મુકેલ છે
પરેડ ખરેજ સરસ હતી -જેમાં બધાજ પાત્ર જોવા મળ્યા હતા
બસમાં અમારી સીટ હતી તેની આગળ ની સીટ માં 8 જણ નુંમેહતા ફેમિલી
ગ્રુપ જોધપુર થીઆવેલ હતા .તેમાંના એક શ્રી આકાશ ભાઈ નો આજ
જન્મ દિન હતો .સૌએ તેમને વીશ કર્યું .અને આજનું છેલ્લું ડિનર સરસ હતું
રસ -પુરી અને મિક્સ ભજીયા નું જમણ સૌને મજા પડી ગઈ
આજ અમારી ટુર નો છેલો દિવસ હતો -એક ગ્રુપ ફોટો પાડ્યો
અમારા સૌના મેનેજરે ફીડ બેક ના ફોર્મ ભરાવીને લીધા