યુરોપ ટુર-04

 યુરોપ ટુર -4 4-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


આજ ચોથો દિવસ -આલ્પ્સ પર્વતમાળા ના ટિટલીસ પર્વત ની
ટોચ પર જવાનું હતું .સ્વિસ માં 60% જમીન પર પર્વતો,ઘાસ
ના મેદાનો અને સરોવરો છે -સરોવર પણ ઘણા મોટા હોય છે .
ટિટલીસ પર્વત 3300 મીટર આશરે 10000 ફૂટ ઊંચાઈ હશે .
આગલા દિવસે અમને ટુર મેનેજરે સૂચના આપી હતીકે -ઠંડી ના
રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરી લેવી .અને આજ લંચ અમારા
ખર્ચે લેવાનો હતો -અમે તેની પણ તૅયારી કરી હતી .
અહીં પર્વતો પર જવા માટે આપણા દેશ જેવા ગોળ રસ્તા હતા નહિ
પરંતુ પર્વતોમાં ટનલ થીજ રસ્તો જાય -ગુથાડ ની ટનલ ખુબજ લાંબી
હતી .જયારે બસ દોડતી હતી ત્યારે મન ભરીને કુદરત ના દર્શન કર્યા
જે અલૌકિક હતું -ગામડાઓ -પર્વત પરના મકાનો સુંદર હતા
અહીં શનિ -રવિ ટ્રક ચાલતા નથી -પેરિસિબલ વસ્તુ લઈ જતા
ટ્રક જેઇ શકે
અમારે એંજલ બર્ગ ગામ પહોંચવાનું હતું -ત્રણેક કલાક પછી પહોંચી
ગયા .બસ માં થી ઉતર્યા ચારે તરફ બરફ આચ્છાદિત પર્વતો હતા
મેનેજર ટિકિટ લાવ્યા અને દરેક ને ટિકિટ આપી -અને પરત આવીએ
સુધી સાચવી રાખવાની હતી સૌથી પહેલા એસ્કેલેટર થી કેબલ કાર
મળે ત્યાં પહોંચી ગયા -અમારી કેબીન માં આઠ વ્યક્તિએ બેસવાનું હતું
હું અને રાઠોડ સાહેબ અને બે શાહ ફેમિલી બેઠા -નીચે દેખાતું ફોરેસ્ટ
સુંદર હતું -પહોંચીને બીજી કેબલ કાર માં બેસવાનું હતું -તે કેબલકાર
વર્તુળાકાર હતી -તેમાં 20-22 પેસેન્જર ઉભા રહેવાનું હતું -આ રિવોલવિંગ
કેબલ કાર ગોળ 360 ડિગ્રી ફરતી હતી -આપણે જ્યાં પણ ઉભા હોઈએ -પણ
ચારે તરફ જોઈ શકીએ -આ એક અદભુત નજારો હતો
અમે તેમાંથી ઉતર્યા અને ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી -પીણી ની દુકાનો
હતી -ત્યાં સ્નો માં ફરવા -રમવાનો શોખ હતો તે બધાય સ્નો માં ગયા
ત્યાં શાહરુખ ખાન અને કાજોલ નું કટઆઉટ મૂકેલું હતા -ત્યાં ફોટોગ્રાફી
કરી -ત્યાં ઝુલતા પુલ સ્નો આચ્છાદિત હતું -ત્યાં પણ બધાએ મજા લીધી .
ત્યાં અમુક કપડાં પહેરાવીને ફોટો પડાવતા હતા .
અમે ચાહ અને નાસ્તો ઘરનો કર્યો .બેસવા માટે લોન્જ કાચ ની બનાવેલ
હતી ત્યાંથી પણ સૌંદર્ય જોઈ શકાતું હતું
એ પર્વત ની બાજુના પર્વત પર સ્કીઈંગ કરવા માટેની વ્યવસ્થા હતી
તેની કેબલકાર જુદી હતી
પાછા તેજ રીતે એંજલબર્ગ ગામ પાછા આવી ગયા .
અહીં બે સરોવર ભેગા થાય છે તે ઇન્ટર લિંકન આગળ સુંદર લુસર્ન સીટી
હતું -ત્યાં એક સિંહ નું સ્ટેચ્યુ હતું -મેનેજરે અમને બે કલાક શોપિંગ અને
બોટિંગ કરવા આપ્યા -અહીં ઘડિયાર -નાઇફ -ચોકલેટ -ગ્લાસ વેર સરસ
મળતા હતા -ત્યાંથી પરત આવીને ડિનર પતાવીને થાક હોવાથી સુઈ ગયા


1....2....3....4....5