યુરોપ ટુર-6

 યુરોપ ટુર -6 તા -10-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


સ્વિસ ની રાજધાની ઝુરિક છે -તે જર્મની ની બોર્ડર નજીક છે
પહેલા બર્ન સીટી રાજધાની હતી .આજ પણ સંસદ ભવન ત્યાં છે .
અહીં રીંછ પહેલા વસતા હતા -આશરે 700-800
વર્ષ પુરાણું શહેર છે -અહીં એક નદી u આકાર માં વહે છે .સમર માં
આ નદી માં સ્નાન લોકો કરે છે નદી નું નામ આરે છે
નદી ની પાસે ઊંડા ખાડા બનાવેલા છે ,જ્યાં રીંછ રહે છે .આપણે
તેને જોઈ શકીએ એવી વ્યવસ્થા છે -થોડાક ફોટા મુક્યા છે
નદી કિનારે વસેલું આ શહેર ને unesco એ વર્લ્ડ હેરિટેજ સાઈટ
1983 થી જાહેર કરેલ છે .1834 થી અહીં યુનિવર્સિટી ઓફ બર્ન
કાર્ય કરી રહી છે .1528 થી અહીં ઇન્કોર્પોરેટ થેઓલોજીકલ સ્કૂલ
કાર્ય રાત છે .અહીં મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન રહેતા હતા તે
ફોટો રાઠોડ સાહેબ આગળ ઉભેલો મુક્યો છે
અહીં 75%જર્મન -20%ફ્રેન્ચ -5% ઇટાલિયન વસે છે .અહીં સરસ
મ્યુઝીઅમ છે .સંસદ ભવન છે .જોડીયાક ટાવર છે અહીં મેટ્રો સ્ટેશન
કેસિનો બધાજ ફોટા મુકેલા છે રશ્મિ ભાઈ શાહ નો ફોટા વાળું
પિક્ચર બર્ન શહેર બંને લાઈન માં દેખાય છે
અહીં લાલ રંગ ની બસ ઉપર ના ઇલેક્ટ્રિક તાર ને અડીને ચાલે છે
બધાજ ચાલતા હોય અને તે પણ ચાલે .zodiak ટાવર દૂર થી
સરસ દેખાય છે 700 વર્ષ પુરાણું છે .તેના ફોટા મુકેલ છે
ઇન્ડિયન હોટેલ માં લંચ લઈ ને અમે સ્વિસ ની લિન્ડે ચોકલેટ બને છે
તે જોવા અમે ગયા -નીચે રિસેપ્શન જોડે થી અમને સૌને એક
કાન માં પહેરવાનું સ્પીકર આપ્યું -તેને ગળા માં પહેરવાના પાટા સાથે
હતું -આપણને જેની માહિતી જોઈતી હોય ત્યાં મેગ્નેટ અડાડવાનું
બધીજ માહિતી આપણને હિન્દી માં મળી જાય
ત્યાં મ્યુઝીઅમ માં અત્યાર સુધી નું તબક્કા વાર મશીનો સાથે હતું
લીકવીડ ચોકલેટ નો સ્વાદ સૌને કરાવ્યો -ત્યાં દરેકને એક ચોકલેટ
પોતાની જાતે પોતાના હાથે લેવાની હતી -મફત માં કોઈએ વધારે
ચોકલેટ લીધી .ખરીદ કરવા માટે કંપનીનો સ્ટોર હતો .સૌએ
ચોકલેટ ખરીદી .
ત્યારબાદ અમે ઝુરિક શહેર નું સરોવર જોવા ગયા ,અહીં પાણી
વાદળી રંગ નું સરસ દેખાય .અને આના ફોટા પણ મુક્યાં છે
ત્રણ રાત્રી અહીં ઝુરિક માં રહ્યા કાલ જર્મની તરફ પ્રયાણ કરીશુ
ચોખી હવા -પાણી -ખોરાક થી સૌ તંદુરસ્ત હતા
ધીરે ધીરે બધાજ એકબીજામાં ભળતા હતા .પોતાનો લાવેલો ઘર
નો નાસ્તો એકબીજાને આપતા હતા .હસી મજાક અને ગીતો ની રમઝટ
સાથે અમારી ટુર આગળ વધતી હતી
અમારા મેનેજર દરેક સમયે અમને માર્ગદર્શન કરતા હતા