યુરોપ ટુર -8 તા 15-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ
બપોરે લંચ બાદ જર્મનીનું એક ગામડું જોવા જવાનું હતું -પર્વતો અને
ઘાઢ જંગલ ની વચ્ચે હતું -પાસ માંજ નદી કિનારો હતો જ્યાં ઘણાએ
બોટિંગ કર્યું હતું -કહેવાય ગામ પણ મને તો શહેર જેવુંજ દીસતું હતું
મેં એક વિડિઓ નીચે મુક્યો છે -તમને ગમશે .
અહીં શોપિંગ માટે દુકાનો હતી -વેસ્ટર્ન રેસ્ટોરાં હતી -અને ખેતીવાડી
ની નીપજ શાકભાજી -અને ફળ ની દુકાનો હતી -મને ચેરી ભાવે તે ખરીદ
કરીને ખાધી -
અહીં દરેક જગાએ ફૂલ છોડ હોયજ -અને એવા સુંદર કે જોયા કરીએ
જર્મની એટલે અવનવી ગાડીઓ વોક્સવેગન -મર્સીડીઝ વિગેરો નો
ઉત્પાદક દેશ -અહીં હાઇવે રોડ પર સ્પીડ લિમિટ નથી
કકુ વૉલ ક્લોક પ્રથમ અહીં બની હતી -તે જગાએ જોવા જવાનું હતું
કકુ ઘડિયાળ દર કલાકે એક પક્ષી બહાર આવે અને કોયલ જેવા
મીઠા અવાજ થી બોલે જે ઘર માં પ્રથમ બની હતી ત્યાં અમને તેનું
નિદર્શન આપ્યું -અમારામાંથી થોડાકે ખરીદ કરી -તેઓ અહીં ભારત
માં ડિલિવરી કરશે તેવું કહ્યું -એજ ઘર માં મોટી ઘડિયાળ ભીંત પર હતી
જે પાણી થી ચાલતી હતી -એ વિડિઓ નીચે મુકેલ છે -દર કલાકે સરસ
સંગીત વાગતું હતું અને પૂતળા ગોળ ફરતા હતા આજુબાજુ ઘાઢ જંગલ અને
પર્વતો હતા -જર્મની ની પ્રખ્યાત મોરૈનો કંપનીનો ગ્લાસ વેર નો શૉ રૂમ હતો
આજ રાત જર્મની માં હતું અને ત્યાંજ ડિનર હતું આખો દિવસ ઝડપથી પસાર
થઈ જતો -અને થાક પણ લાગતો
ભગવાન ની આ અદભુત રચના કે સવારે ફરી શક્તિમાન થઈ જઈએ