યુરોપ ટુર-02

 યુરોપ ટુર -2 29-7-22 ડો પ્રકાશભાઈ શુક્લ


બીજો દિવસ સવારે 8 વાગે સામાન સાથે બસ માં બેસી જવાનું હતું -
નાસ્તો સવારે હોટેલ માં કોન્ટિનેંટલ હોય -જેમાં સીરીઅલ -બ્રેડ બટર
ટોસ્ટ -સમારેલા ફળ અને તેના જ્યુસ -ગરમ કોફી -ચોકલેટ મિલ્ક -
નોન વેજ જેમાં મને સમજ નથી -હું અને મારા પત્ની ફક્ત એક એક
સફરજન ખાઈ લેતા -
પોતાનો સામાન જાતેજ ખેંચી ને રૂમ થી બસ અને બસ થી રૂમ સુધી
લઈ જવો પડતો -ટુર મેનેજર મને ક્યારેક મદદ કરતા -
મને ચા સવાર -બપોરે પીવા જોઈએ -અહીં આપણા દેશ જેવી ના મળે
અમે ગિરનાર અને વાઘ બકરી ના તૈયાર પેકેટ લાવેલા જેમાં ગરમ પાણી
ઉમેરીએ એટલે આપણા ઘર જેવી ચા તૈયાર થઈ જાય -
ઘણી હોટેલ માં કીટલી ગરમ પાણી માટે રાખી હોય -દિવસે ચા પીવા માટે
થર્મોસ માં ગરમ ઉકળતું પાણી ભરી લેતા અને જરૂર હોય ત્યારે ચાહ પી લેતા
દરેક પાસે આ સગવડ હતી
બસ ની પહેલી હરોળ -ચાર સીટ ખાલી રાખવી પડે તેવો ત્યાં નિયમ છે
બીજી અને ત્રીજી હરોળ માં જોધપુર થી આવેલું ગ્રુપ હતું
ચોથી હરોળ માં હું અને રાઠોડ સાહેબ બેસતા અને અમારી પાછળ
શ્રી રશ્મિ ભાઈ અને રૂપલબેન -યોગેશભાઈ અને હિમાની બેન શાહ બેસતા
તેઓ અમદાવાદ ના હતા અને બંને ભાઈ હતા -રૂપલબેન નો અવાજ ખુબજ
સુંદર હતો અને સરસ ફિલ્મ ના ગીતો ગાતા -
અમે એકબીજા સાથે હળી મળી ગયા હતા -
અહીં સીટ માં રોટેશન થી બેસવાનો નિયમ હતો પરંતુ પાછળ બેસતા ગ્રુપે અમને
છેક સુધી એકજ જગાએ બેસવા દીધેલા
ટુર મેનેજર અમને સીટ બેલ્ટ બાંધવાનું કહેતા -ઘણીવાર પોલીસ ચેક કરે
અને ના બાંધ્યો હોય તો પેનલ્ટી પેસેન્જરે આપવી પડે -અમને ટુર મેનેજર
કડક શબ્દ માં કહેતા રોડ ઝેબ્રા ક્રોસિંગ માંજ કરવી -ગમે ત્યાં આપણે
ક્રોસ કરીએ અને ગાડી ની અડફેટે આવીએ તો ડ્રાઈવર નો દોષ નહિ પણ
આપણેજ સહન કરવું પડે
અમારી સાથે સારેગામાં ફેમ શ્રી વિશ્વનાથજી બટુકે હતા તેમનો અવાજ ખુબજ
સરસ હતો - ફિલ્મી ગીતો ગાઈને બધાનો દિલ જીતી લીધું હતું -
આવી સેલિબ્રિટી અમારી સાથે હતી તેથી રોજ ફિલ્મી સંગીત સાંભળવા મળતું
આજ ફ્લોરેન્સ સિટી જવાનું હતું -ફ્લોરેન્સ સિટી માં ચાલીને ફરવાનું હતું -
યુરોપ ની ટુર માં ચાલવાનું વધારે છે -ઇટાલી ની એકસમયે આ રાજધાની હતી
આ શહેર આરનો નદીના કિનારે વસેલું છે ટસ્ક રાજ્ય માં આ શહેર આવેલું છે
અહીં 11 મી સદી માં ડોમોસ ચર્ચ બાંધવાની શરૂઆત કરેલી -
તેમાં લીલો ,ગુલાબી અને સફેદ આરસ પહાણ નો ઉપયોગ કરાયો છે
તેની ભવ્યતા અને દિવ્યતા નું વર્ણન અઘરું છે -દરેક ઈસાઈ ને આ બસેલિકા
ચર્ચ ની મુલાકાત ની ઈચ્છા રહે છે તેનો મોટો દરવાજો બ્રોન્ઝ નો બનેલો છે -
ઉપર ટાવર છે -મેં તેનો વિડિઓ બનાવી નીચે મુકેલ છે -
ત્યાં મોટા ચોક માં માઈકલ એન્જેલો નું બનાવેલ ડેવિડ નું પૂતળું છે
એ સિવાય પણ ઘણા બધા શિલ્પ છે ઓપન મ્યુઝીયમ છે
તેની સામે આઠ ખૂણા વાળું મકાન છે તે પ્રેયર માટે છે
મારે વોસ રુમ જવું હતું -ટુર મેનેજરે મને દૂર થી મકાન
બતાવ્યું -ત્યાં મારા દસ પાઉન્ડ ની નોટ એક મશીન માં
મુક્યા અને મને છુટા દસ સિક્કા મળી ગયા -એક પાઉન્ડ
મશીન માં મુક્યો એટલે વોસ રૂમ નો દરવાજો ખુલી ગયો -
અમારું બસ નું પીકઅપ પોઇન્ટ લુંગ આરનો હતું -ત્યાંથી
ચાલીને પહોંચ્યા -ટુર મેનેજર હાથ માં એક ધજા જેવું હતું
તેના પર SOTC લખેલ હતું -આપણે ધીમા ચાલતા હોય
પણ પહોંચી જવાય
બપોરનું લંચ અને ડિનર ઇન્ડિયન રેસ્ટોરાં માં આપતા -હું અને
કિશોરી લસણ -ડુંગળી વગર નું ખાતા તેથી અમને શાંતિથી
મળતું -જમવાનું બધેજ સરસ હતું
જમીને અમે પીસા નો ઢળતો મિનારો જોવા ગયા -ત્યાંબસ
પાર્કિંગ થી જોવાના સ્થળે જવા માટે ત્રણેક ડબાની નીચે
ટાયર વાળી ટ્રેન હતી તેમાં બેસીને ગયા
ઢળતો મિનારો સાચેન ભવ્ય છે તે જોયા પછી અમારે PADOVA
શહેર ની હોટેલ માં રાત વાસો કરવા પહોંચી ગયા
નીચે બે વિડિઓ મુકેલ છે તમને ચોક્કસ ગમશે

Click on the page

1....2....3....