યુરોપ ટુર - 5 તા -6-8-22 ડો .પ્રકાશભાઈ શુક્લ
અમારી ટુર માં પાંચમો દિવસ ફ્રી હતો -જેને જુન્ગ ફ્રાઉ જવું હોય તેણે
165 યુરો પાઉન્ડ મેનેજર ને એક ટિકિટ દીઠ આપવાના હતા -હું થોડોક
મુંજાતો હતો પણ કિશોરી ની મક્કમતા જોઈને પૈસા ભરી દીધા -આજ એ
દિવસ આવી ગયો .સૌને ત્યાં જવાની ઉત્સુકતા હતી -
કેબલ કાર અને રેલ્વે નું અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી હોય છે .આજ
મેનેજરે કડક શબ્દ માં કહ્યું મોડા આવનારને પેનલ્ટી આપવી પડશે .
બધાજ સમયસર કોચ માં ગોઠવાઈ ગયા .
જુન્ગ ફ્રાઉ નો ત્યાંની ભાષા માં અર્થ યંગ ગર્લ થાય છે .યુન્ગ ફ્રાઉ પણ
ઉચ્ચાર કરી શકાય છે .જે પર્વત નું નામ યુન્ગ ફ્રાઉ છે તે દરિયા ની સપાટી થી
3454 મીટર -11333 ફૂટ હાઈટ વાળો છે .યુરોપ નું સૌથી ઊંચું -ટોપ ઓફ
યુરોપ કહેવાય છે -
આશરે અઢી કલાક ડ્રાઈવ કર્યા પછી અમે ગ્રીન વાન્ડ ટર્મિનલ પહોંચી ગયા
અમારા મેનેજર ટિકિટ લેવા ગયા અને દરેકને પોતાની ટિકિટ આપી અને
વળતા સુધી સંભાળીને રાખવાની ખાસ સૂચના આપી .ટિકિટ ની સાથે
એક પાસપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં યુન્ગ ફ્રાઉ ની બધીજ માહિતી હતી
એ એક સરસ સંભારણું છે જેમાં આપણે વિઝિટ લીધી તેનો સિક્કો પણ છે
ટર્મિનલ પર વોસ રૂમ સારા હતા અને ત્યાંથી કેબલ કાર માં બેસવાનું હતું .
તે કેબલ કાર 25 વ્યક્તિ બેસી શકે તેવી હતી .અમે બેસીને કુદરતી નજારો માણ્યો -
ત્યાંથી એક ટ્રેન જતી દેખાતી હતી -વાદળ અને બરફ આચ્છાદિત પર્વતો આનંદ
આપતા હતા પહોંચ્યા પછી અમારે ટ્રેન માં પર્વત ની ટોચ પર જવાનું હતું .
27-6-1896 માં આ ટ્રેન માટે ટનલ બનાવવાનું શરુ થયું હતું -1-8-1912 થી
આ સેવા શરુ થઈ -આ ગાડી ના પાટા વચ્ચે એક ત્રીજો પાટો હતો
સાયકલ માં જેમ ચેન વડે પાછળનું ચક્ર ચાલે તેમ વચ્ચે ના પાટા માં ઉભા લોખંડ
ના ખીલા ની મદદ થી ગાડી આટલી ઊંચાઈ એ પહોંચતી હતી .આ ટ્રેન ને
kogwheel TRAIN કહે છે તે ટનલ 9 માઈલ લાંબી હતી અને પહોંચતા અડધો
કલાક થતો અમને જે કોચ ફાળવ્યો હતો તેમાં અમારું ગ્રુપ ગોઠવાઈ ગયું .
ગાડી ટનલ માં થી જતી હતી ,તેથી કાંઈ જોવાનું હતું નહિ પરંતુ વચ્ચે એક
વ્યુ પોઇન્ટ આવે છે ત્યાં ગાડી ઉભી રહી -ફોટોગ્રાફી કરવાની મજા રહી -
મેં એક વિડિઓ નીચે મુક્યો છે જેમાં ગ્લેસિયર જોઈ શકાય છે
અમારે દસ મિનિટ પછી ફરી ગાડી માં બેસી જવાનું હતું .ગાડી માં અમે યુન્ગ ફ્રાઉ
પહોંચી ગયા .ત્યાં ટોપ ઓફ યુરોપ પર પોસ્ટ ઓફિસ નું પોસ્ટ કરવા માટે ટપાલપેટી
હતી .અમારે પાછા વળવાનો પણ નિશ્ચિત સમય હતો -મેનેજરે અમને
અમુક જગાએ ભેગા થવાનું પહેલાથીજ જણાવી દીધું હતું .
