યુરોપ ટુર-14

 યુરોપ ટુર -14 તા -31-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


આજ છેલો દિવસ -દરેક ની ફ્લાઇટ મુજબ એર પોર્ટ મૂકી જવાના હતા
અમે અને રાઠોડ સાહેબ એમિરેટ એર લાઇન્સ માં સવારના 10-45
રવાના થતી ફ્લાઇટ માં જવાનું હતું -સવારે બ્રેક ફાસ્ટ કરીને 7-45 હોટેલ
થી નીકળ્યા ,એર પોર્ટ હોટેલ થી નજીક હતું અમારા સારા નસીબે અમદાવાદ
સુધી સમય સર પહોંચી ગયા રાઠોડ સાહેબ ની હેલ્પ થી કોઈ તકલીફ ના પડી
જોધપુર માં રહેતા વસાવડા સાહેબ ને 20 દિવસ પછી બેગ મળી
ઘરે આવ્યા પછી પણ બીમાર ના પડ્યા તે ઈશ્વર ની કૃપા -પરદેશ ના
હવા -પાણી ચોખા તે કદાચ હોઈ શકે -અમે પાણી ખરીદીને પીધું નથી
ટુર મેનેજર શ્યામ ખુબજ સૌના પ્રિય બની ગયા હતા -તેમનું જ્ઞાન દરેક
વિષય પર ઊંડાણ પૂર્વક હતું -દરરોજ અમને જોવાના સ્થળોની પૂર્ણ
માહિતી આપતા -ગાડી ચાલતી હોય ત્યારે તેના ખેતીવાડી વિષે પણ કહેતા
શું ના કરવું તે ખાસ કહેતા -ઝીબ્રા ક્રોસિંગ થીજ રોડ ક્રોસ કરવો -સીટ
બેલ્ટ બાંધવો -તેઓ લંડન માં સ્થાયી થયેલા છે -યુરોપીઅન દેશો ના
વિષય માં તેમની જાણકારી સરસ છે તેમણે સૌને મદદ કરી છે .મને પણ
ખુબજ મદદ કરી છે -તેમનો હું આભાર વ્યક્ત કરું છું
અમે જે કોચ માં મુસાફરી કરી તે મર્સીડીઝ બેન્ઝ કંપની નો હતો -
ડ્રાઈવર પાલૅન્ડ દેશ ના હતા .તેમનું નામ જેક હતું -તેમના કપડાં અને
તેમનું કામ આકર્ષક હતું -આખી મુસાફરી માં હોર્ન મેં સાંભળ્યો નથી
એવી બ્રેક નથી મારી કે આપણને તકલીફ પડે ,કોચ સુવિધાયુક્ત હતો
અહીં ગાડી જમણી બાજુ ચલાવવાની એટલે ડ્રાઈવર સીટ ડાબી બાજુ
હતી -એરોપ્લેન જેવા સીટબેલ્ટ હતા ,આગળ અને મધ્ય માં દરવાજો
અને tv હતા -માઈક અને સાઉન્ડ સિસ્ટમ સરસ હતી -તેમની સાથે
વાત કરીએ તો સ્મિત થી જવાબ આપતા -ગ્રુપ ફોટો અને અમારા
મેનેજર નો ફોટો મુક્યો છે અને કોચ ની માહિતી વાળો વિડિઓ મુકેલ છે
અમારી સાથે સારેગામાં ફેમ શ્રી વિશ્વનાથજી બોટુગે હતા -તેમણે અમને
ઘણાજ ગીત સંભળાવ્યા છે -એક વિડિઓ તેમનો શ્રી રશ્મિભાઈ શાહે
મોકલ્યો છે તે મૂકુંછું
મેં પણ એક ગીત ગાયું હતું તેની વિડિઓ કલીપ શ્રીમતી ભારતીબેન
રાઠોડે મોકલી છે તે હું મુકું છું -આશા છે પસંદ આવશે
તમારો સૌનો આભાર માનું છું અને યુરોપ ટુર ના લેખ ની સમાપ્તિ કરું છું