યુરોપ ટુર-01

 ડો પ્રકાશભાઈ શુક્લ યુરોપ ટુર -1 તા -27-7-22


Sotc દ્વારા આયોજિત યુરોપ ટુર માં અમે 22-6-22 થી 12 રાત્રી અને 13 દિવસ
માં જોડાયા હતા -મન માં થોડોક ડર હતો ઉમર ના કારણે કોઈ તકલીફ થાય તો ?
પણ અમદાવાદ થીજ શ્રી રાઠોડ સાહેબ (ACP ) અને તેમના પત્ની ભારતીબેન
નો સથવારો મળી ગયો -ઇતિહાદ એર લાઈન માં અમે અબુધાબી થઈને
રોમ (ઇટાલી ) સવારે 10-30 વાગે પહોંચી ગયા -અહીં ટુર મેનેજર
શ્રી શ્યામ થાનવાળા મળી ગયા અને બધાજ પ્રવાસી આવી ગયા એટલે અમને
ઇન્ડિયન રેસ્ટોરાં માં નાસ્તા માટે લઈ ગયા -અહીં યુરોપ માં હોટેલ નો
ચેક ઈન ટાઈમ બપોરે ત્રણ અને ચેક આઉટ સવારે 10-30 હોય છે -
હજુ રૂમો તૈયાર ના હતી તેથી મૉલ માં થોડોક સમય લઈ ગયા -
જેવી રૂમ મલી નાહવા ધોવાનું શક્ય બન્યું -થાક હતો તેથી આરામ કરી નીચે ગયા
સારો ખુલો દિવસ હોવાથી ફર્યા અને સુઈ ગયા
બીજા દિવસ સવારે આઠ વાગે સમાન સાથે વેટિકન સિટી જવા નીકળ્યા -વેટિકન
રોમ થી નજીક છે -નામદાર પૉપ ત્યાં રહે છે -તે સ્વતંત્ર નાનો 1000 ની વસ્તી
ધરાવતો દેશ છે -હિન્દૂ જેમ બદ્રીનારાયણ જવાની ઈચ્છા રાખે તેમ દરેક ઈસાઈ
માટે આ શ્રદ્ધા નું કેન્દ્ર છે રોજ ત્રીસ ચાલીસ હજાર માનવ મુલાકાતે આવે છે
અહીં પોશાક બાંય વગરનો અને ચડી પહેરવા પર મનાઈ છે પૂરો પોશાક
પહેરેલો હોવો જોઈએ -માસ્ક ફરજીયાત હતો -એક ગાઈડ બહેન અમારી સાથે
હતા -દરેક ને કાન માં ભરાવી શકાય તેવું નાનું સ્પીકર હતું તેઓ માઈક માં
બોલતા અને અમે સાંભળતા -ભાષા અંગ્રેજી હતી
વેટિકન મ્યુઝીઅમ -સિસ્ટિન ચેપલ અને સેન્ટ પિટર બાસિલિકા ચર્ચ અદભુત
હતા -માઈકલ એંજેલા ના પેન્ટિંગ ખુબજ સરસ હતા -છત પર કરેલા ચિત્રકામ
જોઈને નવાઈ પામી જવાય -સેન્ટ પિટર સ્કવેર માં ચાર લાખ માનવ ઉભારહે
તેટલી વિશાલ જગા હતી -સપ્તાહ માં એક દિવસ નામદાર પૉપ દર્શન આપે
ત્યારે પિન ડ્રોપ સાઇલેન્ટ હોય...
બપોરે લંચ પછી રોમ ની સિટી ટુર હતી -રોમન સામ્રાજ્ય ની રાજધાની રોમ છે
ત્યાં 1800 વર્ષ પહેલા કોલોસિયમ બનાવ્યું હતું જ્યાં પાંચ હજાર માણસ બેસીને
જોઈ શકે તેવી વ્યવસ્થા હતી -અત્યારે થોડોક ભાગ પડી ગયો છે -ત્યાં જાનવરો
ની લડાઈ -તલવારબાજીના અને રંગ મંચ હતું - રોમન કેથોલિક ચર્ચ પણ છે
જુના મહેલ છે - ફિલ્મ બિનહૂર નું શૂટિંગ અહીં થયું હતું -રોમન સંસ્કૃતિ તે સમયે
પ્રભાવી હતી -
અમારું રાત્રી રોકાણ - એઝેલા સિટી ની હોટેલ માં હતું આ સાથે નીચે
વિડિઓ મુક્યા છે એકમાં ચિત્રકામ -વેટિકન મ્યુઝીઅમ બીજામાં રોમ ની ટુર ના છે -

Click on the page

1....2....3....