રામાયણ સાર -13

માતપિતાના આશીર્વાદ લઇ ને રામ-લક્ષ્મણ –વિશ્વામિત્ર ની સાથે નીકળ્યા છે.
વિશ્વામિત્ર સહુથી આગળ ચાલે છે-તેમની પાછળ લક્ષ્મણ અને લક્ષ્મણ ની પાછળ ચાલે છે શ્રીરામજી.


વિશ્વામિત્ર-એટલે વિશ્વ ના મિત્ર. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે-વિશ્વામિત્ર.
જગત નો મિત્ર છે-જીવ- મનુષ્ય એટલે કે-જીવ –જયારે જગતનો મિત્ર થાય છે-એટલે –
“શબ્દ-બ્રહ્મ” તેની પાછળ પાછળ આવે છે-(લક્ષ્મણ –શબ્દ બ્રહ્મ છે)
અને તેની પાછળ “પર-બ્રહ્મ” (રામજી) પણ આવે છે.


જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ-પણ કોઈ ના વેરી –ના થવાય તો પણ ઘણું.


વિશ્વામિત્ર ની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે. જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.
વિશ્વામિત્રે કહ્યું કે આ ભયંકર રાક્ષસી બાળકો ની હિંસા કરે છે-માટે તેને તમે મારો.


કૃષ્ણલીલા નો આરંભ પૂતના રાક્ષસી ના વધ થી થયો છે-રામલીલા નો તાડકા રાક્ષસીના વધ થી થયો છે.


તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકા ને વિવેકરૂપી બાણ મારે છે-તાડકા નો ઉદ્ધાર કર્યો.
વિશ્વામિત્રે રામ-લક્ષ્મણ ને “બલા-અતિબલા” વિદ્યા આપી છે-જેથી ભૂખ-તરસ ન લાગે.
આશ્રમ માં આવ્યા છે-રામજી વિશ્વામિત્ર ને કહે છે-ગુરુજી હવે તમે યજ્ઞ કરો,હું યજ્ઞ નુ રક્ષણ કરીશ.


જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિ નો સિદ્ધાશ્રમ છે. એ સિદ્ધાશ્રમ માં  વિશ્વામિત્ર યજ્ઞ કરે છે.
વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે-યજ્ઞ મંડપ ના દ્વાર પર રામ-લક્ષ્મણ ઉભા છે-પહેરો ભરે છે.
હાથમાં ધનુષ્ય-બાણ લઇ યજ્ઞ નુ રક્ષણ કરે છે. રામજી આજે પણ ત્યાં ઉભા છે.


દ્વારકા માં દ્વારકાનાથજી ”ઉભા” છે, ડાકોર માં રણછોડરાય “ઉભા” છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ “ઉભા” છે,
પંઢરપુર માં વિઠ્ઠલનાથ “ઉભા” છે.
ભગવાન કહે છે-કે-જીવ જયારે મારાં દર્શન કરવા આવે-ત્યારે ઉભો થઇ હું દર્શન આપું છું.
જે જીવ મને મળવા પ્રેમથી આવે તેને મળવા હું આતુર છું, મારા ભક્તો ની પ્રતીક્ષા કરતો હું ઉભો છું.
કે-મારાથી વિખુટો પડેલો જીવ મને મળવા ક્યારે આવે.


ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે-પણ જીવ ઈશ્વર ની સામે જોતો નથી.
રામ તો જીવ ને અપનાવવા તૈયાર છે-પણ આ અભાગિયો જીવ તેને મળવા ક્યાં આતુર થાય છે ?
જગતના કોઈ સ્ત્રી-પુરુષો ને મળવાની ઈચ્છા રાખવાથી,કે તેમને મળવાથી કદાચ થોડીવાર સુખ મળે-
પણ મળ્યા પછી વિયોગ નુ દુઃખ છે.
પણ પરમાત્મા ને મળ્યા પછી –વિયોગ નુ દુઃખ સહન કરવાનું રહેતું નથી.
જગતનો સંયોગ અનિત્ય છે-જયારે ઈશ્વર નો સંયોગ નિત્ય છે. ઈશ્વર ને મળવાની આતુરતા મહત્વની છે.
સોળ વર્ષ ના રામ –બહુ સુંદર લાગે છે-વિશાળ છાતી અને હાથ –ઘૂંટણ ને સ્પર્શ કરે છે.
આજાનબાહુ-એ-  યોગી નું-મહાભાગ્યશાળી નું લક્ષણ છે. શ્રી રામ આજાનબાહુ છે.
કોઈએ પૂછ્યું-કે પ્રભુ આપે હાથ આટલા લાંબા કેમ રાખ્યા છે ? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો-કે-

મારા ભક્તો મને મળવા આવે તેમાં કોઈ રૂષ્ઠ-પુષ્ઠ હોય તોય તેને પણ બાથ માં સમાવી લેવાય