યુરોપ ટુર -7 તા -13-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ
સ્વિત્ઝરલેન્ડ માં આજ ત્રણ રાત્રી રેડિસન હોટેલ માં રોકાણ બાદ
સામાન સાથે કોચ માં જર્મની માટે રવાના થયા -જર્મની જતા પહેલા
સ્વિસ નું આખરી જોવાલાયક સ્થળ રાઈના ફોલજોવા જવાનું હતું
રાઈના નદી સ્વિસ માંથી ઉદગમ થાય છે અને જર્મની, ફ્રાન્સ અને
નેધરલેન્ડ માં થી પસાર થાય છે કુલ 1070 માઈલ લાંબી નદી છે
કાર્ગો માટે આ નદી મદદ રૂપ છે
અહીં અમે પહોંચ્યા અને રાઇન્સ નદીનો ફોલ -ધોધ જોઈને આનંદિત
થઈ ગયા . અહીં બસ કે કાર પાર્કિંગ કરતા એક ટિકિટ મળે અને
જયારે આપણે છોડીએ ત્યારે જેટલો સમય પાર્ક કર્યું હોય તેના પૈસા
મશીન લઈ લે -અહીં બધુજ જાતેજ કરવાનું
ચાલીને નીચે પહોંચતા બોટિંગ ની વ્યવસ્થા હતી -બે કે ત્રણ જાત
ના રૂટ હતા -ટિકિટ બુક કરાવીએ એટલે ઉપાડવાના સમય
નિર્દેશિત ટિકિટ હોય -અમેબોટિંગ માં ના ગયા પરંતુ રાઠોડ સાહેબ
અને વસાવડા સાહેબ ના સૌજન્ય થી વિડિઓ મળી છે અને ધોધ નો
નજીક થી લીધેલ વિડિઓ અદભુત છે
આપ જરૂર નીચે મુકેલ એક એક મિનિટ ની વિડિઓ જોજો
અહીં વોશરૂમ હતું -ખાવા માટે ની દુકાનો હતી -સ્વચ્છતા સરસ
હતી -આ ભવ્ય ધોધઅને કુદરતી સૌંદર્ય માણી ને અમે ફરીને
કોચ માં ગોઠવાયા -
જર્મની ની સરહદ પણ ઉતર્યા કે ઉભા રહ્યા વગર પસાર થઈ ગઈ
આજ લંચ માં વિવિધતા હતી -ભેળ પુરી -પાણી પુરી -અને બર્ગર
અને પુલાવ હતા -પરદેશ માં પણ ભારતીય રેસ્ટોરાં ઘણી છે -
પરદેશ માં ભારતીય સ્વાદ કરાવેં ત્યારે સૌને સારું લાગ્યું