યુરોપ ટુર-03

 યુરોપ ટુર -3 તા 1-8-22 ડો પ્રકાશભાઈ શુક્લ


આજ ત્રીજો દિવસ અમારે વેનિસ શહેર ની મુલાકાત લેવાની હતી
વેનિસ તો આમ તો અમિતાભજી ની એકાદ ફિલ્મ માં જોયેલ હતું -
પાણી માં શહેર ની બાંધણી અદભુત છે -
હોટેલ માં થી સામાન લઈને આઠ વાગે સવારે PIER જવા રવાના થયા
-ફુસીના ટર્મિનલ થી વેનિસ જવા માટે અમારે ક્રુઝ માં જવાનું હતું -
ક્રુઝ સુંદર હતી અમે અંદર બેસવાનું નક્કી કર્યું હતું -હરી ફરી શકાય
તેવી સગવડ આગળ પાછળ હતી
આશરે કલાક પછી વેનિસ ના કિનારે ઉતાર્યા
એક જમાના માં વેનિસ ઇટાલી ની રાજધાની હતી ,વેનિસ ને
ક્વિન્સ ઓફ એન્ટાર્ટિક કહે છે .9 થી 13 મી સદી માં નિર્માણ
થયેલું આ શહેર છે .117 આઇલેન્ડ ભેગા કરીને આ શહેર બન્યું
છે .અહીં વેપાર ઉદ્યોગ નું કેન્દ્ર છે .મકાન આવા પાણી માં પણ
ઉભા છે તે સમય ના એન્જીનીઅર -આર્કિટેક્ટ વાળા ને સલામ છે
અહીં નેપોલિયન નો મહેલ છે -ઘોડા પર પૂતળું પણ છે
અમારે ચાલતા ચાર પુલ વટાવીને પહોંચવાનું હતું
જ્યાં સફેદ રંગ નું મકાન હતું તે મેયર ની ઓફિસ છે .
વેનિસ ની બાજુમાંથીજ બ્રેન્સ નદી સમુદ્રને મળે છે
સેન્ટ માર્ક્સ સ્કવેર માં શોપિંગ ની ઘણી દુકાનો છે ત્યાંથી
આગળ સેન્ટ એન્થની ચર્ચ બાસિલિકા સુંદર બાંધણીવાળું છે
ઝોડિયાક ટાવર પર રોમન લિપિમાં અંક લખેલા છે ભવ્ય છે
આગળ મુરાનો કંપની નો ગ્લાસ વેર નો શો રૂમ છે અને ત્યાં
કાચ બનાવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન આપતા હતા
વેનિસ માં હોડીને ગંડોલા કહે છે -અમારે હવે ગંડોલા માં
બેસીને વેનિસ ની ગલીઓ માં ફરવાનું હતું -એક ગંડોલા માં
ચાર વ્યક્તિ બેસી શકે -અમે બે અને રાઠોડ સાહેબ અને
ભારતીબેન બેઠા -અમારી ગંડોલા નો ચલાવનાર નું નામ
RIKARDO હતું .તે સમયની મેં વિડિઓ બનાવીને નીચે
મુકીછે પસંદ પડશે -
વેનિસ દર્શન પૂરું કરીને અમે ક્રુઝ માં બેઠા ત્યાં અમને લંચ
આપ્યું -ભાજી પાવ અને પુલાવ હતો -લંચ પૂરું થયું ને અમારે
ઉતારવાનું થયું -ચાલુ ક્રુઝ માં જમવાનું પણ સારો અનુભવ છે
ઇટાલી દેશ છોડીને હવે અમારે સ્વિત્ઝરલેન્ડ જવાનું હતું
ઇટાલી ની ઉત્તર માં થીજ આલ્પ્સ પર્વતમાળા શરુ થાય છે
કોચ ના ડ્રાઈવર સાઈડ ના કાચ પાછળ વાંચી શકાય તેવી
માહિતી હતી તેથી અમારે ઉભા રહેવું પડ્યું નહિ -કોચ નો
અટક્યા વગર બીજા દેશ માં પ્રવેશ થઈ ગયો
સ્વિસ અતિશય સુંદર દેશ છે -પ્રકૃતિ સુંદર છે અમારે રાત સુધીમાં
BELINJONA પહોંચવાનું હતું શેરેટોન હોટલ માં ત્રણ રાત્રી નો
અમારો મુકામ હતો .રાત્રે સમયસર પહોંચીને ડિનર પતાવીને
અમારે સવારે વહેલું નીકળવાનું હતું -


1....2....3....4....5