સૌ પ્રથમ બધાએ આટલી ઊંચાઈ પર આવેલી ઇન્ડિયન રેસ્ટોરાં માં લંચ લેવાનું હતું
રેસ્ટોરાં સરસ હતી -જમવાનું સરસ હતું -આ ટોપ ઓફ યુરોપ પર શેમપેન સાથે
સૌએ ચીઅર્સ કર્યું .હવા પાતળી હતી -કાન માં પણ કોઈને તકલીફ થઈ -
ઓક્સિજન માટેનો એક રૂમ હતો તકલીફ હોય તો વ્યવસ્થા પણ હતી
જમ્યા પછી આ પાંચ માળ ના મકાન માં જેને જ્યાં જવું અને જોવા માટે સ્વતંત્રતા હતી
સૌથી ઉપરના મળે SPHINX મકાન ની ટોચ થી 360 ડિગ્રી નજારો જોઈ શકાય
પણ વાદળો ખુબજ હોવાથી શક્ય ના બન્યું .ઘણાને આઈસ પેલેસ જોવામાં રસ પડ્યો
જેમાં શિલ્પ બરફ માં થી બનાવેલા હતા .આઈસ પેલેસ ખુબજ ઠંડુ હતું -
હાથમોજા પહેરવા જરૂરી હતા -રસ્તો પણ સ્લિપરી હતો -પકડીને ચાલવું પડે -પણ સરસ હતું .
એક પેનોરમા સીન હતો જ્યાં ભારતીબેન અને રાઠોડ સાહેબ ગયા હતા
આ મકાન માં શોપીંગ ની પણ વ્યવસ્થા હતી .ઘડિયાળ -નાઇફ -લિન્ડે ની
ચોકલેટ મુખ્ય હતા ઘણાએ જરૂર મુજબ શોપિંગ કર્યું .
આપણે યુરો પાઉન્ડ આપીએ તો તે આપણને તે દેશ નું નાણું પાછું આપે
મારા માટે રાહત એ હતી કે અમે બંને સ્વસ્થ હતા
અહીં પણ ઘણા ફિલ્મો ના શૂટિંગ થયા છે .પાછા તેજ પ્રમાણે ગ્રિન્ડ વાન્ડ
ટર્મિનલ પર આવી ગયા
વળતા અમે જ્યાં બે સરોવર મળે છે તે ઇન્ટરલિંકન પાસે નાનકડું ગામ છે તે
ગામનું નામ લૂંટર બર્ન છે ત્યાં સારી હોટેલો છે અહીં આપણા દેશ ના કલાકારો
રહેલા છે .આ ગામ માં દિર્ગ્દર્શક ચોપરા સાહેબ નું પૂતળું મૂક્યું છે કેસિનો છે
ગાર્ડન માં જમીન પર ઘડિયાર છે .વરસાદ થોડોક ભીંજવતા હતા .અમે ઘરેથી
લાવેલી ચાહ પીધી .
મારે કાયમ સંભારણું રહે તેવો એક નવો સંબંધ શ્રી વસાવડા સાહેબ અને રેખાબેન
સાથે થયો .તેઓ દિલ્હી માં સરકારી કસ્ટમ ડિપાર્ટમેન્ટ માં ડેપ્યુટી કમિશનર હતા
તેઓ ખુબજ સારા પેઈન્ટર છે રેખાબેન શાસ્ત્રીય ગાયક આકાશવાણી પર ગાતા હતા
વરસાદ થી કુદરત વધુ ખીલી ઉઠતી -ડિનર માટે ઇન્ડિયન રેસ્ટોરાં માં જવા સૌ
તત્પર હતા અને દિવસ કેમ પૂરો થાય ખબરજ ના પડે